Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya એ પકડ્યો પતિ અભિષેકનો હાથ, બીજી તરફ સસરાને પણ સંભાળ્યા, સામે આવી રહ્યા -Video

અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે છૂટાછેડાની અફવાઓ અવારનવાર સામે આવે છે. કંઈક થાય કે તરત જ લોકો ચર્ચા કરવા લાગે છે કે અભિષેક અને ઐશ્વર્યા અલગ થઈ રહ્યા છે, પરંતુ એવું કંઈ નથી અને બંને એકસાથે ખૂબ જ ખુશ દેખાય છે. હવે આ વીડિયો સામે આવ્યા બાદ દરેકને તેમના અલગ થવાની અફવાઓનો જવાબ મળી ગયો છે.

Aishwarya એ પકડ્યો પતિ અભિષેકનો હાથ, બીજી તરફ સસરાને પણ સંભાળ્યા, સામે આવી રહ્યા -Video
Aishwarya Abhishek spotted together
Follow Us:
| Updated on: Dec 20, 2024 | 9:41 AM

ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે બચ્ચન પરિવારના પુત્ર અને પુત્રવધૂ એટલે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે કંઇક સારું નથી ચાલી રહ્યું. સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ બન્નેના છૂટાછેડાના સમાચાર આગની જેમ ફેલાવા લાગ્યા હતા. દરમિયાન, હવે બચ્ચન પરિવારે કંઈ પણ બોલ્યા વિના આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અગાઉ એક પાર્ટીમાં અભિષેક અને ઐશ્વર્યા સાથે જોવા મળ્યા હતા. જે બાદ હવે ફરી એક વખત અભિષેક અને ઐશ્વર્યા તેમજ અમિતાભ બચ્ચન પણ સાથે જોવા મળ્યા છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

અભિષેક-ઐશ્વર્યા ફરી એકસાથે આવ્યા

વાસ્તવમાં, હાલમાં ઇન્ટરનેટ પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે જોવા મળે છે. આ વીડિયો કપલની દીકરી આરાધ્યાના એન્યુઅલ ફંક્શનનો છે, જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં જતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે વાયરલ થઈ ગયો હતો.

આજનું રાશિફળ તારીખ : 01-04-2025
8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી
Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?
Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે
ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન, મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
IPL 2025 દરમિયાન ધોનીને મળ્યું ખાસ સન્માન

નોંધનીય છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે છૂટાછેડાની અફવાઓ અવારનવાર સામે આવે છે. કંઈક થાય કે તરત જ લોકો ચર્ચા કરવા લાગે છે કે અભિષેક અને ઐશ્વર્યા અલગ થઈ રહ્યા છે, પરંતુ એવું કંઈ નથી અને બંને એકસાથે ખૂબ જ ખુશ દેખાય છે. હવે આ વીડિયો સામે આવ્યા બાદ દરેકને તેમના અલગ થવાની અફવાઓનો જવાબ મળી ગયો છે.

આ બધાની વચ્ચે ઐશ્વર્યા તેના સસરા અમિતાભ બચ્ચનનો હાથ પકડી સંભાળતી જોવા મળી રહી છે. જે જોઈને ફેન્સ પરફેક્ટ વહુનો ટેગ પણ આપી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા છે.

અભિષેકે પત્નીને આગળ રાખી

કપલની વાત કરીએ તો આ દરમિયાન બંને ખુશ હતા. આ દરમિયાન અભિષેકે કેઝ્યુઅલ લુક લીધો હતો અને ઐશ્વર્યા પણ બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન અભિષેક ક્યારેક ઐશ્વર્યાનો દુપટ્ટો સંભાળતો તો ક્યારે પત્ની પહેલા આગળ જવા આગ્રહ કરતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ વીડિયો સામે આવતા જ લોકોએ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે બન્નેને કોઈની નજરના લાગે, બીજા એક એ કહ્યું કે તે પોતાના પરિવાર માટે ખૂબ જ ખુશ છે. અન્ય એક યુઝરે લખ્યું કે ત્રણેય એકસાથે સારા લાગી રહ્યા છે. બીજાએ કહ્યું કે છૂટાછેડાની અફવાઓ ખોટી છે. આ વીડિયો પર લોકોએ આ પ્રકારની પ્રતિક્રિયા આપી છે.

g clip-path="url(#clip0_868_265)">