AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: અમદાવાદનું તંત્ર ઈલેક્શન મોડ પર, મોટેરાના વેરહાઉસમાં EVM ડીસ્ટ્રીબ્યુશનની કામગીરીમાં 600 કરતા વધુ કર્મચારીઓ જોતરાયા

Gujarat Election: આજે EVM મશીનોના ડીસ્ટ્રીબ્યુશનનો ત્રીજો દિવસ છે. હજુ પણ બે-ત્રણ દિવસ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. સૌ પ્રથમ CU મશીન અને BU મશીન ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે. પારદર્શિતા જળવાય તે રીતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Gujarat Election: અમદાવાદનું તંત્ર ઈલેક્શન મોડ પર, મોટેરાના વેરહાઉસમાં EVM ડીસ્ટ્રીબ્યુશનની કામગીરીમાં 600 કરતા વધુ કર્મચારીઓ જોતરાયા
દક્ષિણ ગુજરાતમાં મતદાન માટેની તૈયારીઓ
Darshal Raval
| Edited By: | Updated on: Nov 09, 2022 | 1:34 PM
Share

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. વિવિધ રાજકીય પક્ષ પોતાના પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. તે જ રીતે વહીવટી તંત્ર પણ મતદાન પ્રક્રિયાની કામગીરીમાં લાગી ગયુ છે. અમદાવાદમાં વિધાનસભા ચૂંટણીને લઈને તંત્રએ પૂરજોશમાં કામગીરી શરૂ કરી દીધી છે. અમદાવાદના મોટેરા વિસ્તારમાં EVMનુ વેરહાઉસ આવેલી છે. જ્યાં EVM મશીનોના ડીસ્ટ્રીબ્યુશનની કામગીરી શરુ કરવામાં આવી છે. આજે EVM મશીનોના ડીસ્ટ્રીબ્યુશનનો ત્રીજો દિવસ છે. હજુ પણ બે-ત્રણ દિવસ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. સૌ પ્રથમ CU મશીન અને BU મશીન ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે. પારદર્શિતા જળવાય તે રીતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્રથમ તબક્કાનું રેન્ડેમાઇઝેશન પૂર્ણ

અમદાવાદમાં કંટ્રોલ રૂમ શરૂ કરવા અને ફ્લાઈંગ સ્કોર્ડની રચના કરવામાં આવી છે. તો મોટેરા વિસ્તારમાં EVMનું વેરહાઉસમાં 7 ટેબલ પર બેઠક પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાન પ્રક્રિયા માટે કુલ 9154 CU મશીન, 9154 BU મશીન અને 9425 VVPT મશીન ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે. જેમાંથી છેલ્લા બે દિવસમાં 6030 CU મશીન જ્યારે 4360 BU મશીન ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કાનું રેન્ડેમાઇઝેશન પૂર્ણ કરી ડિસ્ટ્રીબ્યુશન કરાઈ રહ્યું છે. વેર હાઉસથી વિધાનસભા સ્ટ્રોંગ રૂમ પર મશીન લઈ જવાઇ રહ્યા છે. બાદમાં ઉમેદવારના નામ જાહેર થયા બાદ વિધાનસભા સ્ટ્રોંગ રૂમ પર બીજા તબક્કાનું રેન્ડેમાઇઝેશન થશે. બાદમાં મતદાન પહેલા સોફ્ટવેર આધારે મશીનની બુથ પર ફાળવણી થશે.

પારદર્શિતા જળવાઇ રહે તેવી રીતે કામગીરી

મોટેરા ખાતેના વેર હાઉસમાં રાજકીય પક્ષની હાજરીમાં આ ડિસ્ટ્રીબ્યુશનની પ્રક્રિયા ચાલી રહી છે. કોઈ ચૂક ન રહે માટે વીડિઓગ્રાફી સાથે અનેં પારદર્શિતા સાથે કામગીરી કરાઈ રહી છે. જો કોઈ મશીન બગડે તો તેને રિપ્લેશ કરવા આ વખતે 63 ટકા લેખે BU અને CU મશીન રિઝર્વ રખાયા છે. જ્યારે 68 ટકા લેખે vvpt મશીન રિઝર્વ રખાયા છે. 21 વિધાનસભાના કુલ 5599 બુથને લઈને પ્રક્રિયા ચાલી રહી છે. 21 વિધાનસભામાં સૌથી વધુ દસક્રોઈમાં 413 બુથ છે.

કર્મચારીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઇ

EVM ડિસ્ટ્રીબ્યુશનની કામગીરીમાં પોલીસ કર્મચારી સાથે 600 કરતા વધુ લોકો કામે લગાવવામાં આવ્યા છે. કર્મચારીઓને અગવડ ન પડે માટે વેર હાઉસ ખાતે જમવા સહિતની સુવિધા કર્મચારીઓ માટે ઉભી કરાઈ છે. તો શુક્રવાર સુધીમાં ડિસ્ટ્રીબ્યુશનની પ્રક્રિયા પૂર્ણ થવાનો અંદાજ છે. 637 BU સેન્ટ્રલ વેર હાઉસ પર રિઝર્વ રહેશે. જ્યારે 160 ટકા લેખે ડિઝટ્રીબ્યુશન પ્રક્રિયા ચાલુ છે.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">