Ahmedabad : કારંજ પોલીસે બાળકોને નશાના રવાડે ચઢાવી ભીખ મંગાવાના કેસના વધુ એક વ્યકિતની ધરપકડ કરી

નડિયાદ ખાતે પ્રેમ સાયકલના નામે સાયકલના પાર્ટસ વેચનાર વેપારી સુરજ ની સંતવાણી સામે આવતા તેની ધરપકડ થઈ છે.. મહત્વનું છે કે વ્યાપારી એક અઠવાડિયામાં 80 જેટલી ટ્યુબ અમદાવાદ (Ahmedabad) અબ્દુલ કરીમ નામના આરોપી ને મોકલતો હતો. જેથી આ સમગ્ર ગુનાના કાવતરામાં આરોપી સંડોવાયેલા હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે.

Ahmedabad : કારંજ પોલીસે બાળકોને નશાના રવાડે ચઢાવી ભીખ મંગાવાના કેસના વધુ એક વ્યકિતની ધરપકડ કરી
Ahmedabad Karanj Police Arrest Accused In Child Bagging Case
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Apr 12, 2022 | 5:08 PM

અમદાવાદમાં(Ahmedabad) ટાયર પંચરની સોલ્યુશન ટ્યુબનો બાળકોને નશો(Child Addict)કરાવી શોષણ કરતી ટોળકીના વધુ એક સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. કારંજ પોલીસે(Karanj Police)ટ્યુબ સોલ્યુસન્સ સપ્લાય કરનાર નડીયાદના વેપારીની ધરપકડ કરી છે. જો કે વેપારીની સંડોવણી ગુનામાં નહીં પરંતુ કાવતરામાં હોવાથી ધરપકડ કરવામાં આવી છે.અમદાવાદના માર્ગો પર રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા 10 થી 16 વર્ષના સગીર બાળકોને સોલ્યુશન ટ્યુબનો નશો કરાવતા અને તેમનું શોષણ કરતા ત્રણ આરોપીની ધરપકડ થઇ હતી. જેમાં સંગીતા તિવારી, હિતેશ પરમાર અને અબ્દુલ કરીમ ઉર્ફે ગબ્બર બાલવરની ધરપકડ થઇ હતી.સોલ્યુશન ટ્યુબનો મુખ્ય સપ્લાયર અબ્દુલ કરીમ ગબ્બર હોવાનું સામે આવી છે.. પરંતુ આ ટ્યુબ નડિયાદના વેપારી સુરજ ઉભરાની અમદાવાદ મોકલતો હોવાનુ પોલીસ તપાસમા ખુલ્યુ હતુ. જેથી તેની ધરપકડ કરવામા આવી છે. જોકે ધરપકડ બાદ વેપારીનું કહેવું છે કે આ ટ્યુબ વેચવી કોઈ ગુનો નથી જેથી પોલીસ તેની ધરપકડ કાવતરાના ગુનામાં કરી રહી છે.

આ અગાઉ ત્રણ આરોપીની ધરપકડ બાદ નડિયાદ ખાતે પ્રેમ સાયકલના નામે સાયકલના પાર્ટસ વેચનાર વેપારી સુરજ ની સંતવાણી સામે આવતા તેની ધરપકડ થઈ છે. મહત્વનું છે કે વ્યાપારી એક અઠવાડિયામાં 80 જેટલી ટ્યુબ અમદાવાદ અબ્દુલ કરીમ નામના આરોપી ને મોકલતો હતો. જેથી આ સમગ્ર ગુનાના કાવતરામાં આરોપી સંડોવાયેલા હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ પોલીસ કાર્યવાહીથી બચવા આરોપી નશા અને બાળકોના શોષણ વિશે કશું જ જાણતો ન હોવાનુ જણાવી રહ્યો છે.

ઝડપાયેલા આરોપી સુરજ ઉભરાનીએ પોલીસ સમક્ષ એસોસિએશનનો એક પત્ર પણ રજૂ કર્યો જેમાં આ ટ્યુબ વેચવી ગુનો નથી ગણાતો. પરંતુ 20 કરતા વધુ બાળકો ના ભવિષ્ય સાથે ચેડા કરતા એક પણ આરોપીને પોલીસ છોડવા નથી માગતી.તેથી જ ટ્યુબ સપ્લાય કરનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આરોપી વિરુદ્ધ શુ કાર્યવાહી થાય છે તે જોવુ મહત્વનું છે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

આ પણ વાંચો :  હવે ગુજરાતમાં પણ જોવા મળશે વાઘ, ડાંગમાં ટાઇગર સફારી પાર્ક બનશે, વન વિભાગે પ્રોજેક્ટ માટે 28.96 લાખ હેક્ટર જમીનની ફાળવી

આ પણ વાંચો : Knowledge: ભારતમાં ઘણા વર્ષોથી બદલાઈ રહ્યા છે શહેરોના નામ, ગુજરાતના શહેરોમાં પણ થયા છે ‘નામ પરિવર્તન’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">