AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં હ્રદયરોગના દર્દીઓમાં ચિંતાજનક વધારો, ઠંડીને કારણે વધ્યા કેસો

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હ્રદયરોગના દર્દીઓમાં વધારો થયો છે. ડિસેમ્બર મહિનામાં હ્રદય સંબંધિત સમસ્યાઓના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં હ્રદયરોગના દર્દીઓમાં ચિંતાજનક વધારો, ઠંડીને કારણે વધ્યા કેસો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2022 | 5:01 PM
Share

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હ્રદયરોગના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બરમાં પ્રતિદિન સરેરાશ 180થી વધુ લોકોમાં હ્રદયની સમસ્યા જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે અને અનેક સ્થળોએ તાપમાન 10 ડિગ્રીથી પણ નીચે નોંધાઈ રહ્યુ છે. જેના કારણે હ્રદયને લગતી સમસ્યાના કેસમાં પણ 20 ટકા જેટલો ચિંતાજનક વધારો નોંધાયો છે. ખાસ કરીને વહેલી સવાર દરમિયાન કાર્ડિયોવાસ્ક્યુલરના કેસ વધારે જોવા મળે છે. શિયાળામાં ઠંડીને કારણે હ્રદયની નળીઓ સાંકડી બની જતા હ્રદયના ધબકારા બ્લડ પ્રેશરમાં વધારો થાય છે. જેની તકેદારી રાખવી અત્યંત જરૂરી છે.

ડિસેમ્બરમાં સરેરાશ 179 કેસ આવે છે

વર્ષ 2020માં ડિસેમ્બર મહિના દરમિયાન 108 ઈમરજન્સી સેવામાં હ્રદય સંબંધિત સમસ્યાના 3147 કેસ, ડિસેમ્બર 2021માં 4195 અને ડિસેમ્બર 2022 સુધીમાં 4463 કેસ નોંધાયા છે. આ આંકડાને જોતા આ મહિને દરરોજ સરરેરાશ 179થી વધુ હ્રદય સંબંધિત કેસ આવે છે. શિયાળા દરમિયાન હ્રદયને લગતી સમસ્યા ધરાવનારા દર્દીઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ તેવુ તબીબો પણ જણાવે છે.

શિયાળા દરમિયાન હ્દયની નળીઓ સાંકડી બની જાય છે

કાર્ડિયોલોજિસ્ટ્સોના મતે શિયાળામાં હ્રદયની નળીઓ સાંકડી બની જાય છે. તેને કારણે હ્રદયના ધબકારા અને બ્લડપ્રેશરમાં વધારો થાય છે. શિયાળામાં વધુ કેલરીવાળો ખોરાક એ પણ હ્રદયરોગની સમસ્યા વધવાનું એક કારણ છે. આ ઉપરાંત પ્લાઝમા લેવલમાં ફરક, લોહી જામી જવાનું પરિબળ, પ્લેટલેટ્સમાં વધારો, બ્લડપ્રેશર અને કોલેસ્ટેરોલમાં વધઘટ, અંત:સ્ત્રાવમાં ફેરફારો, અંગેમાં લોહીની માગ-પૂરવઠાના રેશિયોમાં વધારો, સહિતના પરિબળો હ્રદયરોગના હુમલા માટે જવાબદાર હોય છે. શિયાળામાં ધમનીમાં ખેંચ અને એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ જેવી તકલીફોમાં વધારો જોવા મળે છે.

છેલ્લા પાંચ વર્ષમાં કેસમાં 20 ટકાનો વધારો

સિવિલમાં છેલ્લા પાંચ વર્ષના હ્રદય સંબંધિત સમસ્યાના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2018માં આઉડોર દર્દીઓ 2,54,679 અને ઈન્ડોર દર્દીઓ 30,969 હતા. વર્ષ 2019માં 2,73,131 અને 34,203 ઈન્ડોર દર્દીઓ હતા. જ્યારે વર્ષ 2020માં 1,57,747 જ્યારે 24,306 ઈન્ડોર દર્દીઓ હતા. વર્ષ 2021માં 2,24,688 અને 35,235 ઇન્ડોર દર્દીઓ હતા. વર્ષ 2022માં 2,49,495 આઉટડોર દર્દીઓ અને 36,708 ઈન્ડોર દર્દીઓ હતા.

યુ.એન.મહેતામાં 2022માં 36,708 દર્દીઓ નોંધાયા

સિવિલ હોસ્પિટલમાં આવેલી યુ.એન.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજીમાં હ્રદયની સમસ્યા ધરાવતા કુલ 36,708 દર્દીઓને વર્ષ દરમિયાન દાખલ થયા છે. એક જ વર્ષમાં અત્યાર સુધીના હ્રદયરોગના દાખલ થયેલા આ સૌથી વધુ દર્દીઓ છે. આ વર્ષે 2.49 લાખ આઉટડોર દર્દીઓ નોંધાયા છે. યુ.એન. મહેતામાં દાખલ થનારા દર્દીઓ 2020માં 24306 અને 2021માં 35,235 દર્દીઓ હતા. આ વર્ષે કુલ 391 દર્દીમાં બલૂન અને 1191 દર્દીમાં પેસમેકર મુકવામાં આવ્યા છે.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">