Ahmedabad: કોર્પોરેશનનું ટેક્સ બિલ ભરવું હવે થયુ સરળ, મોબાઈલ નંબર પર HI મોકલો અને બિલ મેળવો, QR કોડથી ઘરે બેઠા ભરી શકાશે ટેક્સ

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા ચાલુ વર્ષે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અમલમાં લવાઈ હતી. ચાલુ વર્ષે બિલિંગની કામગીરી 2થી 3 મહિના વહેલી શરૂ કરાઈ છે. કરદાતાઓ હવે તેમનું બિલ ઘરે બેઠા પણ ભરી શકશે. બિલમાં આપેલા મોબાઈલ નંબર પર HI લખી કરદાતાઓ બિલ મેળવી શકશે અને QR કોડથી ઘરે બેઠા જ ભરી શકશે. જેનાથી તેમનો સમય પણ બચશે.

Ahmedabad: કોર્પોરેશનનું ટેક્સ બિલ ભરવું હવે થયુ સરળ, મોબાઈલ નંબર પર HI મોકલો અને બિલ મેળવો, QR કોડથી ઘરે બેઠા ભરી શકાશે ટેક્સ
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 24, 2023 | 10:28 PM

Ahmedabad: ચાલુ વર્ષમાં મે માસમાં એડવાન્સ ટેક્સ રીબેટ યોજના અમલમાં હતી. આ એડવાન્સ રીબેટ સ્કીમને કરદાતા તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે. તે સમય દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજીત 45% જેટલા કરદાતાઓએ પોતાનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હતો.

પ્રોપર્ટી ટેક્સની આવકનો સ્ત્રોત જળવાઈ રહે તે હેતુથી ચાલુ વર્ષ 2023-24માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુલાઈ માસમાં ચાલુ વર્ષના બિલો છપાવી કરદાતાઓને વિતરણ કરવાની કામગીરી શરૂ કરેલ છે. જે દર વર્ષ કરતાં ચાલુ વર્ષે બિલીંગની કામગીરી 2થી 3 માસ વહેલી શરૂ કરેલ છે. જેથી મોટા પ્રમાણે CASH FLOW સપ્ટેમ્બર માસ સુધી આવી જશે અને AMCના પ્રજાના સુખાકારી કામો વિના વિઘ્ન થઇ શકશે.

મધ્ય ઝોનમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ચાલુ વર્ષના બિલિંગની કામગીરી કરવામાં આવશે

જેનો પુરેપુરો ટેક્સ ભરેલ છે તેને પણપોતાના રેકર્ડ માટે ટેક્સ બિલની કોપી મોકલવામાં આવશે. જેમાં બાકી ટેક્સ શૂન્ય હશે. ચાલુ વર્ષમાં મધ્યઝોનનું વેલ્યુએશન વર્ષ હોઈ મધ્યઝોનમાં હાલ સર્વેની કામગીરી ચાલુ છે. જે પૂર્ણ થયેથી તેનું ચાલુ વર્ષનું બિલીંગ કરવામાં આવશે. ગત વર્ષમાં ઉત્તર પશ્ચિમ ઝોનનું વેલ્યુએશન વર્ષ હતું તેની સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જેની ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ કરી ટૂંક સમયમાં તેના બિલ કમ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના છ ઝોનના અંદાજીત 19 લાખ બિલ તાત્કાલિક ધોરણે છપાવી ટેક્સ ખાતાના કર્મચારીઓ મારફતે કરદાતાઓને પહોંચાડવામાં આવશે.

મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો

સપ્ટેમ્બર સુધીમાં ત્રણ તબક્કામાં તમામ 19 લાખ બિલની વહેંચણી થઈ જશે

ત્રણ તબક્કામાં બિલ્સ છપાશે જે પૈકી પ્રથમ તબક્કાના બિલ્સ વહેંચણી હાલમાં શરૂ કરેલ છે. ત્યારપછી બીજા તબકકાના બિલ્સ વહેંચણી 1 ઓગસ્ટ સુધીમાં શરૂ થશે અને છેલ્લા તબક્કાના બિલ્સની વહેંચણી 16-17 ઓગસ્ટ સુધીમાં શરૂ થશે. આમ, સપ્ટેમ્બર માસ સુધીમાં ત્રણ તબક્કામાં તમામ 19 લાખ બિલ્સની વહેંચણીનું આયોજન કરવામાં આવેલ છે.

