AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : 130 વર્ષ જૂના એલિસબ્રિજની થશે કાયાપલટ, અમદાવાદીઓને ફરવા માટેનું નવુ ડેસ્ટિનેશન મળશે

અમદાવાદની ઓળખ બનેલો અને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમને જોડતો સૌથી જૂનો બ્રિજ એલિસ બ્રિજ હવે નવા રંગ રૂપમાં જોવા મળશે. સાબરમતી નદી ઉપર અગ્રેજોના શાસનકાળ દરમિયાન બનેલા 130 વર્ષ જૂના ઐતિહાસીક એલિસબ્રિજના સ્ટ્રેન્થનીંગનું કામ કરવામાં આવશે

Ahmedabad : 130 વર્ષ જૂના એલિસબ્રિજની થશે કાયાપલટ, અમદાવાદીઓને ફરવા માટેનું નવુ ડેસ્ટિનેશન મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 1:35 PM
Share

Ahmedabad : અમદાવાદમાં આવેલા અંગ્રેજોના સમયના લોકબોલીમાં લક્કડિયા પુલ તરીકે ઓળખાતા એલિસ બ્રિજની (Ellis Bridge) કાયાપલટ થવા જઇ રહી છે. એલિસબ્રિજની સ્ટ્રેન્થનીંગ (Strengthening) કામગીરી તો કરવામાં આવશે જ, સાથે જ તેના રંગ રુપમાં પણ બદલાવ કરવામાં આવશે. મુલાકાતીઓ માટે પણ તે આકર્ષણનું કેન્દ્ર બને તેવુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચો- Tender Today : નવસારી-વિજલપોર નગરપાલિકામાં ડોલી તળાવનું થશે બ્યુટીફિકેશન તથા ડેવલપમેન્ટ, કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

અમદાવાદિયો માટે બનશે નવું ડેસ્ટિનેશન

એલિસ બ્રિજનો હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરીટેજ મોન્યુમેન્ટમાં સમાવેશ થાય છે. ત્યારે હવે આ બ્રિજ અમદાવાદીઓ માટે નવુ ડેસ્ટિનેશન બનશે. એલિસ બ્રિજ પર હવે લોકો હરીફરી શકે અને વૉક કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. Amc દ્વારા એલિસ બ્રિજને રીનોવેશન કરવાની નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

130 વર્ષ જૂના ઐતિહાસીક એલિસબ્રિજના સ્ટ્રેન્થનીંગનું આયોજન

અમદાવાદની ઓળખ બનેલો અને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમને જોડતો સૌથી જૂનો બ્રિજ એલિસ બ્રિજ હવે નવા રંગ રૂપમાં જોવા મળશે. સાબરમતી નદી ઉપર અગ્રેજોના શાસનકાળ દરમિયાન બનેલા 130 વર્ષ જૂના ઐતિહાસીક એલિસબ્રિજના સ્ટ્રેન્થનીંગનું કામ કરવામાં આવશે. સાબરમતી નદી પર અંગ્રેજોના શાસનકાળ દરમિયાન 1892માં એટલે કે 130 વર્ષ પહેલા સ્ટીલ સ્ટ્રક્ચરના 14 સ્પાનની આર્ચ ટાઇપ બો- સ્ટ્રીંગ ટાઇપનો સ્ટીલ સ્ટ્રકચરનો હેરીટેજ બ્રીજ બનાવવામાં આવ્યો હતો. જેની કુલ લંબાઇ 433.41 મીટર છે. બ્રિજની પહોળાઇ 6.25 મીટર છે.

એક્સપર્ટ ડીઝાઇન કન્સલટન્ટ એજન્સી પાસે રિપોર્ટ તૈયાર કરાયો

બ્રિજને થયેલા નુકસાન અંગેનો એક્સપર્ટ ડીઝાઇન કન્સલટન્ટ એજન્સી પાસે મેટલર્જિકલ સર્વે કરી રિર્પોટ તૈયાર કરવામાં આવેલો છે. જે મુજબ બ્રિજનાં સ્ટ્રેન્થનીંગની કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી આયોજન કરવામાં આવેલુ છે. હયાત એલિસ બ્રિજની સ્ટ્રેન્થનીંગની કામગીરીમાં મુખ્ય ટ્રેસના જોઇન્ટસ રીપેર કરવા, બોટમ ગર્ડર, બોટમ સ્ટ્રોન્જર્સ તેમજ બોટમ જોઇન્ટસ બદલવા તથા નવી બેરીંગ ઇન્સ્ટોલ કરવી, કોમ્પોઝીટ પીયર સ્ટ્રક્ચર વચ્ચેના લેસીંગ તથા બ્રેસીંગ જરૂર મુજબ બદલવાનું કામ સામેલ છે.

સાથે જ હયાત પીયરને કોરોઝનથી બચાવવા માટે એન્ટી કોરીઝન ટ્રીટમેન્ટ અંતર્ગત એનોડ લગાવવા, બોટમ ટેક સ્લેબ જર્જરીત થઇ ગયેલ હોય તેને દુર કરી નવા કરવા વગેરે કામગીરીનું આયોજન કરવામાં આવેલુ છે, બ્રિજમાં આર્કીટેક્ચરલ એલીમેન્ટસ અંતર્ગત ડેકોરેટીવ પ્લાન્ટેશન તથા બેઠક વ્યાવસ્થા વગેરેનું આયોજન કરવામાં આવેલ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">