AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : માતા પુત્રીની ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, 10 પાસ કમ્પાઉન્ડરે સર્જરી કરતાં થયું મોત

અમદાવાદની કર્ણ હોસ્પિટલમાં થયેલી માતા પુત્રીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમા હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષ થી કમ્પાઉન્ડરનું કામ કરતો મનસુખ મિયાત્રાએ હત્યા જ કરી હતી. જેમા અમદાવાદના ભુલાભાઈ પાર્ક પાસે આવેલા કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલી કર્ણ ent હોસ્પિટલમાં ગઇકાલે માતા પુત્રીનો મૃતદેહ મળ્યો હતો.

Ahmedabad :  માતા પુત્રીની ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, 10 પાસ કમ્પાઉન્ડરે સર્જરી કરતાં થયું મોત
Ahmedabad Double Mureder Accused Arrested
Harin Matravadia
| Edited By: | Updated on: Dec 22, 2022 | 10:22 PM
Share

અમદાવાદની કર્ણ હોસ્પિટલમાં થયેલી માતા પુત્રીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમા હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષ થી કમ્પાઉન્ડરનું કામ કરતો મનસુખ મિયાત્રાએ હત્યા જ કરી હતી. જેમા અમદાવાદના ભુલાભાઈ પાર્ક પાસે આવેલા કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલી કર્ણ ent હોસ્પિટલમાં ગઇકાલે માતા પુત્રીનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ તપાસમાં પ્રથમથી જ હોસ્પિટલના કમ્પાઉન્ડર મનસુખ પર શંકા ની સોય હતી જેથી પોલીસે પહેલે થી જ મનસુખ ને રાઉન્ડ અપ કરી લીધો હતો. માતા ચંપાબેન અને પુત્રી ભારતી નાં મોત મામલે પિતાએ કાગડાપીઠ પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી જેમાં માતા પુત્રીનો હત્યારો મનસુખ જ નીકળ્યો.

શા માટે કરી હત્યા ?

મનસુખ કર્ણ હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષથી કમ્પાઉન્ડર ની નોકરી કરે છે. મનસુખ  10 ધોરણ જ ભેણેલો છે. મનસુખ ને પૈસાની જરૂરિયાત હોવાથી ડોકટર અને અન્ય સ્ટાફ હોસ્પિટલ માંથી જતો રહે એટલે મનસુખ પરિચિત લોકોની સારવાર ઓછા પૈસામાં કરતો હતો. મનસુખ ડોકટર અને અન્ય સ્ટાફ જતો રહે એટલે સીસીટીવી પણ બંધ કરી દેતો હતો. મૃતક ભારતીબેનની એકાદ વર્ષ પહેલા કાનની સારવાર પણ મનસુખે કરી હતી. જેમાં ભારતીબેન નો કાન ઠીક થઈ હતા બીજા કાનની ખામી માટે પણ ભારતીબેન મનસુખ નો સંપર્ક કર્યો હતો. ભારતીબેન અને તેની માતા ચંપાબેન ને કાનની જે તકલીફ હતી તેની સારવાર માટે ડોકટર પાસે અંદાજીત પચાસ હજાર નો ખર્ચો થતો હતો.

ભારતી બેનને ઓવરડોઝ ને કારણે મોત નિપજ્યું હતું

જ્યારે મનસુખે 15 હજાર જેટલી નજીવી રકમમાં આ સારવાર માટે તૈયાર થયો હતો. 22 તારીખમાં સવારે ડોકટર તેની અન્ય હોસ્પિટલમાં ગયા જે બાદ મનસુખે ભારતીબેનની કાનની સામાન્ય સર્જરી માટે બોલાવ્યા હતા. ભારતીબેન અને તેની માતા ચંપાબેન હોસ્પિટલ આવ્યા ત્યારે મનસુખે ભારતીબેનની સર્જરી માટે તેને ઓપરેશન થીયેટરમાં લઈ જઈ કેટામાઇનનું ઇન્જેક્શન આપ્યું હતું. કેટામાઈનનું ઇન્જેક્શન કેટલી માત્રામાં આપવાનું હોય તે મનસુખ ને ખ્યાલ ન હતો. જેથી ભારતીબેનનું ઓવરડોઝને કારણે મોત નિપજ્યું હતું.