QR Code  દ્વારા ઘરે બેઠા ભરી શકાશે ટેક્સબિલ

Digital India Initiative અંતર્ગત એડવાન્સ ટેક્સમાં ઓનલાઈન માધ્યમથી ટેક્સ ભરનાર કરદાતાઓને રીબેટ આપવામાં આવેલ હતું. જેના કારણે અંદાજે 55% જેટલા કરદાતાઓએ ઓનલાઈન માધ્યમથી પેમેન્ટ કરેલ છે. Digital India Initiative ના ભાગ સ્વરૂપે QR code સ્કેન કરવાની તેમજ whatsapp chatboat મારફતે ટેક્સ પેમેન્ટ કરવાની પહેલ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad: શેહઝાદ ખાન પઠાણે મેયરને થર્મોકોલનું ક્રુઝ આપી હાલ પુરતી રિવર ક્રુઝ સેવા બંધ રાખવા આપ્યુ આવેદનપત્ર

પ્રોપર્ટી/પ્રોફેશનલ ટેક્સ UPI તથા અન્ય ઓનલાઈન માધ્યમથી આસાનીથી ભરી શકશે

ચાલુ વર્ષે AMC દ્વારા કરદાતાઓને અપાતા ટેક્સ બિલમાં દરેક બિલના ટેનામેન્ટ નંબર પ્રમાણે QR Code છાપવામાં આવેલ છે. જે સ્કેન કરી કરદાતાઓ સીધા તેમના પ્રોપર્ટી/પ્રોફેશનલ ટેક્સ UPI તથા અન્ય ઓનલાઈન માધ્યમથી આસાનીથી ભરી શકશે. આ QR Code સ્કેન કરી પેમેન્ટ કરતી વખતે કરદાતાઓને તેમના ટેનામેન્ટ નંબર કે અન્ય કોઈ માહિતી enter કરવાની જરૂરિયાત રહેશે નહીં તથા કરદાતાઓ તેમના મોબાઈલ ફોનથી ઘર બેઠા આસાનીથી તેમના ટેક્સના નાણા ભરી શકશે.

વધુમાં કરદાતાઓ AMCના Whatsapp ચેટબોટ નંબર +917567855303 ઉપર Whatsapp માં “Hi” લખી મેસેજ કરી ચેટબોટની મદદથી Whatsapp પર પોતાના પ્રોપર્ટી ટેક્સ બિલ તથા પ્રોફેશનલ ટેક્સ બિલ ડાઉનલોડ કરી શકશે તથા તેઓના ટેક્સના નાણાં પણ ચેટબોટમાં ઉપલબ્ધ લિંક પરથી ભરી શકાશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મેઘરાજાએ તોડી નાખી ઘેડની કેડ, વિરામ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી
મેઘરાજાએ તોડી નાખી ઘેડની કેડ, વિરામ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી
રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે કરાઈ પ્રવેશબંધી- જુઓ Video
રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે કરાઈ પ્રવેશબંધી- જુઓ Video
વઢવાણનો 1400 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ થયો ધબાય નમ: -VIDEO
વઢવાણનો 1400 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ થયો ધબાય નમ: -VIDEO
શું તમે ગરમ ખોરાક કે દૂધ ફ્રિજમાં મુકી દો છો ? ખરાબ થઈ જશે રેફ્રિજરેટર
શું તમે ગરમ ખોરાક કે દૂધ ફ્રિજમાં મુકી દો છો ? ખરાબ થઈ જશે રેફ્રિજરેટર
ગુજરાતના આ જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જુઓ વીડિયો
ગુજરાતના આ જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જુઓ વીડિયો
રાજકોટની કસ્તુરબાધામના વિદ્યાર્થીઓ બે વર્ષથી ખુલ્લી લોબીમાં ભણવા મજબુર
રાજકોટની કસ્તુરબાધામના વિદ્યાર્થીઓ બે વર્ષથી ખુલ્લી લોબીમાં ભણવા મજબુર
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
રથયાત્રા પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા- Video
રથયાત્રા પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા- Video
કોંગ્રેસની ફરિયાદ નહીં લેવાય તો 6 જુલાઈએ કોંગ્રેસ રોડ પર ઉતરશેઃગોહીલ
કોંગ્રેસની ફરિયાદ નહીં લેવાય તો 6 જુલાઈએ કોંગ્રેસ રોડ પર ઉતરશેઃગોહીલ
અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 24 થી 28 કલાક ગુજરાત માટે અતિ ભારે
અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 24 થી 28 કલાક ગુજરાત માટે અતિ ભારે
g clip-path="url(#clip0_868_265)">