AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : યુવરાજસિંહના સમર્થનમાં આવી કોંગ્રેસ, અમિત ચાવડાએ કહ્યુ- 156 બેઠક વાળી સરકારે 56ની છાતી કૌભાંડીઓ સામે દેખાડવાની હતી

Ahmedabad News : યુવરાજ જે પાર્ટી સાથે સંકળાયેલા છે તે AAPના પહેલા કોંગ્રેસ સમર્થનમાં આવ્યું છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને જગદીશ ઠાકોરના સમર્થન બાદ વિદ્યાર્થી પાંખ NSUIએ અમદાવાદમાં રસ્તા પર ઉતરી દેખાવો કર્યા છે.

Ahmedabad : યુવરાજસિંહના સમર્થનમાં આવી કોંગ્રેસ, અમિત ચાવડાએ કહ્યુ- 156 બેઠક વાળી સરકારે 56ની છાતી કૌભાંડીઓ સામે દેખાડવાની હતી
Narendra Rathod
| Edited By: | Updated on: Apr 23, 2023 | 7:33 AM
Share

ભાવનગર પોલીસે ડમી કાંડમાં ખંડણીના કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરી છે. જે બાદ યુવરાજ જે પાર્ટી સાથે સંકળાયેલા છે તે AAPના પહેલા કોંગ્રેસ સમર્થનમાં આવ્યું છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને જગદીશ ઠાકોરના સમર્થન બાદ વિદ્યાર્થી પાંખ NSUIએ અમદાવાદમાં રસ્તા પર ઉતરી દેખાવો કર્યા છે. કોંગ્રેસની માગ છે કે ફરિયાદીની નહીં આરોપી સામે પોલીસ કાર્યવાહી કરો.

આ પણ વાંચો- Gujarat Weather : આગ ઝરતી ગરમીથી ગુજરાતવાસીઓને મળશે રાહત, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન

યુવરાજસિંહ જાડેજાને જેલ મુક્ત કરવાની માગ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ખંડણી કેસમાં ધરપકડ થયા બાદ કોંગ્રેસ અને તેની વિદ્યાર્થી પાંખ NSUI સમર્થન કરી રહ્યું છે. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ સરકારની આ કામગીરી સામે પ્રશ્ન ઊભા કરી યુવરાજને સમર્થન આપ્યા બાદ એનએસયુઆઈ કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી ખાતે દેખાવો કર્યા હતા.

NSUI કાર્યકરોએ દાદા સાહેબ પગલાં ચાર રસ્તા પાસે રસ્તા રોકી દેખાવો કર્યા હતા. NSUI કાર્યકરોએ યુવરાજસિંહ જાડેજાને જેલ મુક્ત કરવા અને જીતુ વાઘણી તેમજ અસિત વોરાની પૂછપરછ કરવા માગ કરી છે. રસ્તા પર દેખાવો કરી રહેલ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

આ પણ વાંચો-Gujarat Weather : આગ ઝરતી ગરમીથી ગુજરાતવાસીઓને મળશે રાહત, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ પ્રતિક્રિયા આપી

NSUI ઉપરાંત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ યુવરાજસિંહને સમર્થન આપી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે 156 બેઠકો વાળી સરકારે 56ની છાતી પેપર ફોડવા વાળા સામે કરવાની હતી. ગુનેગારોના બદલે તાનાશાહ સરકાર પ્રશ્નો ઉજાગર કરે એની સામે કાર્યવાહી કરે છે.

ગાંધી-સરદારના ગુજરાતમાં તમામ સમાજે જાગૃત થવાની જરૂર છે. ડમીકાંડ અંગે પુરાવાઓ આપનાર યુવરાજ સામે ખોટી ફરિયાદ કરાઈ છે, જો સરકાર સાચી હોય તો યુવરાજ સાથે ભાજપના નેતાઓની પણ પૂછપરછ કરવી જોઈએ. ચમરબંધીને નહીં છોડવાના દાવા કરનાર સરકાર ખોટા કેસો કરે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
સહજાનંદ કોલેજ પાસે પડ્યો 'મહાકાય ભૂવો'! આખુ ટ્રાફિક સિગ્નલ સમાઈ ગયુ
સહજાનંદ કોલેજ પાસે પડ્યો 'મહાકાય ભૂવો'! આખુ ટ્રાફિક સિગ્નલ સમાઈ ગયુ
અમદાવાદના મેયરના મતવિસ્તાર બોપલમાં જળબંબાકાર
અમદાવાદના મેયરના મતવિસ્તાર બોપલમાં જળબંબાકાર
રાશિફળ 25 જુલાઈ કઈ રાશિના જાતકોના અટકેલા કામો આજે પૂરા થશે
રાશિફળ 25 જુલાઈ કઈ રાશિના જાતકોના અટકેલા કામો આજે પૂરા થશે
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
g clip-path="url(#clip0_868_265)">