AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: રાજ્યના 43 શ્રેષ્ઠ શિક્ષકનું મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા એવોર્ડ આપી કરાયુ સન્માન, 6 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ કરાયા સન્માનિત

Ahmedabad: અમદાવાદમાં ટાગોર હોલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો. રાજ્યના દરેક જિલ્લાના શિક્ષકોના સન્માન માટ આ સમારોહ યોજાયો હતો.

Ahmedabad: રાજ્યના 43 શ્રેષ્ઠ શિક્ષકનું મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા એવોર્ડ આપી કરાયુ સન્માન, 6 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ કરાયા સન્માનિત
શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2022 | 7:07 PM
Share

અમદાવાદ(Ahmedabad)માં ટાગોર હોલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)ની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. સમગ્ર 33 જિલ્લામાં શિક્ષકોના સન્માન માટે આ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે 15 વર્ષથી જેમની અલગ અલગ જગ્યાઓ પર શિક્ષક તરીકે ફરજ બજાવનારા 43 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યુ. ઉપરાંત 6 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે ભારતની દરેક જ્ઞાતિનો વિદ્યાર્થી આજે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. જેનો શ્રેય શિક્ષકોને જાય છે. આઝાદીના 75 વર્ષમાં લાખો શિક્ષકોએ શિક્ષાનું દાન કરીને અનેકનું જીવન પ્રકાશિત કર્યુ છે. CMએ જણાવ્યુ કે દેશના શ્રેષ્ઠ નિર્માતા સર્જક અને ગુરુ સ્વરૂપે નરેન્દ્ર મોદી આપણું નેતૃત્વ કરી રહ્યા છે.

શિક્ષકોને માસ્તરમાંથી ગુરુજી કહેવાની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરાવી- મુખ્યમંત્રી

રાજ્યનું પ્રત્યેક બાળક રાજ્યની સંપત્તિ છે. દરેક બાળકને સાચી કેળવણી આપવા શિક્ષણ વિભાગ તૈયાર છે. વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે માસ્તર કહેવાતા શિક્ષકોને ગુરુજી કહેવાની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરાવી હતી. આ પ્રસંગે તેમણે શિક્ષાનું મહત્વ સમજાવતા કહ્યુ કે શિક્ષા એવી વસ્તુ છે જે જીવનભર લઈ શકાય છે તો પીએમ મોદીની પ્રશંસા કરી કે પીએમ નરેન્દ્ર મોદીએ શિક્ષણમાં જે મજબૂત પાયો મૂક્યો તેના પરિણામે શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન આવ્યા છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે હું સ્કૂલબોર્ડમાં વાઈસ ચેરમેન હતો, મેં ઘણા શિક્ષકો સાથએ કામ કર્યુ છે. વિદ્યાર્થી એક દિવસ ના આવે એટલે શિક્ષક એમના ઘરે પહોંચી જાય એવી વ્યવસ્થા આજે ઉભી થઈ છે. રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા હતો, જે ઘટીને માત્ર 2 ટકા રહ્યો છે. તેમણે કહ્યું, જ્યાં શિક્ષણ છે ત્યાં સમસ્યા નથી, અણસમજને કારણે જ સમસ્યાઓ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે શિક્ષકોને સમસ્યા ન થાય એવો સરકારનો પ્રયાસ છે. રાજ્યમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધરી છે અને એટલે જ શાળા પ્રવોશોત્સવમાં આ વખતે અમદાવાદમાં 5900 છોકરાઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવ્યા છે. આ અગાઉ 60 હજાર જેટલા બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવી ચુક્યા છે. સ્માર્ટ ક્લાસ, ડિજિટલ ક્લાસના માધ્યમથી શિક્ષણ આપી રહ્યા છે.

બાળકના ત્રણ ગુરુ છે, માતા, પિતા અને શિક્ષક: રાજ્યપાલ

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમના સંબોધનમાં કહ્યું કે હું 35 વર્ષ કુરુક્ષેત્રમાં પ્રધાન આચાર્ય રહ્યો છુ. શિક્ષકો સાથે મળીને અભિયાન ચલાવ્યુ હતુ. આજના યુગમાં પરિશ્રમ કરીને પ્રયાસ કરીએ કે લોકો તેમના બાળકોને આપણી સાથે જોડે. તેમણે શિક્ષણ વિભાગને શુભેચ્છા આપતા જણાવ્યુ કે આપ શિક્ષક છો મારો પરિવાર છો. આ પ્રસંગે પીએમ મોદીને યાદ કરતા કહ્યું કે આપદાને અવસરમાં બદલતા શીખો, ભુજમાં ભૂકંપ આવ્યો પણ એ આપદાને અવસરમાં એમણે બદલી. તેમના દિવસોને યાદ કરતા તેમણે જણાવ્યુ કે તેઓ જ્યાં બાળકોના પ્રવેશ માટે ઘરે ઘરે જઈને માતાપિતાને સમજાવતા હતા, ત્યાં આ વર્ષે 5 બાળકોના પ્રવેશ માટે 9500 બાળકો પરીક્ષામાં બેસવાના છે. તેમણે કહ્યુ શિક્ષક ધારે તે કરી શકે છે.

રાજ્ય પાસે શિક્ષકોના મહત્વની વાત કરતા કહ્યુ બાળકના ત્રણ ગુરુ હોય છે માતા-પિતા અને શિક્ષક, આચાર્યનો અર્થ જે પોતાના શિષ્યને ગ્રહણ કરી, તેના ભવિષ્યનું નિર્માણ કરે તે છે. માનવ નિર્માણ સૌથી મુશ્કેલ કામ છે પણ સૌથી જરૂરી કામ પણ માનવ નિર્માણ જ છે. એની જવાબદારી આપણને મળી છે. તેમણે કહ્યું દુનિયામાં એકપણ સ્કૂલ એવી નથી, જ્યાં દરવાજા પર લખ્યુ હોય કે અહીં ચોર બનાવવામાં આવે છે. બાળક ભાષણથી નથી શીખતો, મારી 4 ગુરુકુળમાં 5 હજાર બાળકો ભણે છે. સંસ્કાર અને વિચારો દ્વારા બાળકોનુ ભવિષ્ય બને છે તેમ રાજ્યપાલે જણાવ્યુુ હતુ.

ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ- અમદાવાદ

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">