AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

63 મૂન્સ ટેક્નોલોજીસનો સાયબરસિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ, અમદાવાદમાં યોજાશે રોડ શો

અદ્યતન ટેક્નોલોજીનું સર્જન કરવામાં હંમેશાં મોખરે રહેતી 63 મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડ હવે સાયબરસિક્યોરિટી ક્ષેત્રે ફ્રેન્ચાઇઝી મોડેલનો 1 માર્ચ, 2024થી પ્રારંભ કરી રહી છે. ફ્રેન્ચાઇઝીની નિમણૂક કરવા માટેના આ કાર્યની શરૂઆત દેશમાં ઝડપથી વિકસી રહેલા અમદાવાદથી થઈ રહી છે.

63 મૂન્સ ટેક્નોલોજીસનો સાયબરસિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ, અમદાવાદમાં યોજાશે રોડ શો
Follow Us:
| Updated on: Feb 29, 2024 | 5:42 PM

નવીનતા અને પરિવર્તન લાવનારી ટેક્નોલોજી લાવવાની પરંપરા જાળવીને હવે 63 મૂન્સે સાયબરસિક્યોરિટી ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. કંપનીએ જણાવ્યા મુજબ પ્રથમ રોડ શો 1 માર્ચે અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત હયાત અમદાવાદમાં યોજાઈ રહ્યો છે.ત્યાર બાદ દેશભરમાં રોડ શો યોજાશે.

63 સેટ્સના સીઈઓ નિહાર પઠારે આ અંગે જણાવે છે કે, દેશભરમાં 20 લાખ ટ્રેડિંગ ટર્મિનલ્સ ધરાવતા ઓડિન ટ્રેડિંગ પ્લેટફોર્મ અને એમસીએક્સ, આઇઈએક્સ, ડીજીસીએક્સ, એસએમએક્સ, એમસીએક્સએસએસ, વગેરે જેવાં એકસચેન્જોની શૃંખલા રચનારા અમારા સ્થાપક શ્રી જિજ્ઞેશ શાહના વિઝનને અનુલક્ષીને ડિજિટલ ઈકોનોમી ક્ષેત્રે ક્રાંતિ સર્જવાના હેતુસર 63 મૂન્સે સાયબરસિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. એમાં શ્રી જિજ્ઞેશ શાહ કોચ અને મેન્ટર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે.”

એસઓસી નું પીઠબળ અને વિકેન્દ્રીત ફ્રેન્ચાઇઝી નેટવર્કનો સહયોગ

અહીં જણાવવું રહ્યું કે વર્તમાન સમયમાં વ્યક્તિઓ હોય, કંપનીઓ હોય કે પછી રાષ્ટ્રી હોય, દરેકની સામે સાયબર એટેક્સનું જોખમ ઘણું જ વધારે અને ગંભીર સ્વરૂપનું છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને 63 મૂન્સે પોતાની ત્રણ અદભુત પ્રોડકટ્સ અને સર્વિસનો પ્રારંભ કર્યો છે. એમાં CYBX (દરેક મોબાઇલ હેન્ડસેટ માટે), 63 SATS (દરેક એન્ટરપ્રાઇઝ સર્વર માટે) અને CYBERDOME (દરેક શહેર, રાજ્ય અને દેશ માટે)નો સમાવેશ થાય છે. આ ત્રણેય વસ્તુઓને મળ્યું છે સેન્ટ્રલાઇઝડ સિક્યોરિટી ઓપરેશન્સ નર્વ સેન્ટર (એસઓસી)નું પીઠબળ અને વિકેન્દ્રીત ફ્રેન્ચાઇઝી નેટવર્કનો સહયોગ.

થલાપતિ વિજયે પોતાની મહિલા ચાહક સાથે કર્યા છે લગ્ન , જુઓ પરિવારમાં કોણ કોણ છે
બ્રહ્મ મુહૂર્તમાં જન્મેલા બાળકો કેટલા લકી હોય છે? જાણો અહીં
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પરિવાર વિશે જાણો
NASA સ્પેસ મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી કેવી રીતે કરે છે?
નાકમાંથી લોહી નીકળવું એ કયા રોગનું લક્ષણ છે?
Moonson Season: ચોમાસામાં સ્કીન ઈન્ફેક્શનના લક્ષણો શું છે?

વિશ્વની અગ્રણી કંપનીઓનો આ કાર્યમાં સાથ મળ્યો

સાયબરસિક્યોરિટી માટેની 63 મૂન્સની આ પ્રોડકટ્સ અને સર્વિસીસનું સર્જન ઇઝરાયલથી લઈને અમેરિકા સુધીની વિશ્વની સાયબરસિક્યોરિટી ક્ષેત્રની 10 ઉત્તમ કંપનીઓના સહયોગથી કરવામાં આવ્યું છે. બ્લેકબેરી, રિસિક્યોરિટી, મોરફિસેક, વગેરે જેવી સાયબરસિક્યોરિટીની વિશ્વની અગ્રણી કંપનીઓનો આ કાર્યમાં સાથ મળ્યો છે.

યુનિકોર્ન બનવાની ક્ષમતા ધરાવતી અનેક કંપનીઓનું સર્જન કરી ચૂકેલી 63 મૂન્સ ટેક્નોલોજીસ હવે એવા ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે, જેમાં ડેકાકોર્ન કંપનીઓનું સર્જન થવાની સંભાવના છે.

નોંધનીય છે કે ભારતીય સાયબરસિક્યોરિટી માર્કેટનું કદ વર્ષ 2029 સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાનું થવાનો અંદાજ છે. આ જ રીતે વર્ષ 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે આ માર્કેટ 42 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની થવાની ક્ષમતા ધરાવે છે. નિહાર પઠારેએ આ નિમિત્તે વધુમાં કહ્યું છે કે ભારતમાં ઇન્ટરનેટથી કનેકટેડ દરેક ડિવાઇસનું રક્ષણ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા CYBX. 63 SATS અને CYBERDOME ના લોન્ચિંગ દ્વારા વ્યક્ત થઈ રહી છે.

CYBX – આ પ્રોડકટને લીધે દરેક મોબાઇલ ધારક ડાયલર એપની મદદથી સલામત રીતે કોલ કરી શકશે. આ એપમાં ફોન નંબરનો ચકાસણી કરાયેલો ડેટાબેઝ ઉપલબ્ધ છે. ઉપરાંત, વાઇફાઇ સ્ટેટસ અને એને સંબંધિત જોખમોની ચકાસણી થઈ શકશે. નકામા કે જોખમી મેસેજ સામે રક્ષણ મળશે અને દરેક યુઆરએલ લિંકની સલામતીની તપાસ પણ આ પ્રોડકટથી થઈ શકશે. મોબાઇલમાં ઇન્સ્ટોલ કરાયેલી દરેક એપ્લિકેશન બરોબર ચાલે છે કે નહીં એના પર દેખરેખ રાખવાની કામગીરી પણ એ બજાવશે.

63 SATS- દરેક જણની પોતપોતાની જરૂરિયાતો અનુસાર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંરક્ષણ માટેનું સોલ્યુશન તથા અદ્યતન મેલવેર પ્રોટેક્શન, એન્ટિ પીગાસસ મોબાઇલ થ્રેટ ડિફેન્સ, વગેરે જેવી સલામતી પૂરી પાડનારી આ પ્રોડકટ છે.

CYBERDOME આ સેવા દરેક શહેર, દરેક રાજ્ય અને દરેક રાષ્ટ્રને લશ્કરમાં વપરાતી હોય એટલી સુસજ્જ અને સુરક્ષિત સંદેશવ્યવહાર વ્યવસ્થા પૂરી પાડે છે. એનું સર્વાંગી ક્લાઉડ સિક્યોરિટી મૅનેજમેન્ટ રેન્સમવેર અને ડેટા પ્રાઇવસી થ્રેટ ઇન્ટેલિજન્સ જેવી સુરક્ષા ધરાવે છે. પ્રતિકૂળ સરકાર પ્રેરિત સ્પાયવેર એટેક્સ ઉપરાંત મોટા પાયે કરવામાં આવતા સાયબર એટેકસની સામે પણ એ રક્ષણ પૂરું પાડે છે.

63 મૂન્સ ટેક્નોલોજીસ સમગ્ર દેશમાં પથરાયેલું ફ્રેન્ચાઇઝી નેટવર્ક ઓફર કરી રહી છે. કંપનીએ 1 માર્ચ, 2024થી શરૂ કરીને દેશનાં 52 શહેરોમાં રોડ શો રાખવાનું નક્કી કર્યું છે. એમાં ફ્રેન્ચાઇઝી નેટવર્ક ઊભું કરવાનું અને એના મારફતે પ્રોડકટ્સ અને સર્વિસીસ પૂરી પાડવાનું લક્ષ્ય છે.

g clip-path="url(#clip0_868_265)">