જો કે સમગ્ર ઘટના તેની માતા ચંપાબેન જોઈ હતી. ચંપાબેન મનસુખનો ભાંડો ફોડશે તેની બીકે મનસુખે ચંપાબેનને પણ કેટામાઈનનું ઇન્જેક્શન આપી દીધું હતું જેથી તેનું પણ મોત નિપજ્યું હતું. જો કે ડોકટર અને અન્ય સ્ટાફને આવવાનો સમય થઈ ગયો હોવાથી મનસુખ ગભરાય જતાં તેને મૃતદેહને સગેવગે કરવાનું વિચાર્યું હતું. હોસ્પિટલમાં દાખલ એક પેશન્ટને હોસ્પિટલ બહાર મોકલાયા અને કહ્યું કે હોસ્પિટલમાં દવાનો છંટકાવ કરવાનો હોવાથી થોડા સમય માટે બહાર જવા જણાવ્યું હતું અને બાદમાં બંનેના મૃતદેહ માંથી ભારતીબેન નાં મૃતદેહને કબાટમાં અને માતા ચંપાબેન નાં મૃતદેહને પેશન્ટના પલંગ નીચે સંતાડી દીધી હતી. જોકે ડોકટર પહેલા તેનો સ્ટાફ હોસ્પિટલમાં આવી ગયો હતો જેને મૃતદેહની ખબર પડતા  ડોકટરને જાણ કરી હતી અને ડોકટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

હત્યા બાદ શું થયું ?

કમ્પાઉન્ડર મનસુખની પત્ની અને તેના પુત્રને પણ બીમારીઓ હતી જેના ઈલાજ માટે મનસુખે  વ્યાજે  ઉછીના રૂપિયા લીધા હતા. જેમાં મનસુખને દેણું વધી ગયું હતું. જે ભરપાઈ કરવા અને વધુ પૈસા કમાવવા મનસુખ તેના અનુભવનો ફાયદો ઉઠાવ્યો અને અમુક દર્દીઓને હોસ્પિટલના સમય બાદ પોતે ઈલાજ કરવા બોલાવતો હતો. તેવી જ રીતે મનસુખ ચંપાબેન અને ભારતીબેનને બોલાવ્યા હતા.  આ બંનેની હત્યા બાદ ચંપાબેને જે દાગીના પહેર્યા હતા તે ચોરી લીધા હતા અને સોનીની દુકાનમાં ગીરવે મૂકી રૂપિયા મેળવ્યા હતા. આ રૂપિયામાં જે લોકો તેની પાસે માંગતા હતા તેને ચૂકવી આપ્યા હતા.

પોલીસે કઈ રીતે કરી તપાસ ?

પોલીસને તપાસ દરમ્યાન પહેલા એકજ ભારતીબેન નો મૃતદેહ મળ્યો હતો. જોકે તેની સાથે આવેલી તેની માતા એટલેકે ચંપાબેન નો કોઈ અતોપતો નહિ મળતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન તપાસમાં હોસ્પિટલમાં પડેલા મેડિકલ વેસ્ટ માંથી અલગ અલગ બે જોડી ચપ્પલ મળી આવ્યા. જેના આધારે પોલીસે માતા ચંપાબેન નો મૃતદેહ પણ આસપાસ હોવાની શંકા જાતા દરેક રૂમને ચેક કરવામાં આવ્યા હતા. જેમાં પેશન્ટ નાં બેડ નીચે થી ચંપાબેન નો મૃતદેહ મળી આવ્યો હતો. કાગડપીઠ પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ કરાવ્યા હતા. કેસની ગંભીરતાને જોતા ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે.

જેમા 10 નિષ્ણાત ડોક્ટરોની પેનલને હાજર રાખીને પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 75 જેટલા ફોરેન્સિક પુરાવાઓ પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યાનો ઘટનાક્રમ સવારે 9.15 થી 10.30 સુધીના સમયમાં બન્યો છે. હાલ તો પોલીસે મનસુખની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

g clip-path="url(#clip0_868_265)">