AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ICWA પરીક્ષામાં સહાધ્યાયી પિતા-પુત્રની જોડીએ બાજી મારી, એકબીજાના સહારે અઘરી પરીક્ષા કરી પાસ

CMA ફાઇનલ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર હર્ષિત ઠાકરે જણાવ્યું કે કોરોનાકાળ માં તેઓ મીઠાપુર પોસ્ટિંગમાં હતા. ત્યારે પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી હતી. તેમણે પહેલા ઇન્ટરમીડીએટ પરીક્ષા પાસ કરી હતી. બાદમાં પુત્રને પણ પરીક્ષા માટે પ્રેરણા આપી અને બંનેએ સાથે મહેનત શરૂ કરી હતી.

Ahmedabad:  ICWA પરીક્ષામાં સહાધ્યાયી પિતા-પુત્રની જોડીએ બાજી મારી, એકબીજાના સહારે અઘરી પરીક્ષા કરી પાસ
Narendra Rathod
| Edited By: | Updated on: Mar 22, 2023 | 10:49 PM
Share

ધી ઇન્સ્ટિટયૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના જાહેર થયેલ પરિણામોમાં અમદાવાદના પિતા-પુત્ર એ બાજી મારી છે. સામાન્ય સંજોગોમાં સહઅધ્યાયી કે મિત્રો  સાથે  મહેનત કરીને પાસ થતા જોવા મળતા હોય છે. પરંતુ કંપની પ્રોફેશનલ માટેની આ પરીક્ષામાં અમદાવાદના 46 વર્ષના પિતા અને 18 વર્ષના પુત્ર એ સાથે મહેનત કરી આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. આવો સંયોગ ઉભો થતા  પરિવારમાં પણ  આનંદનો માહોલ ફેલાઈ  ગયો હતો.

અમદાવાદના પિતા-પુત્રએ સાથે મહેનત કરી અઘરી પરીક્ષા પાસ કરી

બાળકને તેના પરિવારનો સાથ મળે તો તે કોઈપણ સિધ્ધિ મેળવી લેતો હોય છે. પરંતુ પિતાને બાળકનો સાથ મળે તો તે ઉંમરના કોઈપણ પડાવ પર સફળતા મેળવી લે છે. આવો જ એક કિસ્સો  ધી ઇન્સ્ટિટ્યૂટ કોસ્ટ એકાઉન્ટસ ઓફ ઈન્ડિયા સીએમએના જાહેર થયેલ પરિણામોમાં જોવા મળ્યું છે. કે જ્યાં અમદાવાદના 46 વર્ષના પિતા અને 18 વર્ષના પુત્રએ સાથે મહેનત કરી CMA ની અઘરી પરીક્ષા પાસ કરી છે.

ટાટા કેમિકલમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર હર્ષિત ઠાકરએ CMA ફાઇનલ અને તેમના પુત્ર યજુર્વ એ ઇન્ટરમિડીએટની પરીક્ષા 22 માર્ચે જાહેર થયેલા પરિણામોમાં પાસ કરી છે. પિતા-પુત્ર બંને એક સાથે પોતાનું સફળ પરિણામ મેળવી ખુશ છે અને જણાવે છે કે પિતા-પુત્રની સાથે સહાધ્યાયી બની મહેનત કરતા પરિણામ પ્રાપ્ત થયું છે.

ઓલઓવર પરિણામમાં સરેરાશ કરતા અમદાવાદનું ઊંચું પરિણામ

ટાટા કેમિકલમાં નોકરી કરતા અને CMA ફાઇનલ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર હર્ષિત ઠાકરે જણાવ્યું કે કોરોનાકાળ માં તેઓ મીઠાપુર પોસ્ટિંગમાં હતા. ત્યારે પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી હતી. તેમણે પહેલા ઇન્ટરમીડીએટ પરીક્ષા પાસ કરી હતી. બાદમાં પુત્રને પણ પરીક્ષા માટે પ્રેરણા આપી અને બંનેએ સાથે મહેનત શરૂ કરી હતી. નવી ટેકનોલોજીનો જાણકાર પુત્ર હોવાથી એનો લાભ મને મળ્યો અને મારા કંપનીમાં કામ કરવાનો અનુભવ મેં એની સાથે શેર કર્યો અને શેરિંગ પદ્ધતિથી અમે બંને પરિણામ મેળવી શક્યા.

આ પરીક્ષા અંગે પુત્ર યજુર્વ એ કહ્યું કે મારા માટે સૌથી મોટા માર્ગદર્શક મારા પિતા રહ્યા. કારણ કે તેમણે મારા માટે ફાઇનલ પરીક્ષા માટેની તૈયારીઓ શરૂ કરી હતી અને ખુશી થાય છે કે બંને એકસાથે સફળ થયા છીએ.

g clip-path="url(#clip0_868_265)">