AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: ભારતમાં ઘણા વર્ષોથી બદલાઈ રહ્યા છે શહેરોના નામ, ગુજરાતના શહેરોમાં પણ થયા છે ‘નામ પરિવર્તન’

Name Change History In India: ભારતમાં શહેરોના નામ બદલવાની પરંપરા થોડા વર્ષોથી નહીં પરંતુ સેંકડો વર્ષોથી છે. મુઘલ કાળ દરમિયાન ઘણા શહેરોના નામ બદલવામાં આવ્યા હતા અને તે પછી ઘણી અંગ્રેજોએ ઘણા સ્થળોના નામ બદલ્યા છે.

Knowledge: ભારતમાં ઘણા વર્ષોથી બદલાઈ રહ્યા છે શહેરોના નામ, ગુજરાતના શહેરોમાં પણ થયા છે 'નામ પરિવર્તન'
Names of cities have been changing in India
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 2:40 PM
Share

ઉત્તર પ્રદેશ સરકાર (Uttar Pradesh Government) ફરીથી નામ બદલવાના સમાચારમાં છે. એવા અહેવાલો છે કે ઉત્તર પ્રદેશ સરકાર વતી લગભગ 12 શહેરોના નામ બદલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ શહેરોમાં અલીગઢ, ફરુખાબાદ, સુલતાનપુર, બદાઉન, ફિરોઝાબાદ જેવા જિલ્લાઓ પણ સામેલ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (UP CM Yogi Adityanath) તેમના છેલ્લા કાર્યકાળમાં પણ ઘણા શહેરોના નામ બદલી નાખ્યા હતા અને હવે ટૂંક સમયમાં 12 શહેરોનો વારો આવવાનો છે. જો કે, તાજેતરના કેટલાક વર્ષોમાં, કેન્દ્ર સરકાર અને યુપી સરકારે ઘણા નામો બદલ્યા (Name Changed In India) છે. જેમાં રેલ્વે સ્ટેશનથી લઈને શહેરો અને એવોર્ડ્સ પણ સામેલ છે.

પરંતુ, શું તમે જાણો છો કે નામ બદલવાની પ્રક્રિયા માત્ર થોડા વર્ષોમાં જ શરૂ નથી થઈ, પરંતુ આઝાદી પછી ઘણા નામ બદલવામાં આવ્યા છે. આ જ નામ બદલવાની કહાની મુઘલ કાળથી ચાલી રહી છે અને સેંકડો વર્ષ પહેલા પણ ભારતના અનેક શહેરોના નામ બદલવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, જાણો ભારતમાં નામ બદલવાની પ્રક્રિયા કેટલા સમયથી ચાલી રહી છે.

મુઘલ કાળથી શરૂ થઈ હતી આ પરંપરા

કહેવાય છે કે ભારતમાં નામ બદલવાની પરંપરા 700 વર્ષથી પણ જૂની છે. જેમ મુઘલ શાસકો કોઈ વિસ્તાર જીતી લેતા હતા, ત્યાંના શહેરો અને ગામોના નામ પણ તેમના અનુસાર હતા. ઘણા મધ્યયુગીન શાસકોએ શહેરોની સ્થાપના કરી અને તે શહેરોને તેમના પરિવારના સભ્યો અથવા પોતાના નામ પરથી નામ આપ્યું. ઉદાહરણ તરીકે, જ્યારે મુહમ્મદ બિન તુઘલક, જે દિલ્હી સલ્તનતના ઇતિહાસમાં એક મૂર્ખ શાસક તરીકે ઓળખાય છે. તેણે રાજધાની દિલ્હીથી દેવગિરીમાં ખસેડી, ત્યારે તેણે દેવગિરીનું નામ બદલીને દૌલતાબાદ રાખ્યું. હવે આ શહેર દૌલતાબાદ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે, વર્ષ 1303માં ચિત્તોડગઢના કિલ્લા પર કબજો કર્યા પછી, અલાદુદ્દીન ખિલજીએ તેમના પુત્ર ખિઝર ખાનના નામ પર ચિત્તોડગઢનું નામ બદલીને ખિઝરાબાદ રાખ્યું.

મુઘલોએ બદલી નાખ્યા હતા ઘણા શહેરોના નામ

ઉદાહરણ તરીકે, આગ્રાનું નામ અકબરના નામ પરથી અકબરાબાદ રાખવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે અગાઉ બનારસનું નામ પણ થોડા દિવસો માટે મોહમ્મદાબાદ હતું. આ યાદીમાં ઘણા શહેરોના નામ છે. જેમ કે આમેરનું નામ બદલીને મોમિનાબાદ કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે ગુજરાતમાં અમદાવાદ શહેરનું નામ પહેલા કર્ણાવતી હતું. આ ઉપરાંત જામનગરનું નામ ઈસ્લામનગર, સતારાનું નામ અઝમતારા, મૈસૂરનું નામ નઝરાબાદ, મેંગ્લોરનું નામ જલાલાબાદ, મદિકેરીનું નામ જાફરાબાદ કર્યા નું ઉલ્લેખવામાં આવ્યું છે.

ઘણા શહેરોના નામ મુઘલોના નામ પર

મીડિયા અહેવાલ મુજબ, તમને એ હકીકત પરથી ખ્યાલ આવી શકે છે કે કેટલા શહેરોના નામ મુઘલોના નામ પર રાખવામાં આવ્યા હતા. કારણ કે ભારતમાં 704 સ્થળોના નામ 6 મુઘલ શાસકોના નામ પર છે. આ મુઘલોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. જેમાં દેશના 251 ગામોના નામ અકબરના નામ પર છે. આ પછી ઔરંગઝેબના 177, જહાંગીરના 141, શાહજહાંના 63, બાબરના 61 અને હુમાયુના 11 નામ છે. આ સિવાય દેશમાં લગભગ 70 અકબરપુર, 63 ઔરંગાબાદ હોવાનું કહેવાય છે.

જેમાં 392 ઉત્તર પ્રદેશ, 97 બિહાર, 50 મહારાષ્ટ્ર, 38 હરિયાણા, 09 આંધ્રપ્રદેશ, 03 છત્તીસગઢ, 12 ગુજરાત, 04 જમ્મુ અને કાશ્મીર, 03 દિલ્હી, 22 મધ્ય પ્રદેશ, 27 પંજાબ, 04 ઓડિશા, 09 પશ્ચિમ બંગાળ, 13 ઉત્તરાખંડ અને 13નો સમાવેશ થાય છે. 20 રાજસ્થાનમાં છે. આ સિવાય અંગ્રેજોએ ઘણા શહેરોના નામ બદલી નાખ્યા હતા અને પછી ભારતની આઝાદી પછી દેશના ઘણા શહેરોના નામ બદલ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Kambala Racing: નિશાંત શેટ્ટીએ શ્રીનિવાસ ગૌડાનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ, 8.36 સેકન્ડમાં પૂરી કરી 100 મીટરની રેસ

આ પણ વાંચો:  Knowledge: કરોળિયો પોતાની સુરક્ષા માટે પણ જાળાનો કરે છે ઉપયોગ, તેની પદ્ધતિ જાણીને તમને લાગશે નવાઈ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">