અમદાવાદમાં 14 વર્ષ બાદ ઝડપાયો હત્યાનો આરોપી, સમલૈંગિક સંબંધોમાં હત્યા કરાઈ હોવાનો ખૂલાસો

|

Oct 26, 2024 | 8:48 PM

અમદાવાદમાં વર્ષ 2010 માં થયેલી યુવકની હત્યા ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાન્ચે 14 વર્ષ બાદ આરોપીની ધરપકડ કરી છે. સમલૈંગિક સંબંધોમાં હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હત્યા બાદ આરોપી 14 વર્ષથી નાસતો ફરતો હતો. જોકે 14 વર્ષ બાદ આરોપી પકડાયા બાદ પોલીસ સમક્ષ જે હકીકતો સામે આવી તે ચોકાવનારી હતી.

અમદાવાદમાં 14 વર્ષ બાદ ઝડપાયો હત્યાનો આરોપી, સમલૈંગિક સંબંધોમાં હત્યા કરાઈ હોવાનો ખૂલાસો

Follow us on

દૃષ્યમ ફિલ્મને પણ ટક્કર મારે તેવો હત્યાનો ભેદ ઉકેલાયો છે. 29 જૂન 2010 ના રોજ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક યુવક મનીષ ગુપ્તાની હત્યા કરી તેનો મૃતદેહ રસોડામાં ચણતર કરી છુપાવી દેવામાં આવ્યો હતો. જે અંગે મૃતક મનીષની સાથે રહેતા અન્ય લોકોને લોહી અને દુર્ગંધ બહાર આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. હોટલ મેનેજર મનીષ ગુપ્તાની હત્યા કરી તેની સાથે જ રહેતો આરોપી રમેશ દેસાઈ ફરાર થઈ ગયો હતો.

હત્યાને અંજામ આપી ઝડપાયેલ આરોપી રમેશ દેસાઈ સૌપ્રથમ બનાસકાંઠા અને ત્યારબાદ ભીલવાડા ખાતે છુપાયો હતો. જોકે વર્ષ 2017 થી તે મુંબઈની એક હોટલમાં સિનિયર કેપ્ટન તરીકે નોકરી કરતો હતો. આરોપીએ વર્ષ 2010 થી અત્યાર સુધીમાં પોતાની ઓળખ છુપાવવા માટે બનાવટી દસ્તાવેજો પણ તૈયાર કરાવ્યા હોવાનો ખુલાસો થયો છે.

પોલીસ કઈ રીતે આરોપી સુધી પહોંચી

છેલ્લા 14 વર્ષથી જે હત્યાના ગુનામાં પોલીસને એક પણ કડી મળી રહી ન હતી તે ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે ફરીથી તપાસ કરતા મૃતક મનીષ ગુપ્તાની સાથે રહેતા ત્રણ લોકો મળી આવ્યા હતા. જોકે રમેશ દેસાઈ છેલ્લા ઘણા સમયથી ફરાર હતો અને તેનો પરિવાર પણ રમેશ વિશે કંઈપણ જાણતો નહિ હોવાની હકીકત સામે આવી હતી.

સારી ઊંઘ માટે જાણી લો 4 3 2 1 નો નિયમ, થશે મોટો ફાયદો
નીમ કરોલી બાબાને ધાબળા કેમ ચડાવવામાં આવે છે ? જાણો રહસ્ય
શરીરમાં ક્યારેય નહીં આવે પરસેવાની દુર્ગંધ, આ એક વસ્તુ પાણીમાં નાખીને નહાવાથી થશે કમાલ
ઓપરેશન વગર કિડનીની પથરીને બહાર કાઢી શકે છે આ અસરકારક ઉપાય
જૂની સાવરણી ક્યારે, કયા દિવશે અને ક્યાં ફેકવી જોઈએ, જાણી લો
Kiwi : સવારે ખાલી પેટે ખાઓ કીવી, મળશે 5 ચમત્કારિક ફાયદા

છેલ્લા 14 વર્ષ દરમિયાન આરોપીએ નારણ ગુર્જરના નામે પોતાની નવી ઓળખ ઊભી કરી, તમામ બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવી લીધા હતા અને વર્ષ 2021 માં તેણે એક યુવતી સાથે લગ્ન કરી ઘર સંસાર પણ માંડ્યો હતો. જોકે આરોપી રમેશની શોધખોળ કરતા પોલીસ મુંબઈ અને રાજકોટ વચ્ચે તપાસ કરી રહી હતી. તેવામાં લગ્ન બાદ પણ રમેશ અન્ય ચાર યુવકો સાથે અલગથી રહેતો હોવાની હકીકત મળતા, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલ ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરી મુંબઈના ખારઘર વિસ્તારમાં આવેલી વિલેજ હોટલમાં રોકાયો હતો અને ત્યાં રમેશની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો.

પોલીસ તપાસમાં હત્યાની હકીકત સામે આવી

રમેશની પૂછપરછ કરતા તેણે કબુલાત આપી કે હત્યાના દિવસે મૃતક મનીષે આરોપી સાથે સજાતીય સંબંધ રાખ્યા અને આરોપી રમેશને ગુપ્ત ભાગે ઇજા પણ પહોંચાડી હતી. જેથી બંને વચ્ચે ઝઘડો થતાં રમેશે મનીષ ગુપ્તાને ઈંટોના ઘા મારી હત્યા કરી હતી. રસોડામાં આવેલી સિંકની નીચેના ભાગમાં મૃતદેહને ગોદડા થી વીટી દીધો હતો અને મોઢાના ભાગે સિમેન્ટથી ચણતર કામ કરી દીધું હતું. જે બાદ સીંકના ખાનામાં ઇટો અને અન્ય પથ્થરો મૂકી દીવાલ જેવું બનાવી તેમાં કલર પણ કરી દીધી હતો.

જોકે થોડા સમય બાદ લોહી બહાર નીકળતા રૂમમાં રહેતા અન્ય લોકોને શંકા ગઈ હતી જેના આધારે સમગ્ર હત્યાનો ભેદ ખુલ્યો હતો. હત્યા બાદ તે અમદાવાદ છોડી ફરાર થયો હતો અને ક્યારે તે પછી આરોપી રમેશે અમદાવાદમાં પગ પણ નથી મુક્યો, જોકે વર્ષ 2017 થી પોલીસ હવે તેને નહીં શોધી શકે તેવું માની મુંબઈ ખાતે સ્થાયી થયો હતો, પરંતુ અત્યારના ગુનાની તપાસ પોલીસને આરોપી સુધી લઈ ગઈ અને પોલીસે આરોપીની ધરપકડ કરી.

આરોપીની સમલૈંગિક સંબંધો હજી પણ ચાલુ રહેતા પોલીસ માટે તે મહત્વની કડી બની

હત્યાના 14 વર્ષ બાદ પણ પોલીસ હત્યારા રમેશનું પગેરુ મેળવી તેના સુધી પહોંચી, જોકે આરોપીની સમલૈંગિક સંબંધો હજી પણ ચાલુ રહેતા પોલીસ માટે તે મહત્વની કડી બની. જેના આધારે સમલૈંગિક સંબંધોમાં થયેલી 14 વર્ષ પહેલાની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો, ત્યારે આરોપીએ બનાવટી દસ્તાવેજો ક્યાં અને કોની પાસે બનાવ્યા તે અંગે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article