અમદાવાદમાં નવા 15 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં નારોલના બ્લોક ક્યુ અને આકૃતિ ટાઉનશીપ, કર્ણાવતી પાર્ક સોસાયટી પણ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન, ત્યારે વસ્ત્રાલના કેન્સાસ દેવસ્ય અને લવકુશ હાઈટસ, રામોલની જય મિત્રા સોસાયટી અને અર્બુદાનગરમાં આવેલા તુલસીપાર્કનો સમાવેશ કરાયો છે. આ તરફ ઘાટલોડિયાની ત્રણ સોસાયટી સૌભાગ્ય એપાર્ટમેન્ટ, ચાણક્યપુરી સેક્ટર-4 અને સાયોના સિટી વિભાગ-1નો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વેજલપુરની આઝમ સોસાયટી અને સાંઈનાથ સોસાયટી, વાસણામાં આવેલા શૈફાલી એપાર્ટમેન્ટનું પણ યાદીમાં નામ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો