Ahmedabad: SVPI એરપોર્ટ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ અને મોક ડ્રીલ યોજાઈ

અમદાવાદના SVPI એરપોર્ટ ખાતે સિમ્યુલેટેડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ અને મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી. એરપોર્ટ પર ઇમરજન્સી ને હેન્ડલ કરવાના ભાગરૂપે 18મી જાન્યુઆરીથી કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર મટિરિયલ્સ (CBRN) પર ત્રણ દિવસનું બેઝિક ટ્રેનિંગ સેશન યોજવામાં આવ્યું.

Ahmedabad: SVPI એરપોર્ટ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ અને મોક ડ્રીલ યોજાઈ
Ahmedabad Airport Mockdrill
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jan 20, 2023 | 5:37 PM

અમદાવાદના SVPI એરપોર્ટ ખાતે સિમ્યુલેટેડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ અને મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી. એરપોર્ટ પર ઇમરજન્સી ને હેન્ડલ કરવાના ભાગરૂપે 18મી જાન્યુઆરી થી કેમિકલ,બાયોલોજિકલ, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર મટિરિયલ્સ (CBRN) પર ત્રણ દિવસનું બેઝિક ટ્રેનિંગ સેશન યોજવામાં આવ્યું.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્ટેક હોલ્ડર્સ અને કટોકટી વખતે સંકટ સમયની સાંકળ બનનારાઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

CBRN સંકટનો સામનો કરવા એરપોર્ટની કટોકટી ટીમ તૈયારીમાં વધારો કરશે.

SVPI પર મોક ડ્રીલ સાથે ત્રિદિવસીય તાલીમનું આયોજન કર્યું હતું. મુસાફરોની સલામતી માટે પ્રતિબદ્ધ એરપોર્ટ ઓપરેટર તરીકે વર્ષારંભે આયોજીત તાલીમમાં રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ અને પરમાણુ સામગ્રીના ઉપયોગથી ઉદ્ભવતા જોખમોને આવરી લેવામાં આવ્યા હતા. CBRN સંકટનો સામનો કરવા એરપોર્ટની કટોકટી ટીમ તૈયારીમાં વધારો કરશે.

ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
રાજ કપૂરનું આ 3 એક્ટ્રેસ સાથે જોડાયેલું હતું નામ, એક ના કારણે પત્નીએ છોડ્યું હતું ઘર!
Vastu shastra : કેવી રીતે જાણી શકાય, ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં ?
Video : રસ્તા પરની આ 3 લાઇન વિશે જાણી લો, નહીં થાય તમારું એક્સિડન્ટ
'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરવાના 7 ફાયદા

તાલીમ 50 NDRF કમાન્ડોએ મોકડ્રીલ હાથ ધરી હતી

આ મોક ડ્રિલમાં NDMA,NDRF,CISF,સ્ટેટ પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જેવી સંસ્થાઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નિવૃત્ત સૈનિકો અને નિષ્ણાતોએ મોક-ડ્રીલ, પ્રશ્નોત્તરી સત્રો કવાયતો હાથ ધરી હતી. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ CBRN ઇમરજન્સીને હેન્ડલ કરવા માહિતી અને ટ્રેનીંગ સાથે પીડિતોને પ્રાથમિક સારવાર ઉપરાંત માનસિક સહાય પૂરી પાડવાનો હતો.ત્રણ દિવસ ચાલેલી તાલીમ 50 NDRF કમાન્ડોએ મોકડ્રીલ હાથ ધરી હતી જેમાં લગભગ 50 જવાનોએ ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદનું SVPI એરપોર્ટ. પ્રવાસીઓની બહેતર સુવિધાઓ માટે તેમની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ સમજી તેને સાકાર કરવાની દિશામાં ઉત્તમ પ્રયાસો કરતુ રહ્યું છે.  SVPI એ બે ટર્મિનલ બિલ્ડીંગ વચ્ચે શટલ તરીકે ઈલેક્ટ્રિક સેડાન કારનો ઉપયોગ, એરપોર્ટને જોડતી કનેક્ટિવિટીમાં વધારો, મુસાફરો માટે બહેતર રિટેલ, ફૂડ અને ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન જેવી અનેક પહેલ  કરી છે.

એરપોર્ટ ટર્મિનલની અંદર અને બહાર સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા ખૂબ સારી રીતે મેઇન્ટેઇન કરવામાં આવે છે. 14મી ઇન્ટરનેશનલ ASSOCHAM નેશનલ કાઉન્સિલ કોન્ફરન્સ કમ એવોર્ડ્સ દ્વારા મુંબઈના એરપોર્ટને શ્રેષ્ઠ સસ્ટેનેબલ એરપોર્ટ કેટેગરીમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટ કેટેગરીમાં લખનૌના ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  Ahmedabad માં રોડ શો પૂર્વે રોકાણકારોએ સીએમ યોગીની ટીમ સાથે કરી વન ટુ વન બેઠક કરી

g clip-path="url(#clip0_868_265)">