અમદાવાદનો વેપારી હનીટ્રેપમાં ભરાયો, સાયબર ક્રાઈમમાં 11 લોકો સામે ગુનો નોંધાયો, જુઓ Video

અમદાવાદના એક વેપારીએ અજાણી યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે. જેમાં મિત્રતાની આડમાં વેપારીને હનીટ્રેપમાં ફસાયો છે. યુવતીએ વેપારી સાથે મિત્રતા કરીને તેને વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ વીડિયો કોલમાં તેણે કપડાં ઉતરાવી વીડિયો બનાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 2:22 PM

અમદાવાદના એક વેપારીએ અજાણી યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે. જેમાં મિત્રતાની આડમાં વેપારી હનીટ્રેપમાં ફસાયો છે. યુવતીએ વેપારી સાથે મિત્રતા કરીને તેને વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ વીડિયો કોલમાં તેણે કપડાં ઉતરાવી વીડિયો બનાવ્યો હતો. રાજ્યભરમાં અત્યારે હનીટ્રેપનો શિકાર થનાર લોકોની સંખ્યામા વધારો થયો છે. જેમાં અતિ સ્વરૂપવાન દેખાતી યુવતિઓ સોશિયલ મીડિયામાં પર લોકોને મેસેજ મોકલે છે. ત્યારબાદ પુરુષો રુપવતી મહિલાઓને જોઈને મોહી પડે છે અને તેમની સાથે મિત્રતા કરી લે છે. આવી જ એક હનીટ્રેપની ઘટના અમદાવાદમાં સામે આવી છે.

આ યુવતી વેપારીને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતી હતી અને વેપારીને બ્લેકમેલ કરતી હતી. એટલુ જ નહી યુવતીએ આપઘાત કર્યો હોવાનું કહીને અન્ય લોકોએ વેપારી પાસેથી 2 કરોડ 69 લાખ પડાવી લીધા હતાં. આ ઉપરાંત અમદાવાદના વેપારીને આરોપીએ દિલ્લી હાઈકોર્ટના ખોટા ઓર્ડર બતાવી વેપારીને ડરાવતા હતાં. સાથે જ તે CBI, સાયબર ક્રાઈમ સહિતના અધિકારીના નામ લઈને ફોન કરતા હતાં. અને વેપારીને આ કેસમાં ફસાવવાની ધમકી આપતા હોવાનું જાણવા મળ્યું છે. હાલ અજાણ્યા 11 લોકો સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઇ છે અને પોલીસ આ ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">