Breaking News: અમદાવાદ ઇસનપુર વિસ્તારમાં છેડતી મુદ્દે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, વટવા, મણિનગર, દાણીલીમડા સહિતની પોલીસ ઘટના સ્થળે, જુઓ Video
અમદાવાદના ઈસનપુરમાં વિધર્મી યુવકની ધોલાઈની ઘટના સામે આવી છે. યુવતીની છેડતીનો આરોપને લઈ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. વટવા, મણિનગર, દાણીલીમડા ની પોલીસ ઇસનપુર માં પહોંચી છે.
Ahmedabad crime: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં છેડતી મુદ્દે માથાકુટ થઈ છે. લોકોએ યુવકને મેથીપાક ચખાડ્યો છે. બબાલને પગલે આસપાસના વિસ્તારની પોલીસ બોલાવાઈ છે. વટવા, મણિનગર, દાણીલીમડા ની પોલીસ ઇસનપુર માં ખડકાઈ છે. ACP કક્ષાના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે. તકેદારીના ભાગ રૂપે આસપાસના તમામ બજારો પોલીસ દ્વારા બંધ કરાવાયા છે.
આ પણ વાંચો : ચાણક્યપુરી બ્રિજ પર લગાવાયેલા ટાયર કિલર બમ્પનો ફિયાસ્કો, વાહન ચાલકોએ શોધી કાઢ્યો જુગાડ- જુઓ Video
યુવતીની છેડતીના આરોપીમાં વિધર્મીની ધોલાઈ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. લોકોએ યુવકને સ્થળ પર જ મેથીપાક ચખાડ્યો. આવકાર હોલ પાસેનો આ બનાવ છે જેમાં યુવતીની છેડતી કરવાના આરોપમાં લોકોએ વિધર્મી યુવકને ઘેર્યા. પોલીસે ફરિયાદ દાખલ કરી.
Latest Videos