AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : દોસ્તી બની લોહીયાળ, જૂની અદાવતમાં દુશ્મન બનેલા મિત્રએ જ કરી નાખી મિત્રની હત્યા

Ahmedabad: શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. મિત્રના હાથે જ મિત્રની હત્યા કરવામાં આવી છે. બે મિત્રોની મિત્રતામાં એક એવી ઘટના બની કે જેને લઈને મિત્રતા દુશ્મનાવટમાં પલટાઈ ગઈ અને મિત્ર જ બની ગયો મિત્રનો હત્યારો

Ahmedabad : દોસ્તી બની લોહીયાળ, જૂની અદાવતમાં દુશ્મન બનેલા મિત્રએ જ કરી નાખી મિત્રની હત્યા
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 03, 2023 | 9:20 PM
Share

અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરીથી રક્તરંજિત બન્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રવિવારની રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગોમતીપુર વિસ્તારમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે જિજ્ઞેશ પરમાર અને અમરાઈવાડીમાં રહેતો સંજય ઉર્ફે કાળુ ચોટી બંને એકબીજાના મિત્રો હતા. બંને મિત્રો છેલ્લા બે વર્ષથી સાથે હરતા ફરતા હતા. પરંતુ બે વર્ષ પહેલા એક એવી ઘટના બની કે જેની અદાવત રાખી બંને વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થયા હતા. જોકે ગઇકાલે રાત્રે ગોમતીપુરમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીગ્નેશ અમરાઇવાડી સંજયને મળવા આવ્યો હતો. જ્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને સમગ્ર મામલો હત્યામાં પલટાયો હતો.

બે વર્ષ પહેલાની ઘટનાની અદાવત રાખી કરી નાખી હત્યા

બે વર્ષ પહેલા જીતેન્દ્ર અને સંજય વચ્ચે ઝગડો થયો હતો. સંજયની રિક્ષા લઇને સંજય અને જીતેન્દ્ર નીકળ્યા હતાં. સંજયની રિક્ષા જીતેન્દ્ર ચલાવતો હતો અને સંજય બાજુમાં બેઠો હતો. જોકે અચાનક રિક્ષા પરથી જીતેન્દ્ર એ કાબુ ગુમાવતા રિક્ષા પલટી મારી હતી. જેમાં સંજયને ઈજાઓ થઈ હતી અને ફેક્ચર આવ્યું હતું. બસ આ ઘટનાનો ખાર રાખી સંજય અને જીતેન્દ્ર વચ્ચે અનેક વખત માથાકૂટ થતી હતી. રવિવારે જીતેન્દ્ર તેના અન્ય એક મિત્ર સાથે સંજયને મળવા આવ્યો હતો જ્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી જીતેન્દ્ર સાથે આવેલા ત્રીજા મિત્રએ બંને છોડાવી જીતેન્દ્ર ગોમતીપુર પરત લઇ આવ્યો હતો. જોકે જીતેન્દ્ર ફરીથી અમરાઇવાડી સંજયના ઘરે આવ્યો હતો જ્યાં સંજય અને તેના ભાઈ દીપકે જીતેન્દ્રને માર મારતા તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોAhmedabad: થલતેજ વિસ્તારમાં ટોરેન્ટ પાવરની દીવાલ ધરાશાયી થતા વાહનો દટાયા, ફાયર બ્રિગેડને મળતા ઈમરજન્સી કોલમાં વધારો

પોલીસે હત્યારા આરોપી બંને ભાઈની કરી ધરપકડ

હત્યાનો બનાવ સામે આવતા ગણતરીના કલાકમાં પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી સંજય ઉર્ફે કાળુ તેમજ મૃતક જીતેન્દ્ર નશાનો બંધાણી છે. આરોપી સંજય અગાઉ પણ મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હાલ તો પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">