Ahmedabad: BU પરમિશનના નિયમો સામે ઉભા થયા અનેક સવાલો, એક જ બિલ્ડિંગમાં બિયુ મામલે અલગ અલગ ધારાધોરણોથી વેપારીઓ મૂંઝાયા
Ahmedabad: રિલીફ રોડ પર આવેલા વિશાલ કોમ્પલેક્ષ (Vishal Complex)ને કોર્પોરેશને બીયુ પરમિશન મામલે સિલ કર્યું છે. ત્યારે કોર્પોરેશનના નિયમો સામે અનેક સવાલો ઉભા થયા છે.
Ahmedabad: બિયુ મામલે (BU Permission) કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગત સામે આવી છે. બિયુના નિયમો સામે ઊભા અનેક સવાલો ઉભા થયા છે. એક જ બિલ્ડિંગમાં બિયુ મામલે અલગ અલગ ધારા ધોરણોથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. ત્રણ માળના બિલ્ડિંગમાં એક માળને બિયુ પરમિશન આપી. અન્ય ફ્લોરમાં 30 વર્ષથી બિયુ પરમિશન નથી. વેપારીઓનો સવાલ છે કે આવો તે કેવો નિયમ કે એક માળને બિયુ મળે અને અન્ય માળને ના મળે.
ત્યારે કોર્પોરેશન (AMC)ની સિલિંગ પ્રક્રિયાથી વેપારીઓ હેરાન પરેશાન છે. રિલીફ રોડ પર આવેલા વિશાલ કોમ્પલેક્ષ (Vishal Complex)ને કોર્પોરેશને બીયુ પરમિશન મામલે સિલ કર્યું છે. ત્યારે કોર્પોરેશનના નિયમો સામે અનેક સવાલો ઉભા થયા છે. એક જ કોમ્પલેક્ષમાં ત્રણ નિયમો લાગુ પાડ્યા છે. 1985માં આ કોમ્પલેક્ષ બન્યો હતો, ત્યારે 3ની FSIની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ સરકારો બદલાતા FSI ઘટાડી 1.5ની કરી દેવામાં આવી.
ત્રણ માળના કોમ્પલેક્ષમાં ત્રીજા માળને કોર્પોરેશને 2012માં બીયુ માટે સિલ કર્યો હતો, જેનો કેસ હજુ કોર્ટમાં ચાલે છે. બિલ્ડિંગના FSI અંગે પણ વર્ષોથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જ્યારે બિલ્ડિંગના પ્રથમ માળને બિયુ પરમિશન આપવામાં આવી છે અને ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોને બિયુ પરમિશન નથી. કોર્પોરેશને તાજેતરમાં ગ્રાઉન્ડ ફ્લોરની 33 દુકાનો સિલ મારી દીધી છે. 30 વર્ષથી વેપારીઓ પાસેથી કોર્પોરેશન ટેક્સ ઉઘરાવે છે. ત્યારે કોર્પોરેશનના નિયમો સામે અનેક સવાલો ઉભા થયા છે.
વિશાલ કોમ્પલેક્ષના ચેરમેન મિતેષ શેઠે જણાવ્યું હતું કે કોર્પોરેશને કોઈપણ જાણ કર્યા વિના રાતો રાત દુકાનોને સિલ મારી દીધા છે. કોર્પોરેશનની સિલિંગ પ્રક્રિયા ગેરકાયદે છે. કોરોનાને કારણે વેપાર ધંધા બંધ હતા, ત્યારે હવે દુકાનો સિલ મારી દેતા વેપાર ધંધા ફરી ઠપ્પ થઈ ગયા છે. સિલ ક્યારે ખુલશે તે ખબર નથી. બિયુ પરમિશન ના હોય તો કોર્પોરેશન બિયુ માટે રસ્તો બતાવે અને સમય આપે.
આ પણ વાંચો: Ahmedabad : પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈને કોગ્રેસે કર્યા દેખાવ