Ahmedabad : GTUના વિદ્યાર્થીઓનું અનોખું સ્ટાર્ટઅપ, જુના ટુ-વ્હીલરને ઇલેક્ટ્રિકલ વિહિકલમાં કન્વર્ટ કરવાની કીટ વિકસાવી

GTUના વિદ્યાર્થીઓએ અનોખું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. જુના ભંગારમાં પડેલા ટુ વ્હીલરને ઇલેક્ટ્રિકલ વિહિકલમાં કન્વર્ટ કરવા અનોખો પ્રોજેકટ શરૂ કર્યો છે.

Ahmedabad : GTUના વિદ્યાર્થીઓનું અનોખું સ્ટાર્ટઅપ, જુના ટુ-વ્હીલરને ઇલેક્ટ્રિકલ વિહિકલમાં કન્વર્ટ કરવાની કીટ વિકસાવી
GTUના વિદ્યાર્થીઓનું અનોખું સ્ટાર્ટઅપ
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Jul 04, 2021 | 7:00 PM

Ahmedabad : GTUના વિદ્યાર્થીઓએ અનોખું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. જુના ભંગારમાં પડેલા ટુ વ્હીલરને ઇલેક્ટ્રિકલ વિહિકલમાં કન્વર્ટ કરવા અનોખો પ્રોજેકટ શરૂ કર્યો છે. જુના ટુ વ્હીલરને ઇલેક્ટ્રિકલ વ્હીલરમાં કન્વર્ટ કરવા ખાસ કીટ બનાવી છે. જેના દ્વારા ભંગારમાં પડેલા વાહનને ઇલેક્ટ્રિકલ વાહનમાં કન્વર્ટ કરી શકાય છે.

GTUની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતા અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયાએ અનોખું સ્ટાર્ટઅપ કર્યું છે. પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે GTUના વિદ્યાર્થીઓએ આર્કી નામની ઇ-બાઇક બનાવી છે. ભંગારમાં પડેલા 15-20 વર્ષ જુના પેટ્રોલ ટુ વ્હીલરના એન્જીનને ઇલેક્ટ્રિકલ કિટમાં કન્વર્ટ કરી આર્કી બાઇક બનાવી છે. ઇલેક્ટ્રિકલ કીટ દ્વારા કોઈપણ ટુ વ્હીલરને 20થી 25 હજાર રૂપિયામાં ઇ બાઇકમાં કન્વર્ટ કરી શકાય છે.

આ સ્ટાર્ટઅપ તેમણે 2018માં શરૂ કર્યું હતું. જીટીયુના વિદ્યાર્થીઓને પ્રોટોટાઈપ તૈયાર કરવામાં સફળતા મળી છે. અને આર્કી સ્ટાર્ટઅપને નેશનલ લેવલે પ્રથમ ક્રમ મળ્યો છે. આ સ્ટાર્ટઅપના પ્રોડક્શન અને પેટન્ટ માટે કામ ચાલી રહ્યું છે. જુના વ્હીલરનું એન્જીન કાઢીને એન્જીનની જગ્યાએ 100 વોટની મોટર ફિટ કરવામાં આવી છે. આ મોટરને બેટરી સાથે જોડવામાં આવી છે. જેને બે કલાક ચાર્જ કરીને 60 કિલોમીટર સુધી 80 કિલોમીટરની સ્પીડમાં ચલાવી શકાય છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ સ્ટાર્ટઅપ કરનાર જીટીયુના વિદ્યાર્થી અર્પિત ચૌહાણે જણાવ્યું હતું કે 2018માં આ સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. ત્યાર બાદ GTU દ્વારા સપોર્ટ મળતાં અમે આ સ્તરે પહોંચ્યા છે. આગામી દિવસોમાં આ સ્ટાર્ટઅપ દ્વારા એક વર્ષમાં 70 લાખ સ્ક્રેપેજ બાઇકને ઇ બાઇકમાં કન્વર્ટ કરવાનો ધ્યેય છે. સ્ટાર્ટઅપકર્તા કાર્તિક આત્રેયે જણાવ્યું હતું કે પ્રોટોટાઈપ કરવામાં અમને સફળતા મળી છે. હવે પેટન્ટ કરવા માટે અરજી કરી છે. પેટન્ટ રજીસ્ટર થયા બાદ પ્રોડક્શન અને વેચાણ શરૂ કરવાનો ગોલ છે.

આ સ્ટાર્ટઅપની ખાસિયત એ છે કે જુના વેસ્ટ વ્હીકલને ઇવીમાં કન્વર્ટ કરી શકાય છે. દેશમાં હાલ 1.7 કરોડ સ્ક્રેપેજ ટુ વ્હીલર છે. આ ટુ વ્હીલરને સ્ક્રેપેજ કરવાને બદલે ઇવીમાં કન્વર્ટ કરી ઉપયોગમાં લઇ શકાય છે. આ ઇ બાઇકમાં 4 લેટએસિડ અને લિથિયમની 2 મળી કુલ 6 બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બેટરી 2000 વખત ચાર્જીંગ કરી શકાય છે. માત્ર 2 યુનિટ લાઈટ બિલના ખર્ચમાં 80 કિ.મી. સુધીની મુસાફરી કરી શકાય છે. જે 19 પૈસામાં પ્રતિ કિમીની એવરેઝ આપે છે.

જીટીયુની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ મેનેજમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર તુષાર પંચાલે જણાવ્યું હતું કે અત્યારે સ્ક્રેપેજ બાઈકને કન્વર્ટ કરવા માટે મંજૂરી લેવી પડે છે. જો સરકાર સ્ક્રેપેજ બાઇકને કન્વર્ટ કરવા પોલિસી જાહેર કરી ભંગારમાં પડેલા કોઈપણ કંપનીના બાઇકને કન્વર્ટ કરવા મંજૂરી આપે તો આ સ્ટાર્ટઅપ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. હાલમાં ગુજરાત સરકારે પણ ઇ વિહિકલ પર ભાર મુક્યો છે અને સબસીડી યોજના પણ જાહેર કરી છે. ત્યારે GTUના વિદ્યાર્થીઓનું આ ઇનોવેશન ખૂબ ઉપયોગી નિવડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">