Ahmedabad : બોપલના મહેતા પરિવારે ધૂળેટીના દિવસે બ્રેન ડેડ નીશાંત મહેતાનું અંગદાન કર્યું

નીશાંતભાઈ ના હૃદય , 2  કિડની, લીવર અને 2  આંખો જેવા અંગોનું દાન કરવામાં આવ્યું. જેમાંથી હૃદય મુંબઈ ખાતેની રિલાયન્સ હોસ્પિટલ ખાતે ગ્રીન કોરિડોર દ્વારા મોકલાયું. કિડની અને લીવર જેવા અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કિડની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું.

Ahmedabad : બોપલના મહેતા પરિવારે ધૂળેટીના દિવસે બ્રેન ડેડ નીશાંત મહેતાનું અંગદાન કર્યું
Ahmedabad Civil Hospital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 7:40 PM

અમદાવાદના(Ahmedabad)  બોપલ ખાતે રહેતા મહેતા પરિવારે ધૂળેટીના(Dhuleti)  દિવસે મહાદાન અંગદાન(Organ Donation)  કર્યું છે. તેમણે બ્રેન ડેડ નીશાંત મહેતાનું અંગદાન કરીને 6 લોકોને નવું જીવનદાન આપ્યું છે. અમદાવાદના બોપલ ખાતે રહેતા નીશાંતભાઈ મહેતાનો અકસ્માત થતાં બોપલ ખાતેની BITC Super speciality hospital માં શુક્રવારે  18/03 / 2022  દાખલ કરવામાં આવ્યા જ્યાં બ્રેન ડેડ જેવી સ્થિતિ સર્જાઈ. બાદમાં વધુ સારવાર અર્થે કિડની હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા. જ્યાં બ્રેન ડેડ જાહેર કરતા પરિવાર દ્વારા અંગદાન કરવાનો હિંમત ભર્યો નિર્ણય લેવામાં આવ્યો. “નીશાંતભાઈ ના હૃદય , 2  કિડની, લીવર અને 2  આંખો જેવા અંગોનું દાન કરવામાં આવ્યું. જેમાંથી હૃદય મુંબઈ ખાતેની રિલાયન્સ હોસ્પિટલ ખાતે ગ્રીન કોરિડોર દ્વારા મોકલાયું. કિડની અને લીવર જેવા અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કિડની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું.

સિવિલ કિડની હોસ્પિટલના નિયામક વિનીત મિશ્રાએ એક નિવેદન માં જણાવ્યું હતું કે પરિવારના આ નિર્ણયથી અનેક લોકોને નવજીવન મળ્યું છે. કિડની હોસ્પિટલ સમગ્ર પરિવારનું આજીવન આભારી રહેશે

SOTTO (State Organ And Tissue Transplant Organization) ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી અંગદાન બાદના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટેના અતિ મહત્વના સમયગાળા વિશે માહિતી આપતા જણાવે છે કે,દર્દી બ્રેઈનડેડ જાહેર થતા તેના હૃદયને 4 થી 6  કલાક, ફેફસાંને 6  થી 8  કલાક, સ્વાદુપિંડ અને લીવરને 8 થી 10  કલાક, કિડનીને 24  કલાક, આંખોને છ કલાકમાં કાઢીને એક અઠવાડિયામાં અને બંને હાથોને છ કલાકમાં બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી કાઢીને અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવુ જરૂરી બની રહે છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

સમગ્ર પ્રક્રિયાને જરૂરી સમયગાળામાં ત્વરાએ પૂર્ણ કરવા માટે જ ઘણી વખત ગ્રીન કોરિડોરનો ઉપયોગ કરવામાં આવે છે તેમ ડૉ.પ્રાંજલ મોદીએ ઉમેર્યું હતું અમદાવાદ સિવિલની SOTTO ની ટીમ અંગદાન ક્ષેત્રે અકલ્પનીય કામગીરી કરી રહી છે.  જેમાં  બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગ દાનમાં મળેલી સફળતા તેનું જવલંત ઉદાહરણ પૂરું પાડે છે.

આ પણ  વાંચો : Surat : છેલ્લા પાંચ વર્ષથી ધૂળ ખાતી 78 હજાર કરતા વધુ કચરાપેટી હવે સ્લમ પોકેટોમાં મફત વિતરિત કરાશે

આ પણ  વાંચો : Dwarka: ફુલડોલ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી, અબીલ ગુલાલથી દ્વારકાધીશ મંદિર રંગાઈ ગયું

g clip-path="url(#clip0_868_265)">