રસ્તા પરની આ 3 લાઇન વિશે દરેકે જાણવું જરૂરી

13 ડિસેમ્બર, 2024

અનેક વાર વિવિધ જગ્યા પર અલગ અલગ કારણોને લઈ અકસ્માતના બનાવો બનતા હોય છે.

મોટાભાગે વાહન ચાલકોની ભૂલ સાથે કેટલાક નિયમોની જાણકારીના અભાવને કારણે અકસ્માત થતાં હોય છે.

જેથી તમે ઘરેથી નીકળો તે પહેલા રસ્તા પરની આ ત્રણ લાઈનો વિશે જાણવું જરૂરી છે.

આ ત્રણ લાઇનની જાણકારી જો નહીં હોય તો તમને મેમો પણ થઈ શકે છે.

રસ્તા પર તમે જઈ રહ્યા છો અને વચ્ચેની લાઈનોમાં ગેપ હોય તો આ સુરક્ષિત રસ્તો છે.

એટલે કે આ રસ્તા પર તમે વાહનને ઓવરટેક કરી શકો છો.

પરંતુ જો રસ્તા પર પર તમને એકધારી સીધી સફેદ લાઇન જોવા મળે જેમાં કોઈ બ્રેક ન હોય તો સાવધાની રાખવાની જરૂર છે.

કારણ કે આવા રસ્તા પર તમે ઓવર ટેક કરી તો શકો છો. પરંતુ સાવધાની થી કરવો જોઈએ કારણ કે આ લાઇન સૂચવે છે અહીં અગાઉ અકસ્માત થયા છે.

જો તમેને રસ્તા પર ડબલ લાઇન દેખાય છે. તો અહીં કઈ પણ થાય તમારે ઓવરટેક નથી કરવાનો કારણ કે અહીં અવાર નવાર અકસ્માત થતાં હોય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. RTO ના નિયમોનું પાલન કરવું જરૂરી છે.