AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad :વિદેશમાં વર્ક વિઝા અપાવવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ, સુરતથી બે આરોપીની ધરપકડ

વિદેશમાં વર્ક  વિઝા અપાવવાના નામે છેતરપિંડી કરતી ટોળકીનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમે સુરતથી બે આરોપીની ધરપકડ કરી 15 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.અમદાવાદ સાઇબર ક્રાઇમે બે આરોપી ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણની ધરપકડ કરી છે. જેમાં સુરત વિસ્તારના રહેવાસી છે.આ બંને આરોપીએ સાથે મળી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી.પરંતુ પોલીસ પકડથી દૂર રહ્યા હતા

Ahmedabad :વિદેશમાં વર્ક વિઝા અપાવવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ, સુરતથી બે આરોપીની ધરપકડ
Ahmedabad Cyber Crime Arrest Visa Fraud Accused
Mihir Soni
| Edited By: | Updated on: Feb 02, 2023 | 5:23 PM
Share

વિદેશમાં વર્ક  વિઝા અપાવવાના નામે છેતરપિંડી કરતી ટોળકીનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમે સુરતથી બે આરોપીની ધરપકડ કરી 15 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.અમદાવાદ સાઇબર ક્રાઇમે બે આરોપી ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણની ધરપકડ કરી છે. જેમાં સુરત વિસ્તારના રહેવાસી છે.આ બંને આરોપીએ સાથે મળી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી.પરંતુ પોલીસ પકડથી દૂર રહ્યા હતા. અમેરિકા અને કેનેડા જવા ઈચ્છતા લોકોને વર્ક પરમિટ આપવાના બહાને તેમની પાસેથી છેતરપિંડી કરતા હતા.જેમા ભોગ બનનારના બેંક એકાઉન્ટમા રૂપિયાની ખોટી એન્ટ્રી બતાવવા માટે બીજા ભોગ બનનારના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા.

અરજદારોના નામે બેંક અકાઉન્ટ ખોલાવી તેમના નામના સિમકાર્ડ પણ મેળવી લેતો હતો

છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી અંદાજીત 31 લાખથી વધુની 14 લોકો સાથે છેતરપિંડી કરી છે. પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી ત્યારે હકિકત સામે આવી કે ઉમેશ ચૌહાણ ધોરણ 12 ભણેલ છે. આ અગાઉ બેંકમા એકાઉન્ટ ખોલવાની સામાન્ય નોકરી કરતો હતો. જ્યાંથી તે પોતાનુ બેંક અકાઉન્ટ કે સિમકાર્ડ વાપર્યા વિના છેતરપિંડી કરતા શીખ્યો. જેની બાદ આરોપીએ વિઝા માટે જરૂરી બેંક બેલેન્સ બતાવવા માટે અરજદારોના નામે બેંક અકાઉન્ટ ખોલાવી તેમના નામના સિમકાર્ડ પણ મેળવી લેતો હતો.

આરોપી નાસતો ફરતો રહ્યો હતો

જેની બાદ ફોન હેક કરી ફરિયાદીના તમામ રૂપિયા અલગ અલગ ચાર્જ પેટે પડાવી છેતરપિંડી આચરતો હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે જ પોલીસે 14 ગુનામા ભોગ બનનારની હકિકત તપાસી ત્યારે સામે આવ્યુ કે તમામ ગુનામા અન્ય ભોગ બનનારના બેંક એકાઉન્ટ અને સીમકાર્ડનો ઉપયોગ થયો છે. જેથી આરોપી નાસતો ફરતો રહ્યો હતો.

સાયબર ક્રાઇમે સીઆઈડી ક્રાઈમની સાથે મળી 14 ગુનાની હકિકત અંગે તપાસ કરતા સુરતનો એક વિસ્તાર લોકેટ થયો. જ્યાં બંને આરોપીની સતત ચહલપહલ રહેતી હતી. સાથે જ સીમકાર્ડના લોકેશનના આધારે તપાસ કરી પોલીસે આરોપીને તેના અવાજ અને વાત કરવાની રીત પરથી ઝડપી પાડ્યો

આગુનામા સાયબર ક્રાઇમે આરોપી ના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી

સાયબર ક્રાઇમે બન્ને આરોપી ની ધરપકડ બાદ ગુનાની મોડસઓપરેન્ડી સમજવા માટે પુછપરછ શરૂ કરી ત્યારે હકિકત સામે આવી કે આરોપી ન્યુઝ પેપર મા જાહેરાત આપવા માટે પણ મુંબઈ ના એક યુવક નો ઓનલાઈન સંપર્ક કર્યો હતો. જે યુવક ને ક્યારેય આરોપી ને મળ્યા નથી.. પરંતુ તેને રૂપિયા અલગ અલગ ભોગ બનનાર ના ખાતા મા રૂપિયા પહોચી જતા હતા. જેથી આગુનામા સાયબર ક્રાઇમે આરોપી ના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Gandhinagar : આ બજેટ ભારતને આત્મનિર્ભર તરફ આગળ લઇ જનારું, મોદી સરકારના અંતિમ પૂર્ણ બજેટને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">