AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વાડજમાં ખંડણીખોરોની દાદાગીરી, ગેસ સિલિન્ડર સપ્લાયર પાસેથી દર મહિને 10 હજારની ખંડણી વસુલતા

Ahmedabad: વાડજમાં ખંડણીખોરોની દાદાગીરી સામે આવી છે. ગેર સિલિન્ડર સપ્લાયરને ધમકાવી છેલ્લા 2 વર્ષથી દર મહિને 10 હજાર રૂપિયાની ખંડણી અને એક સિલિન્ડર વસુલતા હોવાનુ સામે આવ્યુ છે, જો સપ્લાયર આનાકાની કરે તો તેને ધમકી આપી મારઝૂડ કરતા હતા. ખંડણીખોરોમાં એક મહિલા પણ સામેલ હતી.

Ahmedabad : વાડજમાં ખંડણીખોરોની દાદાગીરી, ગેસ સિલિન્ડર સપ્લાયર પાસેથી દર મહિને 10 હજારની ખંડણી વસુલતા
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 06, 2023 | 7:41 PM
Share

અમદાવાદના વાડજ વિસ્તારમાં ખંડણીખોરોની દાદાગીરી સામે આવી છે. આ ખંડણીકોરો ગેસ સિલિન્ડર સપ્લાય કરતા વ્યક્તિ પાસેથી બળજબરીથી ખંડણી વસુલતા હતા. ફરિયાદીની ફરિયાદ મુજબ ખંડણીખોરો તેને ધમકી આપતા હતા કે જો આ વિસ્તારમાં ગેસ સિલિન્ડર સપ્લાઇ કરવા હશે તો દર મહિને 10 હજાર અને એક સિલીન્ડર આપવો પડશે. છેલ્લા બે વર્ષથી એક મહિલા અને અન્ય બે લોકો દ્વારા ખંડણી વસૂલવા આવતી હતી.

વાડજ પોલીસ મથકમાં ખંડણીખોરો વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદના વાડજ પોલીસ મથકમાં ત્રણ ખંડણીખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. એક ગેસ સિલિન્ડર સપ્લાયર દ્વારા આ ખંડણીની ફરિયાદ નોંધાવાઈ છે. એક મહિલા અને અન્ય બે વ્યક્તિઓ વિરૂદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય ખંડણીખોર મહિલા ફરાર છે.

વર્ષા મેવાડા નામની એક મહિલાની પણ ખંડણી વસુલવામાં સંડોવણી

અમદાવાદના વાડજ પોલીસની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીના નામ રાજુ ચાવડા તથા હિતેશ ઉર્ફે મેમરી ચાવડા છે. જેઓ વેપારીઓને પરેશાન કરી વ્યવસાય કરવા માટે ખંડણી વસૂલતા હતા. આવા જ એક વેપારી દિનેશભાઈ પરમાર કે જેઓ ગેસ સિલિન્ડરની ડીલેવરીનું કામ કરે છે તેમની પાસેથી આ આરોપીઓ દર મહિને દસ હજાર રૂપિયાનો હપ્તો અને એક ગેસ સિલિન્ડર મફત મેળવતા હતા અને આ રીતે ખંડણી વસૂલતા હતા. રાજુ ચાવડા અને હિતેશ ચાવડાની સાથે વર્ષા મેવાડા નામની એક મહિલાની પણ સંડોવણી સામે આવી છે જે ખંડણી વસૂલવા માટે ધમકી આપતી હતી.

ખંડણી ન આપે તો ધમકી આપી મારજૂડ કરતા

ગેસ સિલિન્ડર સપ્લાયર દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ કરતા હકીકત સામે આવી કે, ઝડપાયેલા આરોપીઓ છેલ્લા બે વર્ષથી આ રીતે ખંડણી વસૂલતા હતા. જો કોઈ મહિને ખંડણી આપવામાં ન આવે તો ધમકીઓ આપતા, મોબાઈલમાં વોઇસ મેસેજ દ્વારા પણ ધમકીઓ આપતા તેમજ મારજુડ પણ કરતા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે ફરાર આરોપી વર્ષા મેવાડાનો પતિ ભરત કાઠિયાવાડી અગાઉ આચરેલા ગુનાને કારણે હાલ જેલમાં છે અને તેનો જ લાભ ઉઠાવી વર્ષા તેના પતિના નામે ધમકી આપી રૂપિયા પડાવતી હતી અને પોતાનો રોફ જમાવતી.

આ પણ વાંચો : Ahmedabad: પતિ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યો તો પત્ની એ ભર્યું એવું પગલું કે સમગ્ર પરિવાર વિખેરાઈ ગયો, જાણો ઘટના

હાલતો વાડજ પોલીસે મારામારી, ખંડણી અને ધમકીના ગુનામાં તપાસ કરતા ઝડપાયેલા આરોપી રાજુ ચાવડા અને હિતેશ ચાવડાનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે અને આરોપીઓના ડરથી લોકો પોલીસ ફરિયાદ ન કરતા હોવાનું પણ તપાસમાં ખૂલ્યુ છે. સાથે જ આરોપીઓએ અન્ય કેટલા લોકો કે વેપારીઓ પાસેથી ખંડણી માંગી રૂપિયા પડાવ્યા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">