AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: આરોપીએ પૈસા પડાવવા હોસ્પિટલનું ફેક ઈમેઈલ એકાઉન્ટ બનાવી દર્દીઓના સ્વજનોને આપતા લાલચ, બે આરોપી પોલીસના સકંજામાં

Crime news: આરોપીઓએ હોસ્પિટલનું ફેક ઇમેઇલ એકાઉન્ટ બનાવી દર્દીને ઇમેઇલ કર્યો હતો. આરોપીઓએ જરૂરિયાતમંદોને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની લાલચ આપતો ફેક ઇમેઇલ મોકલ્યો હતો. જોકે પોલીસ તપાસ કરતા ઇમેઇલ મોકલનાર આરોપીએ પરિચિત વ્યક્તિને ઇમેઇલ કર્યો હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad: આરોપીએ પૈસા પડાવવા હોસ્પિટલનું ફેક ઈમેઈલ એકાઉન્ટ બનાવી દર્દીઓના સ્વજનોને આપતા લાલચ, બે આરોપી પોલીસના સકંજામાં
હોસ્પિટલનું ફેક ઈમેઈલ એકાઉન્ટ બનાવી પૈસા પડાવવાનું ષડયંત્ર રચતા આરોપી પકડમાં
Mihir Soni
| Edited By: | Updated on: Nov 09, 2022 | 5:18 PM
Share

અમદાવાદની જાણીતી હોસ્પિટલનું ફેક ઈમેઈલ એકાઉન્ટ બનાવનાર બે આરોપીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ હોસ્પિટલનું ફેક ઇમેઇલ એકાઉન્ટ બનાવી દર્દીને ઈમેઈલ કર્યો હતો. આરોપીઓએ જરૂરિયાતમંદોને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની લાલચ આપતો ફેક ઇમેઇલ મોકલ્યો હતો. જોકે પોલીસ તપાસ કરતા ઇમેઇલ મોકલનાર આરોપીએ પરિચિત વ્યક્તિને ઇમેઇલ કર્યો હોવાનું સામે આવ્યું છે. પૈસા મેળવવા માટે લોકોના લાગણી સાથે છેડછાડ કરનાર આરોપી રાજન રાજપૂત અને યશ ઉર્ફે પ્રથમ શુકલાની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે.

બે આરોપીની ધરપકડ

ઘટના કઈક એવી છે કે જાણીતી હોસ્પિટલના મેનેજર નિખિલ વ્યાસે બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે 9 સપ્ટેમ્બરના રોજ રાહુલ વર્મા નામનો એક વ્યક્તિ કિડની ડોનર તરીકે પૂછપરછ કરવા માટે આવ્યો હતો અને એક ગાજીયાબાદની એક યુવતીને કિડની ડોનેટ કરવા માટેની માહિતી મેળવતો હતો. પરંતુ મેનેજરે દર્દી અને ડોનર વચ્ચે સંબંધ ન હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ મંજૂરી મળતી ન હોવાનું કહીને યુવકને પરત મોકલ્યો હતો. આ દરમિયાન હોસ્પિટલનું ફેક આઈડી દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટની માહિતી એક દર્દીને મોકલતા જેની જાણ હોસ્પિટલને થઈ હતી, જેથી ફરિયાદ કરી ગ્રામ્ય પોલીસે ટેક્નિકલ એનાલિસિસના આધારે બન્ને આરોપીની ધરપકડ કરી છે.

પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે એક ક્ષત્રિય ગ્રૂપમાં ગજેન્દ્રસિંહ નામના વ્યક્તિએ પોતાની દીકરીને કિડની ટ્રાન્સપ્લાન્ટ જરૂર હોવાનો મેસેજ કર્યો હતો. જેમાં ગજેન્દ્રસિંગને રાજન રાજપૂત સાથે સંપર્ક થયો હતો. જે બાદ કિડની જરૂરિયાત રહેતા યુવતીના પિતા ગજેન્દ્રસિંગની સાથે આરોપી રાજન રાજપૂત હોસ્પિટલમાં ગયો હતો. જ્યાં કિડની ટ્રાન્સપ્લાન માટેની માહિતી મેળવી હતી. જેમાં કિડની ડોનર અને દર્દીનો સંબંધ એક ના હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની હોસ્પિટલે ના પાડી હતી.

ફેક ઈમેઈલ આઈડી બનાવીને લાલચ આપી

બાદમાં આરોપી રાજન રાજપૂત દ્વારા હોસ્પિટલનું ફેક ઇમેઇલ આઈડી બનાવીને ગજેન્દ્રસિંગ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે લાલચ માટેનો એક ઈમેલ કર્યો હતો. ગજેન્દ્રસિંગ પાસેથી પૈસા પડાવવા માટેનો આરોપી રાજનએ પ્લાન બનાવ્યો હતો. જેથી યશ ઉર્ફે પ્રથમ શુક્લા પાસેથી હોસ્પિટલનું ફેક ઇમેઇલ આઈડી બનાવ્યું હતું. જેમાં આરોપી રાજન રાજપૂતે ફેક ઇમેઇલ આઈડી પરથી કિડની ટ્રાન્સપ્લાન કરવાનો ખોટો મેસેજ મોકલ્યો હતો. ગ્રામ્ય પોલીસે બન્ને આરોપી ધરપકડ કરી રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે, જેમાં બન્ને આરોપીઓ અન્ય કોઈ દર્દીઓને આ રીતે ઇમેઇલ કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">