Gujarat Video : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની રંગેચંગે તૈયારી, સોનાવેશમાં શોભ્યા નાથ, સીએમ ભૂપેન્દ્ર પટેલે મંદિરે જઈ કરી સંધ્યા આરતી

Gujarat Video : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની રંગેચંગે તૈયારી, સોનાવેશમાં શોભ્યા નાથ, સીએમ ભૂપેન્દ્ર પટેલે મંદિરે જઈ કરી સંધ્યા આરતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 8:46 PM

Ahmedabad: ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તમામ તૈયારીઓ આટોપી લેવાઈ છે. નગરના નાથની 146મી રથયાત્રા નીકળવાની છે એ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે જઈ સંધ્યા આરતી કરી હતી.

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની રંગેચંગે તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલ મંગળવારે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળવાની છે, આ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમાલપુર મંદિરે જઈ સોનાવેશમાં નાથના દર્શન કર્યા હતા અને નાથની સંધ્યા આરતીમાં સામેલ થયા હતા. દર વર્ષની જેમ મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી કરી હતી. આવતીકાલ અષાઢી બીજની સવારે સીએમ પહિંદ વિધિ કરી રથયાત્રા માટે રથનું પ્રસ્થાન કરાવશે.

આ પણ વાંચો : Gujarat Video: રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જગન્નાથ મંદિરે પહોંચ્યો PM મોદીનો ખાસ પ્રસાદ, મુખ્યમંત્રી હતા ત્યારથી પ્રસાદ મોકલવાની પરંપરા PMએ દિલ્હી જઈને પણ જાળવી

પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમા રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તેનું શુભેચ્છાઓ પાઠવું છું. પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમા રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તેનું શુભેચ્છાઓ પાઠવું છું. રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે તે માટે ભગવાનન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી છે એમ પણ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.

બિપરજોય વાવાઝોડા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત પર આ સંકટ આવ્યું પરંતુ આપણા આગોતરા અને સમયસર ના આયોજન થી ઝીરો કેઝ્યુલિટી સાથે રાજ્યમાંથી આપણે વાવાઝોડા માંથી પાર ઉતર્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને અમિત શાહના સાથ, સહકારથી રાજ્ય સરકાર અને પ્રજાજનોએ આ વાવાઝોડા ની આફત સામે એક ટીમ બનીને કામ કર્યું છે, એવું પણ તેમણે ઉમેર્યું હતું.

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 19, 2023 08:33 PM
g clip-path="url(#clip0_868_265)">