Ahmedabad : ગણેશ ઉત્સવ AMCના કોન્ટ્રાક્ટરો માટે બન્યો મહોત્સવ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વિસર્જન કુંડ બનાવવા બમણો ખર્ચ
ગયા વર્ષે 2થી અઢી કરોડ કુલ ખર્ચ કુંડ બનાવવા કરાયો હતો. આ વર્ષે તેનાથી પણ બમણો ખર્ચ થવાનો છે. આ વર્ષે 5થી 6 કરોડ સુધી કુંડનો ખર્ચ થશે. મહત્વનું છે કે, 2 વર્ષથી કાયમી કુંડ બનાવવાની વાત કરવામાં આવી રહી છે, જેથી વારંવાર આ ખર્ચ ન થાય. પરંતુ કાયમી કુંડની વાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે.

અમદાવાદમાં (Ahmedabad) ગણેશ મહોત્સવને લઈને AMCએ આયોજન કર્યું છે. જો કે, ગણેશ ઉત્સવ AMCના કોન્ટ્રાક્ટરો માટે મહોત્સવ બન્યો છે. ગયા વર્ષે કુંડ બનાવવા પાછળ ખર્ચ કુંડ દીઠ 7થી 10 લાખ કરાયો હતો. જો કે, આ વર્ષે કુંડ દીઠ 11થી 17 લાખ ખર્ચ AMC કરશે. ગણેશ વિસર્જન માટે 7 ઝોનમાં કુંડ બનાવશે. જેમાં કુલ 46 વિસર્જન કુંડ બનાવવામાં આવશે.
ગયા વર્ષે 2થી અઢી કરોડ કુલ ખર્ચ કુંડ બનાવવા કરાયો હતો. આ વર્ષે તેનાથી પણ બમણો ખર્ચ થવાનો છે. આ વર્ષે 5થી 6 કરોડ સુધી કુંડનો ખર્ચ થશે. મહત્વનું છે કે, 2 વર્ષથી કાયમી કુંડ બનાવવાની વાત કરવામાં આવી રહી છે, જેથી વારંવાર આ ખર્ચ ન થાય. પરંતુ કાયમી કુંડની વાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે.
આ વર્ષે તા.19 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે મહોત્સવને લઈને AMC ગણેશજીની મૂર્તિના વિસેરજનને લઈને ખાસ તૈયારીઓ કરી લીધી છે. આ માટે વિવિધ ઝોનમાં જુદી જુદી જગ્યાએ કુલ 46 વિસર્જન કુંડની સુવિધા કરવામાં આવી છે.
ઝોન વાઈઝ વિસેર્જની કુંડની વાત કરીએ તો મધ્ય ઝોન-9, ઉત્તર ઝોન-6, દક્ષિણ ઝોન-5, પૂર્વ ઝોન-4, પશ્ચિમ ઝોન-13, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 9 કુંડ બનાવવામાં આવશે. આ ઉપરાંત ફાયરબ્રિગેડ, ક્રેઈન, પીવાના પાણીની સુવિધા તેમજ તમામ વિસર્જન સ્થળોની આસપાસ લાઈટ તેમજ સફાઈની સુવિધા, મોબાઈલ ટોઈલેટ વાનની સુવિધા અને ખાલી ડ્રમની વ્યવસ્થા કરવામાં આવશે.
ફાયર વિભાગ દ્વારા ચીફ ફાયર ઓફિસરથી લઈ ફાયરમેન સુધીના કુલ 263 જેટલા સ્ટાફની વિસર્જન માટે ફાળવણી વિસર્જનના દિવસે શાહીબાગ, જમાલપુર, પાલડી, ટાઉનહોલ, વાડજ હજાર રેહેશે. તો તિલકબાગ ખાતે સ્વાગત સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવશે.
ગણેશોત્સવ માટે “લોકમાન્ય તિલક” ટ્રોફી એનાયત કરવાની તથા તે માટે જરૂરી સ્પર્ધાનું આયોજન કરાશે. ઈકોફ્રેન્ડલી ગણેશોત્સવ તથા સ્વચ્છતા અને પાર્કીંગ વ્યવસ્થાના આયોજનના વિષયને ધ્યાને લઈ લોકમાન્ય ટ્રોફી ઉપરાંત ‘ઈકોફ્રેન્ડલી ગણેશોત્સવ પ્રોત્સાહન અપાશે. સ્પર્ધાનું આયોજન તેમજ ઝોન દીઠ પ્રોત્સાહક ઈનામ વિતરણ પણ કરવામાં આવશે.
વિસર્જન અંતર્ગત સેન્ટ્રલ વર્કશોક વિભાગ દ્વારા હાઈડ્રાક્રેઈન, જે.સી.બી., એસ્કેવેટર, ટીપર ટ્રક જેવા વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત વિસર્જન અંતર્ગત સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વિવિધ વિસર્જન કુંડ સ્થળે સાફ-સફાઈની વ્યવસ્થા માટે જરૂરી સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો