AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: મણિનગરમાં લૂંટના ઈરાદે ફાયરિંગ કેસમાં ખુલાસો, મૂળ રાજસ્થાનના યુવકે રચ્યુ હતુ ષડયંત્ર

લૂંટારૂ લૂંટના ઇરાદે મણિનગરના વૃદાવન જ્વેલર્સમાં ઘૂસ્યો હતો. જવેલર્સના માલિકે પ્રતિકાર કરતા લૂંટારુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ લૂંટારું હાથમાં રિવોલ્વર લઈને દોડ્યો અને ત્યાં હાજર ટોળું તેની પાછળ પડ્યું હતુ.

Ahmedabad: મણિનગરમાં લૂંટના ઈરાદે ફાયરિંગ કેસમાં ખુલાસો, મૂળ રાજસ્થાનના યુવકે રચ્યુ હતુ ષડયંત્ર
Mihir Soni
| Edited By: | Updated on: Aug 16, 2023 | 12:49 PM
Share

Ahmedabad : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મણિનગર વિસ્તારમાં લૂંટારૂ બિન્દાસ્ત પિસ્તલ લઈને જ્વેલર્સમાં ઘૂસી જાય છે અને લૂંટનો પ્રયાસ (attempt of robbery) કરે છે. જો કે જ્વેલર્સે પ્રતિકાર કરતા લૂંટારૂ ફરાર થવાનો પ્રયાસ કરે છે. જો કે હાથમાં પિસ્તલ (pistol) લઈને રોડ પર દોડે છે અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. ફાયરિંગ થતા મણિનગર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકોએ તેને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. કોણ છે લૂંટારું જેણે રાત્રે શહેરભરની પોલીસને દોડતી કરી દીધી હતી.

આ પણ વાંચો-Accident Breaking : સુરતના મહુવા નજીક લકઝરી બસને નડ્યો અકસ્માત, ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત, જૂઓ Video

મણિનગરના વૃંદાવન જ્વેલર્સમાં ઘૂસ્યો હતો

લૂંટના ઇરાદે આવેલો વ્યક્તિ રોડ પર દોડતા દોડતા રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કરે છે. જે જોતા પહેલી નજરે તો UP કે બિહારના દ્રશ્યો હોય તેવું લાગે છે, જો કે આ ઘટના અમદાવાદના મણિનગર વિસ્તારની છે. સદનસીબે અહીં મોટો બનાવ બનતા અટકી ગયો છે. લૂંટારૂ લૂંટના ઇરાદે મણિનગરના વૃદાવન જ્વેલર્સમાં ઘૂસ્યો હતો. જવેલર્સના માલિકે પ્રતિકાર કરતા લૂંટારુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ લૂંટારું હાથમાં રિવોલ્વર લઈને દોડ્યો અને ત્યાં હાજર ટોળું તેની પાછળ પડ્યું હતુ. લોકોની નાસ ભાગ જોઈને ગભરાઈને લૂંટારૂએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ, પરંતુ લોકોએ તેનો પીછો કરીને તેને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો.

આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસો

પોલીસે આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે તે મૂળ રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે અને છેલ્લા પાંચ વર્ષથી આર્મીમાં ફરજ બજાવે છે. હાલ તેનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીર હોવાનું જણાવી રહ્યો છે. જેનું નામ લોકેન્દ્ર શેખાવત છે. આરોપીને દેવું થઈ જતાં તે લૂંટનાં ઇરાદે અમદાવાદ આવ્યો હતો. ગઈકાલે સાંજે તે જયપુરથી ટ્રેનમાં બેસી અમદાવાદ આવ્યો હતો. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયો હતો. દિવસ ભર ફર્યા બાદ મોડી સાંજે તેણે આ લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે પિસ્ટલ તેને કોઈનાં ઝઘડામાં નીચે પડી જવાથી મળી હોવાનુ કહી રહ્યો છે, આ બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

મણિનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી પિસ્ટલ, ત્રણ કારતૂસ પણ જપ્ત કર્યા છે. આરોપી હકીકતમાં આર્મીમાં ફરજ બજાવે છે કે કેમ તે અંગે પણ પોલીસે ખરાઈ કરવાની કામગીરી શરૂ કરી છે. જ્યારે આરોપી વિરૂદ્ધમાં લૂંટની કોશિશ, આર્મ્સ એક્ટ સહિતની કલમો અંતર્ગત ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
g clip-path="url(#clip0_868_265)">