Gujarat ના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિરે દર્શન કર્યા

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી, પરમ પૂજ્ય દાદા ભગવાન તેમજ અન્ય દેવ-દેવીઓની પ્રતિમાને ભાવપૂર્વક વંદન કરીને આશિષ મેળવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 10:58 PM

ગુજરાત(Gujarat) ના નવનિયુક્ત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel)  અડાલજના પ્રાંગણમાં નિર્મિત પરમ પૂજ્ય દાદા ભગવાન પ્રરૂપિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરે(Trimandir) દર્શન માટે પધાર્યા હતા. અહીં તેમણે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી, પરમ પૂજ્ય દાદા ભગવાન તેમજ અન્ય દેવ-દેવીઓની પ્રતિમાને ભાવપૂર્વક વંદન કરીને આશિષ મેળવ્યા હતા.

તેમણે  અડાલજ સ્થિત પરમ પૂજ્ય દાદા ભગવાનના આશીર્વાદ પામેલા અને પૂજ્ય નીરુમાના અંતેવાસી, પૂજ્ય  દીપકભાઈ દેસાઈને મળીને તેમના અભિવાદન અને આશીર્વાદ મેળવ્યા હતા.પૂજ્યએ તેમને આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે, “છ કરોડની ગુજરાતની જનતા આપણો પરિવાર જ છે. બધાનું ધ્યાન રાખવાનું છે. આપણે કાંઈ જોઈતું નથી, ખૂબ પ્યોરિટીથી કામ કરીશું. અને દાદા ભગવાનના આશીર્વાદ આપણી સાથે જ છે.

રાજકીય ક્ષેત્રે ઘણાં વર્ષોથી સક્રિય અને સહુની સાથે તાલમેલથી ચાલતા  ભૂપેન્દ્રભાઈ, તેમના પરમ પૂજ્ય દાદા ભગવાન માટેના અનન્ય ભક્તિભાવ ને કારણે વિધાનસભા વિસ્તારમાં “દાદા” તરીકે પણ ઓળખાય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત(Gujarat)ના નવા સીએમ તરીકે ભાજપ દ્વારા ભૂપેન્દ્ર પટેલની(Bhupendra Patel) વરણી કરવામાં આવી છે. જો કે તેમની વરણી બાદ તેમણે મુખ્યમંત્રી પદની પસંદગી માટે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. તેમજ તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને વિજય રૂપાણીની ટીમનો પર તેમની પર વિશ્વાસ મૂકવા બદલ આભાર માન્યો છે.

નવા વરાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિકાસના કામો સંગઠન અને સરકાર સાથે રહીને કરીશું. તેમજ મને મને કોઈ અણસાર નહોતો તેમજ પાર્ટી જ્યારે કહે ત્યારે જ ખબર પડે છે. આ ઉપરાંત મારી પર પક્ષના મોવડી મંડળનો સવિશેષ વિશ્વાસ રહ્યો છે.

આ પણ વાંચો : Gujarat ના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલ સોમવારે લેશે શપથ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે

આ પણ વાંચો: Gujarat ના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ક્ષમતાના આધારે વરણી : સી.આર.પાટીલ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">