Ahmedabad : પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈને કોગ્રેસે કર્યા દેખાવ
Ahmedabad : હાલ પેટ્રોલ-ડીઝલના (petrol and diesel) ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને વિરોધ કરવામાં આવ્યો છે.
Ahmedabad : હાલ પેટ્રોલ-ડીઝલના (petrol and diesel) ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. એક બાજુ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. બીજી તરફ મોંઘવારીમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાને લઈને ઘણા લોકોને બેરોજગાર થવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને વિરોધ કરવામાં આવ્યો છે.
પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં સી જી રોડ ખાતે પ્લેકાર્ડ દર્શાવી કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસદ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા 7 વર્ષમાં ભાજપની સરકારે પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટીમાં 258 ટકાનો અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં 825 ટકાનો વધારો કર્યો છે.
પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરી સરકારે સામાન્ય અને મધ્યમવર્ગના લોકોની કમર તોડી નાંખી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે જીવન જરૂરીયાતની વસ્તુઓ મોંઘી બની છે. દેશના લોકો કમરતોડ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે.ત્યારે કોંગ્રેસની માંગ છે કે પેટ્રોલ ડીઝલમાં એક્સાઇઝ ડયૂટી ઘટાડી ભાવ ધટાડો કરવામાં આવે તથા પેટ્રોલ ડિઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે. તો બીજી તરફ પોલીસ મંજુરી વિના કાર્યક્મ આ યોજાયો હતો.