અમદાવાદ: AMCએ ફાયર NOC ન લેનાર બિલ્ડિંગો સામે લાલ આંખ કરી, વીજ-પાણી સહિતના કનેક્શન કાપવા હાથ ધરશે કવાયત

Ahmedabad: મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયર NOC ન લેનારી અને રિન્યુ ન કરાવનારી હાઈરાઈઝ બિલ્ડિંગો સામે લાલ આંખ કરી છે. આવી બિલ્ડિંગોના વીજળી, પાણી અને ગટર કનેક્શન સહિતના જોડાણો કાપી નાખવાની ઝુંબેશ હાથ ધરશે. નિયમોનું પાલન ન કરનારા લોકો સામે AMC કાર્યવાહી કરશે.

અમદાવાદ: AMCએ ફાયર NOC ન લેનાર બિલ્ડિંગો સામે લાલ આંખ કરી, વીજ-પાણી સહિતના કનેક્શન કાપવા હાથ ધરશે કવાયત
ફાયર NOC ન લેનાર બિલ્ડિંગો સામે લાલ આંખ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jan 11, 2023 | 8:23 PM

પૂર આવે અને પાળ બાંધવી આ કહેવત જાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દત્તક લીધી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ બનાવ બને છે તે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવે છે અને કામગીરી કરવાના ડોળ કરે છે. આવી જ રીતે ગોતામાં લાગેલી આગ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એક વાર હરકતમાં આવ્યું છે અને શહેરમાં રહેલી હાઇરાઈઝ બિલ્ડીંગો કે જેણે ફાયર એનઓસી નથી લીધી કે રીન્યુ નથી કરાવી તેની સામે કડક કાર્યવાહી કરવા માટે પગલા હાથ ધર્યા છે.

ફાયર NOC ન ધરાવતી હાઈરાઈઝ બિલ્ડિંગો સામે થશે કડક કાર્યવાહી

શાહીબાગમાં ઓર્ચીડ ગ્રીનમાં બનેલી આગની ઘટનાએ ફરી એકવાર તંત્રને દોડતું કર્યું છે. જે ઘટના બાદ ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું અને શહેરમાં આવેલ હાઇરાઈઝ બિલ્ડીંગો કે જેની પાસે ફાયર NOC નથી કે એનઓસી રીન્યુ નથી કરાવી તેવી બિલ્ડીંગો સામે કડક કાર્યવાહી કરવા તૈયારીઓ દર્શાવી છે. જેમાં AMC ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ સાથે મળી NOC નહિ લેનાર ઇમારતોના વીજ, પાણી અને ગટર કનેક્શન કાપી નાખશે. જેથી લોકોમાં એક દાખલો બેસે કે NOC ન લેનારા અને નિયમોનું પાલન નહીં કરનારા લોકો સામે કાર્યવાહી થઇ શકે છે.

ફાયર વિભાગના એફિડેવિટ મુજબ 739 ઈમારતો પાસે ફાયર NOC નથી

મળતી માહિતી પ્રમાણે હાઇકોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ફાયર NOC મુદ્દો ચાલી રહ્યો છે. જેમાં છેલ્લે ફાયર વિભાગ દ્વારા એફિડેવિટ રજૂ કરાઈ. જે એફિડેવિટમાં 739 ઇમારતો પાસે ફાયર NOC નહિ હોવાનો ઉલ્લેખ હતો. જેમાં 608 અમદાવાદ શહેર અને 131 ગાંધીનગરની ઇમારતોનો સમાવેશ થાય છે. એટલે કે અમદાવાદની 608 ઇમારતો સામે AMC આ કાર્યવાહી કરશે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

જોકે ઉતરાયણ પર્વ ન બગડે માટે AMC ઉતરાયણ બાદ સોમવારથી ઝુંબેશ હાથ ધરશે. જેના માટે AMC એ સૌ પ્રથમ 24 ઇમારતોની યાદી બનાવી છે. જ્યાં ટીમ જશે NOC લેવા ફરજ પાડશે અને જો પ્રક્રિયા નહિ થાય તો વીજ પાણી અને ગટર કનેક્શન કાપવાની શરૂઆત કરાશે. જેની સીધી અસર 24 હજાર પરિવારને પડશે. આ ઇમારતો એવી છે કે જેઓને ત્રણ ત્રણ વાર ફાયર NOC માટે નોટિસ મળી હોવા છતાં પ્રક્રિયા નથી કરી.

કેટલી ઈમારતોએ ફાયર NOC લીધી ?

શહેરમાં ટોટલ 10769 NOC એકવાર લીધી છે. તો તેમાં વેલીડ NOC ધરાવતી 9,119 ઇમારતો છે. તો 739 માંથી 608 ઇમારતો જે અમદાવાદ શહેરમાં છે તેમને NOC લેવાની બાકી છે.

