AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગુજકોમાસોલની વાર્ષિક સામાન્ય સભામાં સભાસદોને 20 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત, 200થી વધુ તાલુકામાં રિટેલ મોલ શરૂ કરાશે

Ahmedabad: ખેડૂતો માટે કામ કરતી સંસ્થા ગુજકોમાસોલ (Gujarat State Co-operative Marketing Federation Ltd) ની 62 મી સાધારણ સભા મળી હતી. જેમા સભાસદોને 20 ટકા ડિવિડન્ડ આપવાનો નિર્ણય કરાયો છે. સાથે જ ગુજકોમાસોલ 200થી વધુ તાલુકામાં રિટેલ મોલ શરૂ કરવા જઈ રહી છે.

Ahmedabad: ગુજકોમાસોલની વાર્ષિક સામાન્ય સભામાં સભાસદોને 20 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત, 200થી વધુ તાલુકામાં રિટેલ મોલ શરૂ કરાશે
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 27, 2023 | 6:37 AM
Share

Ahmedabad: ખેડૂતો માટે કામ કરતી સંસ્થા ગુજકોમાસોલની 62 મી વાર્ષિક સામાન્ય સભા અમદાવાદમાં યોજાઈ.. કરોડોનું ટર્ન ઓવર ધરાવતી સંસ્થાએ આ વર્ષે સભાસદોને 20 ટકા ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે તો સમગ્ર રાજ્યમાં 200 કરતા વધારે સેન્ટરો પર ગુજકોમાસોલના રિટેલ સ્ટોર શરૂ કરવાની પણ જાહેરાત કરાઈ છે. ગુજકોમાસોલની વાર્ષિક સામાન્ય સભા અમદાવાદમાં યોજાઈ. હજારો સભાસદો સાથે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, વાઇસ ચેરમેન બિપીન પટેલ, સહકારી આગેવાન અને ધારાસભ્ય જયેશ રાદડિયા, રાજ્યસભાના સાંસદ નરહરી અમીન અને ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચેરમેને ગતવર્ષની ગુજકોમાસોલની કામગીરી વર્ણવી હતી. જેમાં અત્યાર સુધીનું આ વર્ષે સૌથી વધુ 4764.33 કરોડનું ટર્ન ઓવર કર્યું છે. કુલ ટર્નઓવરમાંથી નેટ નફો 23.742 કરોડ જે ગત વર્ષ કરતા 3 ઘણો વધારે છે. ગુજકોમાસોલ 1752 કરોડના ચણાની ખરીદી ટેકાના ભાવે તેમજ 459 કરોડના રાયડાની ખરીદી ટેકાના ભાવે કરી હતી. બિયારણ વિભાગ નું અગાઉ ટર્નઓવર 58.64 કરોડ હતું, ત્યારબાદ 77.91 કરોડ થયું અને હવે ચાલુ વર્ષે 100 કરોડને પાર કરી 101. 47 કરોડ સુધી પહોંચ્યું છે.

ગુજકોમાસોલના 200થી વધુ રિટેલ સ્ટોર શરૂ થશે

ગુજકોમાસોલ ખેડૂતો અંગે કામ કરતી સંસ્થા છે. અત્યારે ટેકાના ભાવે ખરીદી, બિયારણ અને અન્ય કામગીરી સાથે સંકળાયેલી છે. પરંતુ ભવિષ્યમાં રિટેલ ઉદ્યોગમાં પણ ઝંપલાવશે એવી જાહેરાત કરવામાં આવી. ખેડૂતોની પેદાશોનું સારા ભાવે વેચાણ થાય અને વચેટિયા પ્રથા બંધ થાય એ માટે ગુજકોમાસોલ રાજ્યમાં 200થી પણ વધુ રિટેઇલ સ્ટોર શરૂ કરશે એ અંગેની જાહેરાત ચેરમેન દિલીપ સંઘાણી એ કરી. ગુજકોમાસોલના ‘ગુજકો મીની’, ‘ગુજકો માર્ટ’ અને ‘ગુજકો સુપર માર્ટ’ આગામી દિવસોમાં શરૂઆત થશે. જેમાં ખેડૂતો દ્વારા તૈયાર થતી પ્રોડક્ટ ગ્રાહકો સારી ગુણવત્તામાં અને સારા ભાવે પ્રાપ્ત થશે. તેમજ એનો લાભ ખેડૂતોને મળી રહે એ મુખ્ય આશય રહેશે.

આ પણ વાંચો: Surendranagar: વસ્તડી પૂલ દુર્ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી, લેખિતમાં ફરિયાદ અપાઈ હોવા છતા નિષ્ક્રિય બેસી રહ્યુ તંત્ર

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">