Ahmedabad: સિવિલની યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, કિશોરના શરીરમાં નવેસરથી ધબક્યું હૃદય

એક જ કેમ્પસમાં તમામ મલ્ટીસ્પેશ્યાલિટી સુવિધાઓ ઉપલ્બધ બને તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સિવિલ મેડિસિટીનું ડેવલેપમેન્ટ કરવામાં આવ્યું છે. હૃદય, કિડની, કેન્સર, દાંત, આંખ , મહિલાઓ અને બાળરોગ સહિતની તમામ પ્રકારની સુવિધાઓ એક જ મેડિસિટી કેન્દ્રમાં ઉપલબ્ધ બની છે, જેનો લાભ દર્દીઓને સરળતાથી મળી રહ્યો છે.

Ahmedabad: સિવિલની યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, કિશોરના શરીરમાં નવેસરથી ધબક્યું હૃદય
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 28, 2022 | 12:25 PM

અમદાવાદ સિવિલ મેડિસિટીમાં  (Ahmedabad Civil Mendicity ) કિડની, લીવર, (Liver) સ્વાદુપિંડ, ગર્ભાશય બાદ હવે હૃદયનું (Heart transplant) પણ પ્રત્યારોપણ સફળતાપૂર્ણ કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા 92મા અંગદાન થકી મળેલા હૃદયનું યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. 21 મહિનામાં 291 અંગોનું (Organ Donation) દાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં (U.N. Mehta Heart Hospital ) પ્રથમ વખત હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

આ સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે  (Rushikesh Patel ) જણાવ્યું કે, એક જ કેમ્પસમાં તમામ મલ્ટીસ્પેશ્યાલિટી સુવિધાઓ ઉપલ્બધ બને તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સિવિલ મેડિસિટીનું ડેવલેપમેન્ટ કરવામાં આવ્યું છે. હૃદય, કિડની, કેન્સર, દાંત, આંખ , મહિલાઓ અને બાળરોગ સહિતની તમામ પ્રકારની સુવિધાઓ એક જ મેડિસિટી કેન્દ્રમાં ઉપલબ્ધ બની છે, જેનો લાભ દર્દીઓને સરળતાથી મળી રહ્યો છે.

યુવાનના હૃદયનું દાન મળતા કિશોરને મળ્યું નવજીવન, યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી અંગદાનમાં મળેલા હૃદયનું યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં  (U.N. Mehta Heart Hospital ) દાખલ દર્દીમાં વિનામૂલ્યે પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના 92 મા અંગદાનની વિગતો જોઇએ તો, મૂળ યુ.પી.ના અને ગુજરાતમાં સ્થાયી થયેલા 24 વર્ષના રોહિત એકાએક પડી જતા માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી. ઇજા ગંભીર હોવાથી પરિવારજનો તેને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા ત્યારબાદ તેને વધુ સધન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલા. એક વર્ષથી હૃદયની ગંભીર બીમારીથી પીડાઇ રહેલા રીક્ષાચાલકના 16 વર્ષના પુત્રમાં હૃદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. 8 કલાકની મહેનત બાદ બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મળ્યું હતું. જેમાંથી હૃદયને સૌ પ્રથમ વખત સિવિલ મેડિસિટીની જ યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ 16 વર્ષના ગાંધીનગરના યુવકમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું હતું.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

ધોરણ12માં ભણતા અને ગાંધીનગરમાં રહેતા આ યુવકને છેલ્લા 1 વર્ષથી હૃદયની ગંભીર બીમારી હતી. તેને પેટમાં સતત દુખાવો રહેતો અને અન્ય તકલીફ હોવાના કારણે યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં તપાસ અર્થે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેને જમણી બાજુના હૃદયમાં કાર્ડિયાક માયોપથી અને હૃદયની ગતિવિધિની અનિયમિતતા જોવા મળી એટલે કે હૃદય ફેઇલ થઇ જવાનું નિદાન થયું હતું જેનો એક માત્ર વિકલ્પ પ્રત્યારોપણનો હતો. ત્યારે નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા કિશોરના શરીરમાં નવું હદ્ય બેસાડવામાં આવ્યા હતા.

સિવિલ મેડિસિટીને 21  મહિનામાં 291  અંગોનું દાન મળ્યું

  1. 154  કિડની, 78  લીવર, 9 સ્વાદુપિંડ, 24  હૃદય, 6 હાથ,18  ફેફસા, 2 નાના આંતરડા અને 54  કોર્નિયાનું દાન મળ્યું
  2. જેને 269 દર્દીઓમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં સફળતા મળી
  3. કોરોનાની બીજી લહેર પૂર્ણ થતા ગત સપ્ટેમ્બર મહિનામાં 7 અંગદાન થયા હતા.
  4.  એક વર્ષમાં 85  અંગદાન થયા. એટલે કે દર મહિને સરેરાશ 7અંગદાન

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">