Breaking News : મહાઠગ કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા, પૂછપરમાં થશે મોટા ખુલાસા

Ahmedabad News : અત્યાર સુધીમાં ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ખુલાસો થયો છે કે કાશ્મીરના એક મોટા અધિકારીએ કિરણ પટેલને સિક્યોરિટી આપવા મૌખિક રીતે ભલામણ કરી હતી, પરંતુ કિરણ પટેલને Z+ સિક્યોરિટી મળી નહોતી. તેને માત્ર 5થી 6 સિક્યોરિટીના માણસો જ મળ્યા હતા.

Breaking News : મહાઠગ કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા, પૂછપરમાં થશે મોટા ખુલાસા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 7:16 PM

મહાઠગ કિરણ પટેલને કાશ્મીરથી  7 એપ્રિલે અમદાવાદ લાવ્યા બાદ આજે 8 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે મહાઠગ કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કિરણ પટેલ સામે 5 ગુનામાં તપાસ ચાલી રહી છે. ત્યારે હવે રિમાન્ડ મંજૂર થતા ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલની આકરી પૂછપરછ કરી શકે છે. જે પછી મોટા ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચો-Surat: 108ની સરાહનીય કામગીરી, અડધી રાતે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ ડિલિવરી કરાવી

કિરણ પટેલનું પોપટની જેમ એક જ રટણ : મેં કોઈના પૈસા લીધા નથી

ગત રોજ કિરણને કસ્ટડીમાં અમદાવાદ રાખ્યા દરમિયાન અને જ્મ્મુ કાશ્મીરથી અમદાવાદની મુસાફરી દરમિયાન કિરણ પટેલે સતત એવું રટણ કર્યું હતું કે તેણે કોઈના પૈસા લીધા નથી. મુસાફરી દરમિયાન કિરણ પટેલે પંજાબી ભાણું જમીને આરામથી સૂઈ ગયો હોવાની વિગતો સામે આવી હતી. ઠગ કિરણ પટેલ પોલીસને જણાવ્યું હતું કે તે જમ્મુ કશ્મીરમાં 3 વખત જઈને આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

અત્યાર સુધીમાં ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ખુલાસો થયો છે કે કાશ્મીરના એક મોટા અધિકારીએ કિરણ પટેલને સિક્યોરિટી આપવા મૌખિક રીતે ભલામણ કરી હતી, પરંતુ કિરણ પટેલને Z+ સિક્યોરિટી મળી નહોતી. તેને માત્ર 5થી 6 સિક્યોરિટીના માણસો જ મળ્યા હતા. મહત્વનું છે કે મહાઠગ કિરણ પટેલ છેલ્લા 6 માસમાં 4 વખત કાશ્મીર ગયો હતો. કિરણ પટેલે અમિત પંડ્યા, જય સીતાપરાની કાશ્મીરના અધિકારીઓ સાથે મુલાકાત કરાવી હતી.

કિરણ પટેલ પર 5 ગુનાઓ નોંધાયા છે

DCP  ચૈતન્ય માંડલિકના જણાવ્યા પ્રમાણે  બંગલો પચાવી પાડવાના કેસમાં રિમાન્ડ માંગવામાં આવશે. તેમજ  કિરણ વિરૂદ્ધ જેટલી અરજીઓ છે તેની તપાસ કરવામાં આવશે અને જરૂર જણાશે તો કેસ નોંધવામાં આવશે. સાથે સાથે  કિરણ પટેલની મિલકત, ડિગ્રી, સોશિયલ મીડિયા એકાઉન્ટ ની તપાસ કરવામાં આવશે.

ક્રાઇમ બ્રાન્ચને કિરણ પટેલની ડિગ્રી ખોટી હોવાની શંકા

કિરણ પટેલ કોમ્પ્યુટર એન્જિનિયર હોવાનું જણાવે છે જોકે ક્રાઇમ બ્રાન્ચને શંકા છેકે કિરણની ડિગ્રી ખોટી છે  જો તેની ડિગ્રી  થોટી હશે તો તે  અંગે પણ પગલાં  લેવામાં આવશે.  કિરણ પટેલ વિદેશમાં પણ નોકરી કરી હોવાનું જણાવ્યું છે. કિરણની પત્ની માલિનીની પૂછપરછમાં જે પણ સામે આવ્યુ છે તેની ખરાઇ કિરણ પટેલ સાથે કરવામાં આવશે.

જમ્મુ કાશ્મીરથી અમદાવાદની મુસાફરીમાં કરી મોટી મોટી વાતો

રસ્તામાં પોતાની મોટી-મોટી વાતો કરતો હતો. તેની વાતો પરથી પોલીસને લાગ્યું કે તે લોકોને મૂર્ખ બનાવવામાં માહિર છે.. તેણે પોલીસને કહ્યું કે- તે અગાઉ 3 વખત જમ્મુ-કાશ્મીર જઈ આવ્યો છે. બે વખત પ્રવાસન સચિવ અને ડેપ્યુટી કલેક્ટર સાથે મુલાકાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં જી-20 અંતર્ગત હેલ્થ કેમ્પ અને પ્રવાસન વિભાગનો સેમિનાર કરવાનું કહીને તેણે આ મુલાકાત કરી હતી. જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી કલેક્ટરને કિરણે પોતાની ઓળખ PMOના અધિકારી તરીકે આપી હતી અને કહ્યું હતું કે પ્રવાસન વિભાગનો સેમિનાર કરવાનો હોવાથી અલગ-અલગ જગ્યા જોવી પડશે. જેને લઈ ઠગ કિરણે સિક્યોરિટી માગી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તેને  ગનમેન સાથે એસ્કોર્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ ઝેડ-પ્લસ સિક્યોરિટી આપવામાં નહોતી આવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">