Gujarati Video: રાજ્યમાં ધાર્મિક ભેદભાવ અંગેની અરજીને હાઇકોર્ટે ફગાવી, અરજદારને ફટકાર્યો રૂ.10 હજારનો દંડ
Ahmedabad: ગુજરાત હાઈકોર્ટમાં ધાર્મિક ભેદભાવ અંગે કરાયેલી અરજી અંગે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ કોર્ટે અરજદારને જ દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે અગાઉ પણ અરજદારને આવી અરજી ન કરવા માટે નિર્દેશ કર્યા હતા છતા આ પ્રકારની અરજી ફરીવાર કરાતા કોર્ટે સખ્ત નારાજગી દર્શાવતા અરજદારને દંડ કર્યો છે. સાથોસાથ કોર્ટે અરજદારની જાહેરહિતની અરજીને પાયાવિહોણી ગણાવી છે. રજૂઆત વ્યાજબી ન હોવાનું કોર્ટનું અવલોકન.
Ahmedabad: રાજ્યમાં ધાર્મિક ભેદભાવ અંગે કરાયેલી અરજી અંગે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. અરજદારની રજૂઆત ગેરવ્યાજબી હોવાનું ટાંકી હાઇકોર્ટે અરજી ફગાવી દીધી છે. જાહેરહિતની અરજીને પાયાવિહોણી ગણી હાઇકોર્ટે ફગાવી. સાથે જ કોર્ટે અરજદારને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે અગાઉ પણ અરજદારને આવી ધાર્મિક ભેદભાવ અંગેની અરજી ન કરવા માટે સૂચન કર્યું હતું. છતાં આવી અરજી થતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
સરકાર એક જ ધર્મના લોકોને પ્રાધાન્ય આપતી હોવાની હતી અરજદારની અરજી
મહત્વનું છે કે રાજ્ય સરકાર એક જ ધર્મના લોકોને પ્રાધાન્ય આપતી હોવાની ફરિયાદ સાથે એક અરજદારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં સરકાર એક જ ધર્મના લોકોને પ્રાધાન્ય આપતી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. તંત્ર માત્ર સ્મશાન ગૃહ માટે ફંડ અને જગ્યાની ફાળવણી કરતી હોવાની રજૂઆત હતી. જ્યારે કબ્રસ્તાન કે અન્ય દફનવિધિ માટે ફંડ કે જમીનની ફાળવણી ન થતીં હોવાનો આરોપ હતો. અરજદારનું કહેવું હતું કે લોકોના ટેક્સના પૈસાનો ઉપયોગ કોઇ એક ધર્મ, સંપ્રદાય કે સમુહ માટે કરી શકાય નહીં.
Input Credit- Ronak Varma- Ahmedabad
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો