Ahmedabad : ઉતરાયણના પવિત્ર પર્વે સિવિલ હોસ્પિટલમાં 32મુ અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO)ની ટીમને મનીષાબહેનના લિવરનું દાન મેળવવામાં સફળતા મળી. સમાજના ભણેલા-ગણેલા, સમજદાર - શિક્ષિત અને સાધનસંપન્ન લોકોમા માનવસેવાનું આ ઉદાહરણીય અને ઉમદા કાર્ય આવનારા લાંબા સમય સુધી અન્ય કેટલાય લોકો માટે પ્રેરણાસ્રોત બની રહેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

Ahmedabad : ઉતરાયણના પવિત્ર પર્વે સિવિલ હોસ્પિટલમાં 32મુ અંગદાન
Ahmedabad: 32nd organ donation at Civil Hospital during Uttarayan festival
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 8:53 PM

મકરસંક્રાંતિના પવિત્ર પર્વે દાનનો મહિમા મહત્વનો છે. ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં પણ ઉતરાયણના દિવસે વિવિધ પ્રકારના દાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital)ઉતરાયણના દિને પ્રવર્તમાન સમયના સૌથી મોટા અંગદાનની (Organ donation)વધુ એક ઘટના બની. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા મનિષાબેન બ્રેઇન ડેડ થતાં તેમના પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO)ની ટીમને મનીષાબહેનના લિવરનું દાન મેળવવામાં સફળતા મળી. સમાજના ભણેલા-ગણેલા, સમજદાર – શિક્ષિત અને સાધનસંપન્ન લોકોમા માનવસેવાનું આ ઉદાહરણીય અને ઉમદા કાર્ય આવનારા લાંબા સમય સુધી અન્ય કેટલાય લોકો માટે પ્રેરણાસ્રોત બની રહેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

અંગદાનની તીવ્ર જરૂરિયાત ધરાવતા આવા જરૂરિયાતમંદ દર્દીઓ પણ સામાન્ય માણસની જેમ ખુશીથી જીવી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગની સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ બ્રેઇનડૅડ થયેલ દર્દીઓના અંગોનું દાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓમાં તેનું પ્રત્યારોપણ કરાવીને તેમને ખુશહાલ જીવન પ્રદાન કરવાનો માનવ સેવાનો યજ્ઞ છેડ્યો છે.અને હવે આ પ્રયાસોના સુંદર પરિણામ પણ મળવા લાગ્યા છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 1 વર્ષમાં SOTTO અંતર્ગત 32 વ્યક્તિના અંગદાનમાં સફળતા મળી છે, જેના થકી 99 અંગોનું પ્રત્યારોપણ થયું છે અને 84 પીડિતોનું જીવન બદલાયું છે. અત્રે ખાસ નોંધનીય છે કે, કોઇપણ વ્યક્તિના અંગોનું દાન મેળવતા પૂર્વે વિવિધ ટૅસ્ટની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા અનુસરવાની હોય છે. આ પ્રક્રિયા બાદ જ અંગોનું દાન થઈ શકે છે. આ કારણોસર છેલ્લાં 1 વર્ષમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે જે સફળતા મેળવી છે. તે તબીબી વિજ્ઞાનની નજરે નોંધપાત્ર કહી શકાય છે.

ગુજરાતના આરોગ્ય વિભાગનો પ્રભાર ધરાવતા ઋષિકેશ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ જનકલ્યાણ અને લોકસેવાનો મંત્ર હૈયે રાખીને સદૈવ કાર્યરત્ અમદાવાદ સિવિલ હોસ્પિટલે સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ અંગદાન મેળવવામાં નેત્રદીપક કામગીરી કરી છે. ઉપરોક્ત બનાવ ગુજરાત સરકાર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના માનવસેવાના નિઃસ્વાર્થ પ્રયાસોની પુષ્ટિ કરે છે.

આખી ઘટના એવી છે કે મૂળ અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મનીષાબહેન ગેડીયા 11 જાન્યુઆરીના રોજ માથાના અસહ્ય દુખાવા અને શારીરિક નબળાઈની ફરિયાદ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. અહીંના તબીબોએ મનીષા બહેનની સારવાર કરીને જીવ બચાવવાના તમામ પ્રયાસો કર્યા. પરંતુ અંતે તેઓ બ્રેઇન ડેડ જાહેર કરાયા. બ્રેડ જાહેર કરાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા મનિષાબેનના પરિવારજનોને અંગદાન માટે વિગતવાર સમજણ આપવામાં આવ્યા બાદ તેમના પરિવારજનોએ અંગોનું દાન કરી માનવસેવાની મિસાલ સર્જનારો નિર્ણય લીધો.

સિવિલ સુપ્રીન્ટેન્ડેટ ડૉ. રાકેશ જોષી કહે છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સતત પ્રેરણારૂપ માર્ગદર્શન હેઠળ અંગદાનમાં જવલંત સફળતા મળી રહી છે. રિટ્રાઇવલ સેન્ટર શરૂ થયાના ખૂબ જ ટૂંકા ગાળામાં સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ દ્વારા અંગદાનની પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે.

વધુમા વધુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતી આવે અને આ અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યોરોપણ થાય અને તેમના જીવનની ગુણવત્તા, કાર્યક્ષમતામાં વધારો થાય તે દિશામાં અમારી સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ પ્રયત્નશીલ છે, એમ ડો. જોશીએ જણાવ્યું હતું.

કોઇના દર્દથી મુરઝાયેલા ચહેરા પર મુસ્કાન રેલાવવી એક માનવસેવાનું કાર્ય છે. ગુજરાતની સંસ્કૃતિમાં તો માનવસેવા અને દાનપુણ્યનો વિશેષ મહિમા છે. ૨૧મી સદીમાં તો કોઇને અંગોનું દાન કરીને જીવન પ્રદાન કરવું એ ખુબ જ મોટું સત્કર્મ ગણવામાં આવ્યું છે. ખાસ કરીને જેના શરીરનું કોઇ અંગ કામ કરતું બંધ થઈ ગયું હોય તેવી વ્યક્તિના જીવનમાં તો સાવ સાદી ખુશી પણ મહત્વની હોય છે. આજના આધુનિક સમયમાં ગુજરાત સરકારના પ્રયાસોના લીધે અંગદાન હવે વધુ સરળ બન્યું છે તેવા સમયે હવે સમાજમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ વધે તે આજની ઘડીની આવશ્યક્તા છે.

આ પણ વાંચો : Ahmedabad : કાંકરિયા અને નવરંગપુરાના મલ્ટીલેવલ પાર્કિંગ નિષ્ફળ, છતાં AMC ચાર નવા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવશે

આ પણ વાંચો : ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો, નવા 9177 કેસ નોંધાયા

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">