AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પતિ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યો તો પત્ની એ ભર્યું એવું પગલું કે સમગ્ર પરિવાર વિખેરાઈ ગયો, જાણો ઘટના

પત્નીને ગર્ભવતી બનાવી પતિએ અનૈતિક સબંધ બાંધ્યા, પુત્રીના જન્મ બાદ પત્નીને નોકરી કરવા દીકરીને તેની માતાના ઘરે મૂકી આવ્યો. પત્ની દીકરીને મળવા કરગરતી રહી અને આપઘાત કર્યો.

Ahmedabad: પતિ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યો તો પત્ની એ ભર્યું એવું પગલું કે સમગ્ર પરિવાર વિખેરાઈ ગયો, જાણો ઘટના
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 05, 2023 | 5:45 PM
Share

Ahmedabad Police: અમદાવાદમાં વધુ એક યુવતીએ પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીના આપઘાતથી ફક્ત દોઢ વર્ષના લગ્ન જીવનનો કરુણ અંજામ આવ્યો છે. પત્ની ગર્ભવતી બની તો પતિ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યો અને અનૈતિક સંબંધની લડાઈમાં પત્નીએ આપઘાત કરીને જીવનનું અંતિમ પગલું ભર્યું.

અમદાવાદમાં નારોલ વિસ્તારમાં એક યુવતીએ પતિના અનૈતિક સંબધ અને તેની પૈસાની લાલચને કારણે કંટાળીને આત્મહત્યા કરી છે. વાત અનૈતિક સબંધો કે પૈસાની લાલચથી નથી અટકતી પણ પોતાની ત્રણ મહિનાની દીકરીને પણ તેનાથી અલગ કરી પોતાના માતા પિતા પાસે મોકલી દીધી હતી. આખરે કંટાળીને પત્નીએ આપઘાત કર્યો હતો.

આરોપી રજત હુંડાનાં ત્રાસથી તેની પત્ની અનુએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રજતે અન્ય યુવતી સાથે અનૈતિક સંબંધ બનાવ્યા તેમજ બાળકીના જન્મ બાદ તેને પોતાની માતા પાસે મુકી આવીને પત્નીને નોકરી કરવા દબાણ કર્યું. એટલું જ નહીં પત્ની દીકરી માટે કરગરતી હતી છતાં તેને દિકરીને મળવા ન દીધી. પતિના અનૈતિક સંબંધ અને લાલચ તેમજ દીકરીના વિયોગ વચ્ચે અનુએ આત્મહત્યા કરીને અંતિમ પગલું ભર્યું.

નારોલ પોલીસે પરિણીતાના આપઘાત કેસમાં આરોપી પતિ રજત હુંડાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી. મૂળ હરિયાણાના મનોજકુમાર જાટ અમદાવાદમાં કન્સ્ટ્રક્શન અને હોટેલનું બિઝનેસ કરે છે તેમની ત્રણ બહેનો છે. જેમાં અનુ નામની બહેનના લગ્ન દોઢ વર્ષ પહેલાં રજત હુંડા સાથે થયા હતા. લગ્ન બાદ રજત અને અનુ પોતાના વતનમાં થોડાક મહિના રહ્યા બાદ અમદાવાદ આવ્યા હતા પોતાની બહેન અમદાવાદમાં સુખી રહે અને તેને કોઈ તકલીફ ન પડે તે માટે ભાઈએ પોતાની હોટલમાં રજતને મેનેજર તરીકે નોકરી માટે રાખ્યો હતો.

લગ્નના થોડા સમય બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. જે દરમ્યાન અનુ ગર્ભવતી થઈ હતી તે સમયે પતિ રજત અન્ય યુવતીઓ સાથે અનૈતિક સંબધ શરૂ કર્યા હતા. જેની જાણ અનુને થતા બંને વચ્ચે ફરી ઝઘડો શરૂ થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર થતા રજત અનુને માર પણ મારતો હતો.

આ પણ વાંચો  : રાજકોટના જેતપુરમાં બે જુના જર્જરિત મકાન ધરાશાયી, ત્રણ લોકોના મોત

આ હેરાનગતિને લઈને અનુએ પોતાના પરિવારને જાણ કરી, પરંતુ પરિવારે ઘર સંસાર સાચવાની સલાહ આપી હતી. આ દરમ્યાન અનુએ બાળકીને જન્મ આપ્યો અને બાળકીને જન્મ બાદ પણ રજતે તેની આ હરકત ચાલુ રહી હતી અને પૈસાની લાલચમાં રજતે અનુને નોકરી કરવા માટે દબાણ શરૂ કર્યું હતું, પરંતુ બાળકી નાની હોવાથી તેણે નોકરી કરવાની ના પાડી એટલે રજત ચાર મહિનાની બાળકીને તેની માતા પાસે વતનમાં મૂકી આવ્યો હતો. જેથી અનુ બાળકી વગર સતત પરેશાન થતી હતી.

પરણીતાના આપઘાત કેસમાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને દુષ્પપ્રેરણાનો ગુનો નોંધીને રજત હુંડાની ધરપકડ કરી છે. જોકે અનુએ પોતાના ભાઈને આપઘાત પહેલા પતિની હરકતો વિશે જાણ કરી હતી જેથી ઓડિયો રેકોડીગ FSL માં મોકલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">