Ahmedabad: બોડકદેવ પોલીસે મંદિરને ટાર્ગેટ કરી ચોરી કરતા યુવકની ધરપકડ કરી, અનેક ચોરીઓનો ભેદ ઉકેલ્યો
આરોપીએ જે સોનીને આ ચાંદીના છત્ર વેચ્યા હતા તે સોનીની પણ પોલીસે ધરપકડ કરી છે.કડીના હીરા માણેક કોમ્પ્લેક્સમાં કેતન સોની દુકાન ધરાવી આવા ચોરીના માલ લેતો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ માત્ર દાગીના સોનીને આપી હિસાબ કરી રાખ્યો હતો.સોની વેપારીએ પૈસા આપવાનું કહેતા ચોર જીગર દેસાઈએ બાદમાં હિસાબ કરવાની વાત કરી હતી
અમદાવાદના બોડકદેવ પોલીસે મંદિરને ટાર્ગેટ કરી ચોરી કરતા યુવકની ધરપકડ કરી છે. જેના પગલે અલગ અલગ સાત જગ્યાઓ કરેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં મોજશોખ માટે પૈસા ભેગા કરવા એક યુવક ચોર બન્યો હતો. જેણે મંદિરમાં માતાજીના છત્રની ચોરી કરી હતી. તેમજ 7 જગ્યાએ ચોરી કરી આરોપી દાગીના વેચવા જતો હતો ત્યારે પોલીસે ઝડપી પાડ્યો છે. આ આરોપી જીગરે સોલા, બોડકદેવ, કડી, મહેસાણા, સાંતેજ માં આવેલા મંદિરોને ટાર્ગેટ કર્યા છે. આ આરોપીને મોજશોખ પુરા કરવા નાણાં ની જરૂર હતી.પણ અન્ય કોઈ જગ્યાએ ચોરી કે લૂંટ કરે અને પકડાઈ જાય તો બસ આ જ ડરથી તેણે મંદિરોને ટાર્ગેટ કર્યા અને એક બાદ એક દોઢ બે માસમાં સાત મંદિરોમાં ચોરી ને અંજામ આપ્યો છે.
માતાજી પાસે રહેલા છત્રો ચોરી કરી ફરાર થઇ જતો
બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઇ અભિષેક ધવન કહેવું છે કે આરોપી જીગર એવા મંદિર ટાર્ગેટ કરતો હતો કે જ્યાં મંદિરમાં સીસીટીવીના હોય પરતું પોલીસે પણ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપી ધરપકડ કરી છે.જ્યારે આરોપી જીગર 7 ધોરણ ભણેલો છે. હવે ચોરીના રવાડે ચઢી ગયો છે એટલે સવાર પડે ને સીધો મંદિરોની રેકી કરવા નીકળતો છે. બાદમાં જ્યાં કોઈ અવર જવર ન હોય ત્યાં જતો તે મંદિરમાં જઈને માતાજીને બે હાથ જોડતો અને પ્રાર્થના કરતો હતો અને બાદમાં માતાજી પાસે રહેલા છત્રો ચોરી કરી ફરાર થઇ જતો. આ આરોપી પાસેથી પોલીસે એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ પણ વાંચો : Ahmedabad: રામનવમી નિમિતે ગિનિસ બુક હોલ્ડર યુવાન ફરી એક રેકોર્ડ નોંધાવશે
સાત મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો
આરોપીએ જે સોનીને આ ચાંદીના છત્ર વેચ્યા હતા તે સોનીની પણ પોલીસે ધરપકડ કરી છે.કડીના હીરા માણેક કોમ્પ્લેક્સમાં કેતન સોની દુકાન ધરાવી આવા ચોરીના માલ લેતો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ માત્ર દાગીના સોનીને આપી હિસાબ કરી રાખ્યો હતો.સોની વેપારીએ પૈસા આપવાનું કહેતા ચોર જીગર દેસાઈએ બાદમાં હિસાબ કરવાની વાત કરી હતી.હજુ તો તે હિસાબ કરી નાણાં મેળવે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઇ ગયો અને શહેર તથા આસપાસના ગામના સાત મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…