 કેટેગરી પ્રમાણે જોઈએ તો

  • રેસિડેન્ટ બિલ્ડીંગ 3,174  ઇમારતો
  • રેસિડેન્ટ કમ કોમર્શિયલ 1,389 ઇમારતો
  • કોમર્શિયલ 1,429 ઇમારતો

સ્પેશ્યલ બિલ્ડીંગ 239 ઇમારતો જે 45 મીટર ઉપર બાંધકામની હોય તેવી ઇમારત. જે 10 માળ ઉપરની હાઇરાઇઝ ઇમારતો આવે. જેમાં કેટલીક ઇમારતો જોઈએ તો.

  • મોન્ડેલ હાઇટ્સ ઇસ્કોન
  • એસવીપી
  • ઝાયડ્સ
  • ગોદરેજ ગાર્ડન સીટી
  • સિન્ધુભવન તાજ હોટેલ
  • તક્ષશિલા એલિસબ્રિજ

 23 ઇમારતોમાંથી કેટલીક ઇમારતોના નામ પર નજર કરીએ તો

પૂર્વ ઝોનમાં

  • હાથીજણમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ના 9 બ્લોક
  • વિંઝોલમાં સાલીન હાઈટ 5માં ત્રણ બ્લોક
  • વસ્ત્રાલ રિંગ રોડ પર વેદરાજ
  • મણીનગરમાં નંદ સીટીના ત્રણ બ્લોક
  • વસ્ત્રાલ માં શિવમ 2

નવા પશ્ચિમ ઝોનમાં

  • એસજી હાઇવે ગોતામાં સેવન ગ્રેસ બ્લોક એબી
  • ઘાટલોડિયામાં નિર્માણ કોમ્પ્લેક્સ ચાર બ્લોક
  • થલતેજમાં ઇન્દ્રપ્રસ્થ એક માં ચાર બ્લોક
  • મણીનગરમાં રુદ્ર સ્કાય
  • ઇસનપુર રોડ શ્યામ સાઈ 2
  • ખોખરામાં શ્રી રંગ હાઈટ્સ બે બ્લોક
  • ચાંદલોડિયામાં બી એમ ટાવર
  • સેટેલાઈટમાં હેતવી ટાવર
  • બોડકદેવમાં પુષ્કર ટાવર તેમજ રોયલ ચિન્મય ટાવર
  • જગતપુરમાં વૃંદાવન ના 10 બ્લોક
  • રાણીપમાં કલાસાગર હાઇટ્સ ના દસ બ્લોક
  • દક્ષિણ ઝોનમાં
  • નારોલમાં ઉમંગ નારોલ 7 એક બ્લોક
  • નંદનવનમાં 4 બ્લોક
  • તીર્થ એક એસોસીએટ

આ સિવાય 608 ઇમારતો કે જેઓ પાસે NOC નથી તેઓને જાણ પણ કરાઈ છે. તેમાંની ઇમારતો જોઈએ તો

  • ખોખરામાં પરિષ્કાર 1 – 2
  • ગુરુકુળમાં ઇન્દ્રપ્રસ્થ ટાવર
  • મેમનગરમાં નારાયણ એકસોટીક અને સહજાનંદ ટાવર
  • નારણપુરામાં સુખ ટાવર
  • માણેકબાગમાં તુલિત સીતાદેલ
  • વૈષ્ણોદેવીમાં શાલીગ્રામ લેક વ્યુ
  • મોટેરા માં થર્ડ આઈ રેસીડેન્સી
  • નરોડામાં પ્રાર્થના પરિસર અને હેવન હાઈટ્સ દહેગામ
  • વસ્ત્રાપુરમાં તક્ષશિલા એપાર્ટમેન્ટ
  • ગુરુકુળમાં વેસ્ટ એન્ડ પાર્ક
  • પ્રહલાદ નગરમાં સફળ પરીવેશ
  • ગોદરેજ ગાર્ડન સિટી

ફાયર NOC ને લઈને AMCની કડક કાર્યવાહી

  • ફાયર વિભાગે NOC નહિ લેનાર 608 માંથી 23 એકમોનું પ્રથમ લિસ્ટ કાર્યવાહી માટે બનાવ્યું
  • 23 એકમોમાંથી 3 એકમના પાણી કનેક્શન કાપ્યા
  • ગુજરાત હાઉસિંગ બોર્ડ હાથીજણ અને શ્યામસાઈ ઇસનપુર એકમના પાણી કનેક્શન કાપ્યા NOC ને લઈને AMC ની કડક કાર્યવાહી

એટલું જ નહીં પણ જો કોઈ ફાયર NOC નથી લીધી તો તે ઇમારતોના ચેરમેન અને સેક્રેટરી સામે કાયદાકીય  કાર્યવાહી પણ થઈ શકે છે. જેમાં તેઓને ત્રણ મહિનાની જેલ પણ થઈ શકે છે. એટલે કે નિયમ પાલન નહિ કરનાર ઇમારતો જેની સામે AMC હવે કડક કાર્યવાહી કરી શકે છે તે નક્કી છે.

g clip-path="url(#clip0_868_265)">