Ahmebabad: સગીરા સાથે દુષ્કર્મ કરી વીડિયો વાયરલ કરવાની ફરિયાદ, ખોખરા પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં મોબાઈલ પર પબજી રમતા યુવકના સંપર્કમાં આવેલી સગીરા યુવકના હવસનો શિકાર બની હતી. તેમજ આ યુવકે સગીરા પર દુષ્કર્મ ગુજારી તેનો વિડીયો વાયરલ કર્યો જે મામલે ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમા મળતી વિગત મુજબ સગીર બાળકોના માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં મોબાઈલ પર પબજી રમતા યુવકના સંપર્કમાં આવેલી સગીરા યુવકના હવસનો શિકાર બની હતી. તેમજ આ યુવકે સગીરા પર દુષ્કર્મ ગુજારી તેનો વિડીયો વાયરલ કર્યો જે મામલે ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમા મળતી વિગત મુજબ સગીર બાળકોના માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઓનલાઇન પબ્જી ગેમ રમતી સગીરા એક યુવક સાથે મિત્રતા થઈ અને બાદમાં યુવકના હવસનો શિકાર બની હતી.
પોલીસે પોક્સો- બળાત્કારની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોધી આરોપીની ધરપકડ
જુનાગઢના યુવકે અમદાવાદની સગીરાને pubg રમતા રમતા પોતાની પ્રેમ જાળમાં ફસાવી, પોતાની હવાસનો શિકાર બનાવી. બાદમાં સગીરાને બ્લેકમેલ કરી અલગ અલગ સમયે 30000 અને 12000 ઓનલાઇન સહિત 62 હજાર રૂપિયા પણ પડાવી લીધા તેમ છતાં યુવકે સગીરાનો વિડીયો સગીરાની સાથે અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને વાયરલ કર્યો. આ સમગ્ર મામલે પરિવારને જાણ થઈ અને મામલો પોલીસ મથકે પહોંચ્યો જ્યાં ખોખરા પોલીસે પોક્સો- બળાત્કારની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોધી આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી.
યુવક વીડિયો દ્વારા સગીરાને બ્લેકમેઇલ કરતો હતો
ધોરણ 12 માં અભ્યાસ કરતી સગીરાએ ફરિયાદ નોંધાવી છે કે, આશરે અઢી વર્ષ પહેલા જૂનાગઢમાં રહેતો અક્ષય નિમાવત pubg રમતા તેની સાથે સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જે બાદ યુવક અમદાવાદ આવ્યો હતો અને સગીરાની માતા નોકરી પર ગઈ હતી તે દરમ્યાન યુવક અને સગીરા બાઈક પર અમદાવાદ ફરવા માટે નીકળ્યા હતા. જે દરમ્યાન યુવક તેને સરખેજ ખાતે એક મકાનમાં લઈ ગયો હતો. જ્યાં યુવકે સગીરાને કોલ્ડ્રિંક પીવડાવતા તે બેભાન થઈ હતી આજે બાદમાં યુવકે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું અને વિડિયો બનાવ્યો હતો. જે બાદ યુવક વીડિયો દ્વારા સગીરાને બ્લેકમેઇલ કરતો હતો.
બ્લેકમેલિંગના ગુનામાં એક તરફ પોલીસ આરોપીની શોધખોળ કરી
થોડા દિવસો બાદ નવરંગપુરા ખાતે પણ સગીરાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ રૂપિયા પણ આપ્યા હોવા છતાં અક્ષયે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે વિડિયો સગીરાના સાથે અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને મળી આવતા સગીરાએ હકીકત જાહેર કરી અને પોલીસ ફરિયાદ નોંધાવી. બળાત્કાર, પોક્સો અને બ્લેકમેલિંગના ગુનામાં એક તરફ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. તો બીજી તરફ સગીરાનો વિડીયો કોણે અને કેવી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, પરીક્ષા માટે 9.53 લાખ ફોર્મ ભરાયા