Rajkot : સિવિલ હોસ્પિટલમાં કોરોનાની તૈયારીઓને લઈ સમીક્ષા, વિવિધ વોર્ડના અધિકારી રહ્યા હાજર
રાજકોટમાં હાલ 100 બેડ, ઓક્સિજન અને દવાઓનો પૂરતો જથ્થો ફાળવાયો છે. તો તબીબ અને પેરામેડિકલ સ્ટાફની પણ યોગ્ય વ્યવસ્થા છે. જ્યારે કોરોના ટેસ્ટિંગ માટે સરકારી અને ખાનગી લેબમાં પણ પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમણને લઈ સરકારના વિવિધ વિભાગોએ કરેલી તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી. રાજકોટ કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના વડા ખાસ ઉપસ્થિત રહ્યાં. રાજકોટમાં હાલ 100 બેડ, ઓક્સિજન અને દવાઓનો પૂરતો જથ્થો ફાળવાયો છે. તો તબીબ અને પેરામેડિકલ સ્ટાફની પણ યોગ્ય વ્યવસ્થા છે. જ્યારે કોરોના ટેસ્ટિંગ માટે સરકારી અને ખાનગી લેબમાં પણ પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે.
તબીબ અને પેરામેડિકલ સ્ટાફની પણ યોગ્ય વ્યવસ્થા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટની કલેક્ટર અને સિવિલ સુપરિન્ટેન્ડન્ટ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ મુલાકાત લીધી અને ઓક્સિજનની સ્થિતિની માહિતી મેળવી. રાજકોટ સિવિલમાં 100 બેડનો ખાસ કોરોના વોર્ડ તૈયાર કરીને તંત્રને સાવચેત રહેવાના આદેશ અપાયા છે. આ ઉપરાંત લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગને લઈ જાગૃતિ આવે તેવા પ્રયાસ પણ આગામી દિવસોમાં કરવામાં આવશે.
(વીથ ઈનપૂટ- મોહિત ભટ્ટ, રાજકોટ)
