AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : કાંકરિયા અને નવરંગપુરાના મલ્ટીલેવલ પાર્કિંગ નિષ્ફળ, છતાં AMC ચાર નવા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવશે

અમદાવાદ શહેરમા પાર્કીંગની સમસ્યા વિકટ બની છે. આ સમસ્યાને હવળી કરવા એએમસીએ શહેરમાં વધુ ચાર મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાનો નિર્ણય કર્યો છે. એએમસીએ કાકરિયા અને નવરંગપુરા ખાતેના બનાવેલા મલ્ટીલેવલ પાર્કીગને જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નથી.

Ahmedabad : કાંકરિયા અને નવરંગપુરાના મલ્ટીલેવલ પાર્કિંગ નિષ્ફળ, છતાં AMC ચાર નવા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવશે
Ahmedabad: AMC will build four new multi-level parking lots
Dipen Padhiyar
| Edited By: | Updated on: Jan 15, 2022 | 8:19 PM
Share

Ahmedabad : શહેરમાં પાર્કિંગની (Parking Problem) સમસ્યા હલ કરવા એએમસીએ (AMC) કાકરિયા અને નવરંગપુરા ખાતે મલ્ટીલેવલ પાર્કિંગ (Multi level parking) બનાવી દીધા. આયોજન વિના કરોડો રૂપિયાના ખર્ચે આ પાર્કિંગ બનાવી દીધા. જેના કારણે આ પાર્કીંગનો પૂરતો ઉપયોગ થતો નથી. ત્યારે હવે એએમસીએ શહેરમાં વધુ ચાર જગ્યાએ મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ શહેરમા પાર્કીંગની સમસ્યા વિકટ બની છે. આ સમસ્યાને હવળી કરવા એએમસીએ શહેરમાં વધુ ચાર મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાનો નિર્ણય કર્યો છે. એએમસીએ કાકરિયા અને નવરંગપુરા ખાતેના બનાવેલા મલ્ટીલેવલ પાર્કીગને જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નથી. છતાં પણ નવા ચાર મલ્ટીલેવલ પાર્કિંગ માટે કરોડો રૂપિયાનો ધુમાડો એએમસી કરશે. ચાંદલોડીયા, પ્રહલાદનગર, રિવરફ્રન્ટ અને સિંધુ ભવન રોડ પર મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યા છે. ચાંદલોડિયામાં સિલ્વર સ્ટાર ચાર રસ્તા પર આ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે.

મહત્વનું છેકે જે જગ્યાએ આ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે ત્યાં પાર્કિંગની એટલી સમસ્યા નથી. ત્યાંથી એક કિલોમીટર આગળ ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ પાસે પાર્કિંગની સમસ્યા છે. સિંધુ ભવન રોડ પર પણ પાર્કિંગનો પ્રશ્ન નથી છતાં પણ ત્યાં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વીએસ હોસ્પિટલની પાછળ રિવરફ્રન્ટ પર મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર થઈ રહ્યું છે. ત્યાં પણ પાર્કિંગનો કોઈ પ્રશ્ન નથી. કારણ કે એએસવીપી હોસ્પિટલમાં પાર્કિંગ છે અને વીએસ હોસ્પિટલમાં આવતા મુલાકાતીઓ રિવરફ્રન્ટ પર મલ્ટીલેવલ પાર્કિંગનો ઉપયોગ કરવા કેવી રીતે આવશે તે પણ એક પ્રશ્ન છે. ત્યારે આયોજન વિના જ નવા ચાર મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાનો નિર્ણય કરતા વિવાદ થયો છે.

કાંકરિયા ખાતે 7 માળના મલ્ટીલેવલ પાર્કીંગનું 2013માં ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં 250 ફોર વ્હીલર તેમજ 250થી વધારે ટુ વ્હીલર્સની કેપેસીટી ધરાવતું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. પરંતુ 500ની કેપેસિટી સામે 100 વાહનોનું પણ પાર્કિંગ થતું નહોતું. જેના કારણે આ પાર્કીગ બંધ રાખવાની ફરજ પડી હતી. અને એ પહેલા કોનટ્રાક્ટરને ફી નહી ચુકવી હોવાથી બંધ રહ્યુ હતુ. કોર્પોરેશન દ્વારા હાલ આ પાર્કીગનુ સંચાલન પીપીપી ધોરણે કરવામા આવે છે. પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. આવું જ કંઈક નવરંગપુરા ખાતેના મલ્ટીલેવલ પાર્કીગમાં જોવા મળી રહ્યું છે. એએમસી દ્વારા 170 કરોડના ખર્ચે આ પાર્કીગ બનાવાયુ છે. આ પાર્કિંગમાં 497 ટુ વ્હીલર અને 371 ફોર વ્હીલર પાર્ક થઇ શકે છે. સીજી રોડની પાર્કિંગની સમસ્યા હલ કરવા નવરંગપુરામાં પાર્કિંગ બનાવ્યું જેના કારણે આ પાર્કિંગનો પણ માંડ 30થી 40 ટકા ઉપયોગ થાય છે. ત્યારે વિપક્ષે એએમસીના અણઘડ આયોજનની ઝાટકણી કાઢી છે.

રિલીફ રોડ પર પાર્કિંગની વિકરાળ સમસ્યા છે. ત્યાં એએમસીએ બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગનો ખૂબ ઉપયોગ થાય છે. ત્યારે આ પ્રકારે પાર્કિંગની સમસ્યા અને લોકેશન અંગે સર્વે કર્યા વિના આડેધડ નવા મલ્ટીલેવલ પાર્કિંગ બનવવાનો નિર્ણય કરતા એએમસી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જો કાંકરિયા અને નવરંગપુરાની જેમ નવા બનાવવામાં આવનાર મલ્ટીલેવલ પાર્કિંગ નિષ્ફળ જશે તો તેના માટેની જવાબદારી કોણ લેશે.

આ પણ વાંચો : Breaking News: ક્રિકેટર વિરાટ કોહલીએ ભારતના ટેસ્ટ કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો : Viral Video : સૂતેલી બાળકીને જગાડવાનો પ્રયત્ન કરતા ડોગનો ક્યૂટ વીડિયો વાયરલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">