Ahmedabad : ચાંદખેડામાં ઘટી આધાતજનક ઘટના, યુવકે ઘરમાં ઘૂસી પરણિતાની હત્યાનો પ્રયાસ કર્યો

Mihir Soni

|

Updated on: Feb 02, 2023 | 4:57 PM

અમદાવાદના ચાંદખેડા વિસ્તારના એક આધાતજનક ઘટના સામે આવી છે. જેમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિત યુવતીના ઘર ઘૂસીને હત્યાનો પ્રયાસ કર્યો છે. કોલેજ સમયમાં યુવતીએ પ્રેમની દરખાસ્ત ના સ્વીકરતા પ્રેમીએ દોઢ વર્ષ બાદ ખૂની બદલો લીધો હતો. ચાંદખેડા પોલીસે પ્રેમીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

Ahmedabad : ચાંદખેડામાં ઘટી આધાતજનક ઘટના, યુવકે ઘરમાં ઘૂસી પરણિતાની હત્યાનો પ્રયાસ કર્યો
Ahmedabad Crime Accused

Follow us on

અમદાવાદના ચાંદખેડા વિસ્તારના એક આધાતજનક ઘટના સામે આવી છે. જેમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિત યુવતીના ઘર ઘૂસીને હત્યાનો પ્રયાસ કર્યો છે. કોલેજ સમયમાં યુવતીએ પ્રેમની દરખાસ્ત ના સ્વીકરતા પ્રેમીએ દોઢ વર્ષ બાદ ખૂની બદલો લીધો હતો. ચાંદખેડા પોલીસે પ્રેમીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. સર્વેશ રાવલ નામના યુવકે પોતાની કોલેજની મિત્રએ પ્રેમ અસ્વીકાર કરતા દોઢ વર્ષે બદલો લીધો હતો. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતી ઘરે હતી ત્યારે કોલેજનો એક મિત્ર સર્વેશ તેને મળવા માટે આવ્યો.ત્યારે તેનો પતિ પણ હાજર હતો.કોલેજના મિત્ર બનીને સર્વેશ યુવતી સાથે વાતચીત કરતો હતો.

પરણિતા લોહીલુહાણ હાલતમાં હતી અને આરોપી સર્વેશ ફરાર થઈ ગયો હતો

આ દરમિયાન ચા બનાવવા પતિ દૂધ લેવા નીકળ્યો હતો. અને આરોપી સર્વેશએ યુવતીના એકલતાનો લાભ લઇને કોલેજ સમયનો પ્રેમ અસ્વીકાર કરવા બદલ છરી વડે હુમલો કરીને બદલો લીધો. તેવા પતિ ઘરે પરત આવતા પરણિતા લોહીલુહાણ હાલતમાં હતી અને આરોપી સર્વેશ ફરાર થઈ ગયો હતો.

યુવતીએ ચીસાચીસ કરતા આરોપી સર્વેશ ફરાર થઈ ગયો હતો

પોલીસે આ ઘટનાને લઈને તપાસ કરતા જણાવવા મળ્યું કે પરણિત યુવતીને બેડરૂમમાં લઈ જઈને સર્વેશએ પગના ભાગે છરીથી હુમલો કર્યો ત્યાર બાદ સર્વેશ યુવતીને એકલા જાણીને પહેલા વાળ પકડીને ગળાના ભાગે છરી મારી.જોકે યુવતીએ રોકવાનો પ્રયાસ કરતા પીઢના ભાગે બે છરીના ધા ઝીકી લોહીલુહાણ કરી હતી. જેમાં પરણિત યુવતીએ ચીસાચીસ કરતા આરોપી સર્વેશ ફરાર થઈ ગયો હતો.

પરણિતાના ઘરે પહોંચ્યો અને તેની હત્યાનો પ્રયાસ કર્યો

આ યુવતી આરોપી સર્વેશ સાથે 2019માં અભ્યાસ કરતા હતા. તેઓની કોલેજમાં સારી મિત્રતા હતી પરંતુ આરોપી સર્વેશને એક તરફી પ્રેમ થઈ ગયો અને યુવતીએ પ્રેમનો અસ્વીકાર કરીને અન્ય યુવક સાથે લગ્ન કરી દેતા આરોપીએ બદલો લેવા માટે નક્કી કર્યું હતું. આ ઘટના દિવસે બદલો લેવાના ઇરાદે આરોપી પરણિતાના ઘરે પહોંચ્યો અને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ પોલીસ તપાસ કરતા સર્વેશ આસ્ટોડિયામાં ઢાળની પોળમાં રહે છે અને ગ્રેજ્યુએશન કરેલ છે. તેમજ ખાનગી નોકરી કરે છે હાલ ચાંદખેડા પોલીસે આરોપીએ યુવકની ધરપકડ કરીને આ હુમલા પાછળ અદાવત હતી કે અન્ય કારણ તેની પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : ગુજરાતી વીડિયો : જેતપુરના મેવાસા ગામની શાળા જર્જરિત, વિદ્યાર્થીઓ સમાજવાડીમાં અભ્યાસ કરવા મજબૂર, Video માં જુઓ દયનિય સ્થિતિ

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati