કચ્છના દરિયામાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત, જખૌ નજીકથી વધુ ચાર પેકેટ મળ્યાં
2020થી અત્યાર સુધીમાં માત્ર BSFએ જ કચ્છના અલગ-અલગ દરિયાઇ વિસ્તારમાંથી 1432 ચરસના પેકેટ બિનવારસી ઝડપ્યા છે. જે ક્યાથી આવ્યા તેની કોઇ વિગતો હજી સુધી સામે આવી નથી.
કચ્છ (Kutch) ના દરિયામાંથી ચરસ (charas) ના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. જખૌના દરિયા (sea) માંથી ચાર ચરસના પેકેટ મળ્યા છે. બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન ચરસના બિન વારસુ પેકેટ મળી આવ્યાં છે. વધુ તપાસ માટે ચરસના આ પેકેટ પોલીસને સુપ્રત કરવામાં આવશે. લગભગ છેલ્લાં બે વર્ષથી બીએસએફ અને અન્ય એજન્સીઓને દરિયા કિનારાના વિસ્તારોમાંથી બિનવારસુ ચરસના પેકેટ મળી રહ્યા છે. ગયા ગુરૂવારે પણ જખૌ નજીક ઇબ્રાહીમ પીર બેટ પરથી ચરસના બે બિનવારસી પેકેટ મળી આવ્યા છે. જે સ્થાનીક પોલીસને (Kutch Police) વધુ તપાસ માટે BSF સુપ્રત કરાયાં હતાં. જો કે 2020થી માત્ર BSFએ જ કચ્છના અલગ-અલગ દરિયાઇ વિસ્તારમાંથી 1432 ચરસના પેકેટ બિનવારસી ઝડપ્યા છે. જે ક્યાથી આવ્યા તેની કોઇ વિગતો હજી સુધી સામે આવી નથી.
2020થી સતત કચ્છના દરિયામાંથી આવા બિનવારસી ચરસના પેકેટ મળી રહ્યા છે. કેટલાક સ્થાનિક માછીમારોએ પણ આવા પેકેટ મેળવી વેચવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા. જો કે આ જથ્થો કચ્છ સુધી કઇ રીતે પહોચ્યો તે હજુ સુધી નક્કી થઇ શક્યુ નથી. તમામ એજન્સીઓ આ માદક પદાર્થ પાકિસ્તાન તરફથી તણાઇને ભારત આવ્યો હોવાનુ અનુમાન લગાવી રહી છે. પરંતુ નક્કર કોઇ માહિતી ગુપ્તચર એજન્સીઓ પણ મેળવી શકી નથી.
બિનવારસી ચરસ મામલે વિવિધ સુરક્ષા એજન્સીઓની સંયુક્ત કવાયત પણ યોજાઇ હતી. અત્યાર સુધી વિવિધ એજન્સીઓને મળી આવેલા બિનવારસી તમામ પેકેટ એક જ પ્રકારના હોય તેવુ લાગી રહ્યુ છે. અનુમાન મુજબ દરિયાઇ વિસ્તારના નિર્જન ટાપુ પર કાદવ નીચે આવા હજુ પણ પેકેટ મળી આવવાની શક્યતા છે. પરંતુ તે કચ્છ સુધી કઇ રીતે પહોચ્યા તે પ્રશ્નનો જવાબ કોઇ એજન્સી શોધી શકી નથી.
આ પણ વાંચોઃ સુરત : પેસેન્જરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા
સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
