AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmdebad: અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરી એકવાર થયો રક્તરંજિત, ખંજરના ઉપરાછાપરી ઘા મારી યુવકની કરાઈ કરપીણ હત્યા

Ahmedabad: અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરી એકવાર થયો રક્તરંજિત થયો છે. અમદાવાદના પૂર્વમાં ગુનાહીત છાપ ધરાવતા યુવકની ખંજરના ઉપરાછાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.

Ahmdebad: અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરી એકવાર થયો રક્તરંજિત, ખંજરના ઉપરાછાપરી ઘા મારી યુવકની કરાઈ કરપીણ હત્યા
Harin Matravadia
| Edited By: | Updated on: Aug 04, 2023 | 12:22 AM
Share

Ahmedabad: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છાશવારે હત્યાના બનાવો સામે આવતા રહે છે. અહીં ગુનેગારોમાં કાયદાનો જાણે કોઈ ડર જ ન રહ્યો હોય તેમ ઠંડા કલેજે હત્યા કરી નાખતા પણ અચકાતા નથી. શહેરના આ જ પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા હત્યા કરનારા સરાજાહેર બોલી રહ્યો છે આજ જિંદા નહીં છોડના, માર ડાલો… આવુ કહી ગુનાહીત છાપ ધરાવતા યુવકની ખંજરના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.

ગુનાહિત છાપ ધરાવતા યુવકની ખંજરના ઘા ઝીંકી કરપીણ હત્યા

પૂર્વના મેઘાણીનગર વિસ્તારમાં સમાન્ય બોલાચાલીમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. મેઘાણીનગરમાં અમરાજીનગરમાં ગત રાતના સમયે હત્યાનો બનાવ બન્યો છે. રાતના સમયે રવિ ઉર્ફે લલ્લા ભદોરીયા નામનાં 32 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. રવિ ભદોરીયા તેના ઘરે હતો તે સમયે અગાઉના ઝઘડાની અદાવત રાખીને કરણ ચૌહાણ, તેનો ભાઈ અર્જુન ઉર્ફે પાર્થ ચૌહાણ તેમજ તેના મિત્રો અંકિત ઉર્ફે કાલુ ચૌહાણ, રવિ ઉર્ફે પટેલ અને વિશાલ યાદવ અને અનુપ તોમર તમામ લોકો ભેગા મળી રવિ ભદોરીયાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે રવી ઉપર હુમલો કર્યો હતો. તેમજ અનુપ તોમરે લોખંડની પાઈપથી શરીર પર ફટકા માર્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad: ચાણક્યપુરી બ્રિજ પર લગાવાયેલા ટાયર કિલર બમ્પનો ફિયાસ્કો, વાહન ચાલકોએ શોધી કાઢ્યો જુગાડ- જુઓ Video

હત્યા થઈ ગયા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી

બીજી તરફ રાજવીર નામનાં યુવકની પાછળ દોડીને ફરિયાદીના ઘરે આવીને પથ્થરો માર્યા હતા અને અંતે તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવની જાણ થતા મેઘાણીનગર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ મામલે મૃતકના પિતાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક રવિ ભદોરીયા પણ ગુનાહીત હિસ્ટ્રી ધરાવે છે અને અગાઉ અનેક ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
g clip-path="url(#clip0_868_265)">