Ahmedabad : ધોળકા ચંડીસર નજીક નર્મદા કેનાલમાં ગાબડું, પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને નુકશાન
ઘઉંના તૈયાર પાકમાં પાણી ફરી વળતા હાથમાં આવેલો પાક નાશ થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે.ખેડૂતોનો આરોપ છે કે આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઇ પગલા ભરવામાં આવ્યાં નથી.ધરતીપુત્રોની આ પીડા કોઈ અધિકારીને સમજાતી નથી એ સૌથી મોટું દુઃખ છે
અમદાવાદના(Ahmedabad) ધોળકા ચંડીસરના ખેડૂતોની(Farmers) માઠી દશા થઈ છે. જેમાં નર્મદાની મેઇન કેનાલમાં (Narmada Canal) ગાબડું પડતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળ્યાં છે. તેમજ પાણીથી ખેડૂતોનો તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. જેમાં ઘઉંના તૈયાર પાકમાં પાણી ફરી વળ્યાં છે. તેમજ પાણી ફરી વળતાં ખેડૂતોને લાખોનું નુકસાન થયાની ભીતિ છે. તેમજ સરકાર સર્વે કરી સહાય આપે તેવી માંગ પણ કરવામાં આવી છે. ધોળકાના ચંડીસર ગામના ખેતરોમાં ફરી વળેલું પાણી ખેતરોમાં જ નહીં ખેડૂતોના નસીબ ઉપર પણ ફરી વળ્યું છે એવું કહીએ તો ખોટું નથી.ચંડીસર ગામેથી પસાર થતી નર્મદાની મેઇન કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યું છે.
ધરતીપુત્રોની આ પીડા કોઈ અધિકારીને સમજાતી નથી
ઘઉંના તૈયાર પાકમાં પાણી ફરી વળતા હાથમાં આવેલો પાક નાશ થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે.ખેડૂતોનો આરોપ છે કે આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઇ પગલા ભરવામાં આવ્યાં નથી.ધરતીપુત્રોની આ પીડા કોઈ અધિકારીને સમજાતી નથી એ સૌથી મોટું દુઃખ છે..લોહી પાણી એક કરીને જ્ચારે જગતનો તાત અન્ન ઉગાડતો હોય છે. અને જ્યારે પાક હાથમાં આવવાનો હોય ત્યારે જ આવું નુકસાન જાય તો ખેડૂતો કોની પાસે આશા રાખે ? સરકારી તંત્ર આ મામલે ખેડૂતોની સહાય માટે ઘટતું કરે તેવી આ ખેડૂતો આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad : ખેલ મહાકુંભ પૂર્વે સરદાર પટેલ સ્ટેડિયમની બહાર ભીડ ઉમટી, લોકો પીએમ મોદીનું સ્વાગત કરવા આતુર
આ પણ વાંચો : Holi 2022 : સુરતમાં વૈદિક હોળીનો વધ્યો ટ્રેન્ડ, હોલિકા દહન માટે ગોબર સ્ટીકનું છ ગણું ઉત્પાદન