Ahmedabad Crime: 19 મિનિટમાં ગેસ કટરથી ATM મશીન તોડયુ, 10 લાખથી વધુની રોકડની કરી ચોરી

અમદાવાદ શહેરમાં ફરી એક વખત તસ્કરોએ ATMને ટાર્ગેટ કર્યું છે. ગેસ કટરથી ATM મશીન તોડયુ અને આ બાદ ગેસ કટર અને બાટલો ATMમાં મૂકી ચોર ઇસમો ફરાર થયા છે. તસ્કરોએ CCTVથી બચવા સ્પ્રે માર્યો. મહત્વનુ છે કે પોલીસે ATM ચોરી મામલે તસ્કરોની મોડ્સ ઓપરેન્ડીને લઈને તપાસ શરૂ કરી છે. 

Ahmedabad Crime: 19 મિનિટમાં ગેસ કટરથી ATM મશીન તોડયુ, 10 લાખથી વધુની રોકડની કરી ચોરી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 18, 2023 | 5:06 PM

અમદાવાદ શહેરમાં ગણતરીની મિનિટમાં એક બેંકનું ATM મશીન તોડીને તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થયા છે. તસ્કરોએ ગેસ કટરથી ATM મશીન તોડ્યું અને રૂપિયા લઈ ગયા તેમજ ગેસનો બાટલો અને કટર મૂકી ગયા. જો કે તસ્કરોએ CCTVથી બચવા સ્પ્રે માર્યો હતો. જોકે પોલીસે ATM ચોરી મામલે તસ્કરોની મોડ્સ ઓપરેન્ડીને લઈને તપાસ શરૂ કરી.

મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ઇન્ડ્સ બેંકમાં ATMમાંથી તસ્કરો રૂ. 10 લાખથી વધુની રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા. ભાર્ગવ રોડ પર આવેલી ઈન્ડસ્ બેંકના ATMમાં 2 ઈસમોએ પ્રવેશ કર્યો. તેઓ ગેસનો બાટલો અને કટર પણ સાથે લઈને અંદર પ્રવેશ કર્યો. ચોરી કરતા CCTV કેમેરામાં કેદ ના થાય માટે તેઓએ પહેલા CCTV કેમેરા પર સ્પ્રે છાંટી દીધું અને ત્યાર બાદ ATM મશીનને ગેસ કટરથી કાપીને મશીન તોડી દીધું હતું.

જે બાદ મશીનમાં રહેલા રોકડ રૂપિયા લઈ ફરાર થઇ ગયા હતા. જો કે ATM મશીન તોડવા માટે લાવેલા ગેસ કટર અને સિલિન્ડરનો બાટલો મુકીને તસ્કરો નાસી ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા મેઘાણીનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી.

પોલીસ તપાસ કરતા ATM મશીનમાં પ્રવેશ કરતા 2 શખ્સો CCTV માં કેદ થયા હતા. જેમાં એક શખ્સ મોઢે રૂમાલ બાંધી ATM માં રહેલ CCTV ને સ્પ્રે મારે છે. જ્યારે અન્ય શખ્સ ગેસ કટર લઈ ATM મશીનમાં આવીને માત્ર 19 મિનિટમાં ATM મશીનને તોડી રોકડ રૂપિયા લઈ ફરાર થઈ જાય છે. આ ઘટનામાં ફરી એક વખત બેંકની બેદરકારી સામે આવી છે. કારણ કે ATM મશીન તૂટ્યા બાદ પણ એલાર્મ વાગ્યું નહતું. પરંતુ ATM મશીનની એક્ટિવિટી બંધ થઈ જતા મુંબઈની બ્રાન્ચએ અમદાવાદની ઈન્ડ્સ બેંકની બ્રાન્ચમાં જાણ કરતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : ખરા ચોર છે ! ચોરી કરી જેલમાં જતા અને જેલમાંથી છૂટી ફરી ચોરીના રવાડે ચડી જતા, અમદાવાદ પોલીસે આરોપીઓની સાન ઠેકાણે લાવી

પોલીસને પ્રાથમિક તપાસમા તસ્કરો ગુજરાતની બહારના હોય અને બેંકના ATM ની રેકી કરીને ચોરીને અંજામ આપ્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. શહેરના મોટા ભાગના ATM મશીન સિક્યુરિટી ગાર્ડ વગર ના હોવાના કારણે તસ્કરો ચોરી કરવામાં સફળ બને છે. આ કેસમાં પણ ઇન્ડસ્ બેંકના ATM ની બહાર સિક્યુરિટી ગાર્ડ નહિ હોવાથી તસ્કરોએ ગણતરીની મિનિટોમાં ચોરી કરી ફરાર થઇ ગયા. એટલું જ નહીં 4 દિવસ પહેલા જ આ ATM મશીનમાં 15 લાખ રૂપિયાની રોકડ ભરી હતી. પહેલાં આ ATM બંધ હાલતમાં હતું. જેથી તસ્કરો રેકી કરીને ચોરીને અંજામ આપ્યો હોવાની શકયતાને લઈને પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video