Ahmedabad: રેવ પાર્ટી માટે ઘરફોડ ચોરી કરતી દિલ્હીની ગેંગ ઝડપાઇ, બંધ મકાનોને કરતી હતી ટાર્ગેટ
આ ગેંગના આરોપીઓ મૂળ દિલ્હીના રહેવાસી છે તેઓની વિરુદ્ધ દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને અમદાવાદમાં 40 થી વધુ ગુના નોંધાયા છે. આરોપીની મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો આ ગેંગ પહેલા વાહન ચોરી કરતી હતી અને ચોરીના ફોર વ્હીલરથી દિલ્હી થી અલગ અલગ રાજ્યમાં ચોરી કરવા જતાં હતાં.
અમદાવાદમાં રેવ પાર્ટી કરવા ઘરફોડ ચોરી કરતી દિલ્હીની ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી છે. અમદાવાદમા ઘરફોડ ચોરી કરે તે પહેલાં 4 આરોપીની ધરપકડ આ ગેંગએ ગુજરાત, દિલ્હી,રાજસ્થાન અને મહારાષ્ટ્રના 40થી વધુ ગુના આચર્યા છે. આ ટોળકી બંધ મકાનોને ટાર્ગેટ કરતી હતી અને દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરતી હતી. જેમાં આરોપી સમીર ઉર્ફે કાસીમ શેખ ,સમદ ઉર્ફે અલી શેખ, દાનીશ પીટર અને સમીર ઉર્ફે ઈશુ પઠાણની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી છે. જેમાં દિલ્હીની આ ગેંગએ આંતર રાજ્ય ઘરફોડ ચોરી કરીને આંતક મચાવ્યો છે.અમદાવાદમાં પણ સોલા, ઘાટલોડિયા,વાડજ, શાહીબાગ, ખોખરા અને મણિનગર વિસ્તારમાં ઘરફોડ ચોરી કરેલ છે.ક્રાઇમ બ્રાંચે આરોપી પાસેથી એક ટુ વ્હિલર,બે ફોર વ્હિલર કાર,અમેરિકન ડોલર અને ઘરફોડ ચોરી માટેના સાધનો સહિત રૂપિયા 12.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોતાના પાસે રહેલા સાધનો વડે તાળું તોડીને ઘરફોડ ચોરીના ગુનાને અજામ આપતા હતા
જેમાં પકડાયેલ ગેંગના આરોપીઓ મૂળ દિલ્હીના રહેવાસી છે તેઓની વિરુદ્ધ દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને અમદાવાદમાં 40 થી વધુ ગુના નોંધાયા છે. આરોપીની મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો આ ગેંગ પહેલા વાહન ચોરી કરતી હતી અને ચોરીના ફોર વ્હીલરથી દિલ્હી થી અલગ અલગ રાજ્યમાં ચોરી કરવા જતાં હતાં.જ્યાં ચોરીના વાહનથી જુદા જુદા વિસ્તારમાં રેકી કરતા હતા અને ત્યાર બાદ રાત્રીના સમયે બંધ મકાનો ટાર્ગેટ કરીને દિવસ દરમિયાન મકાનમાં પોતાના પાસે રહેલા સાધનો વડે તાળું તોડીને ઘરફોડ ચોરીના ગુનાને અજામ આપતા હતા.
આ ટોળકી ચોરીના પૈસા ડ્રગ્સ અને રેવ પાર્ટીમાં ઉડાવતા હતા
જેમાં ક્રાઇમ બ્રાંચની તપાસમાં છેલ્લા 6 મહિનામાં આરોપીઓ 19 જેટલા ઘરફોડ ચોરીના ગુના આચર્યા છે..આ આરોપીઓ અગાઉ દિલ્હીમાં પાંચ ગુનામાં ઝડપાયા હતા જ્યારે મધ્યપ્રદેશના ગવાલીયા 10 ઘરફોડ ચોરીના ગુના માં ઝડપાયા હતા અને હરિયાણામાં 5 ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે.મહત્વનું છે કે આરોપીઓ જેલવાસ ભોગવીને પરત આવીને ઘરફોડ ચોરી કરવા નવા રાજ્યમાં ટાર્ગેટ કરતા હતા.આ ટોળકી ચોરીના પૈસા ડ્રગ્સ અને રેવ પાર્ટીમાં ઉડાવતા હતા.
ઘાટલોડિયા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી
ક્રાઇમ બ્રાન્ચે આંતર રાજ્ય ગેંગમાં 4 આરોપીની ધરપકડ કરી છે જ્યારે આ ગેંગમાં અન્ય લોકોની સંડોવણી હોવાની શક્યતા ક્રાઇમ બ્રાંચે વ્યક્ત કરી છે..હાલ આરોપીને ઘાટલોડિયા પોલીસને સોંપ્યા છે.. ઘાટલોડિયા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…