ખરા ચોર છે ! ચોરી કરી જેલમાં જતા અને જેલમાંથી છૂટી ફરી ચોરીના રવાડે ચડી જતા, અમદાવાદ પોલીસે આરોપીઓની સાન ઠેકાણે લાવી
અમદાવાદ શહેર પોલીસે એવા બે રીઢા ગુનેગારને ઝડપ્યા છે કે જે મોજશોખ માટે ચોરીના ગુનાને અંજામ આપતા, જે બાદ ચોરી કરી જેલમાં જતા અને જેલમાંથી છૂટી ફરી ચોરીના રવાડે ચડી જતા. આવી જ રીતે ચોરીને પોતાનો રોજગાર બનાવી દીધો હતો. જે બંને ચોરને પોલીસે ફરી ઝડપ્યા છે કોણ છે આ રીઢા ચોર જુઓ આ અહેવાલમાં..
અમદાવાદમાં ચોરીના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે આવાજ ચોરીના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આનંદનગર પોલીસ ગિરફતમાં રહેલા વિષ્ણુપ્રસાદ ઉર્ફે બંગાળી પંડિત અને પંકજ મીણા નામના આરોપી રીઢા ચોર છે, થોડાક દિવસ પહેલા જ બન્ને આરોપીઓ આનંદનગર તથા વસ્ત્રાપુર વિસ્તારમાં ઓફીસ અને દુકાન શટર તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જે ત્રણ ગુનાનો ભેદ ઉકેલી દીધો, આનંદનગર પોલીસે બાતમીના આધારે બન્ને આરોપી 36 હજારના ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
પકડાયેલ આરોપી વિષ્ણુપ્રસાદ ઉર્ફે બંગાળી પંડિત મૂળ ઓડીસાનો અને અમદાવાદમાં રહે છે અને આરોપી પંકજ મીણા મૂળ રાજસ્થાન અને અમદાવાદમાં રહે છે. આરોપીઓ ચોરી કરવાનો પોતાનો રોજગાર બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે કારણકે આરોપી શહેરમાં રાત્રીના સમયે રોડ સાઈડ પર રહેલ કોમ્પલેક્ષ કે દુકાનમાં શટર તોડી ચોરી કરતા, ચોરી કરેલા પૈસાથી મોજશોખ કરવા આરોપી મુંબઈ અને ગોવા જઈ પૈસા ઉડાવી દેતો હતો, જે બાદ આરોપી ફરી ચોરીના રવાડે ચઢી જતો અને જેલમાં જતો, જેલમાંથી બહાર નીકળી તરત જ ચોરી કરવાનું શરૂ કરતો હતો. આમ આરોપી વિષ્ણુપ્રસાદ ઉર્ફે બંગાળી પડિત 9 થી વધુ ગુનામાં પકડાઈ ચુક્યો છે. ત્યારે આરોપી પકજ મીણા એક ઘરફોડ ચોરીમાં પકડાઈ ચુક્યો છે.
આનંદનગર પોલીસે બન્ને આરોપી ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે બન્ને આરોપી અન્ય ક્યાં ક્યાં વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો છે જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જુઓ Video
બીજી તરફ સુરતમાં પણ આ જ પ્રકારે ચોરીના બનાવ સામે આવ્યો હતો. સુરતમાં ચાવી બનાવવાના બહાના હેઠળ રેકી કરી રાત્રીના સમયે ઘરફોડ ચોરીના(Theft) ગુના આચરનાર રીઢા સીકલીગર આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચની(Crime Branch) ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી 3.10 લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને 1 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. જેમાં સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતી આ દરમ્યાન બાતમીના આધારે સરથાણા નવજીવન હોટેલ પાસેથી આરોપી પરબતસિંગ દિલીપસિંગ ડાંગી તથા લાખનસિંગ ગોવિંદસિંગ ચૌહાણને ઝડપી પાડ્યા હતા.