એક મહિલાની સતર્કતાએ બચાવ્યો ત્યજાયેલા નવજાતનો જીવ, તો ડોગ સ્કવૉડે આ વસ્તુને આધારે મેળવ્યુ આરોપી જનેતાનું પગેરુ- જુઓ Video

|

Jun 28, 2024 | 4:27 PM

અમદાવાદમાં એક મહિલાની હિંમત અને સતર્કતાને કારણે એક ત્યજાયેલ નવજાત બાળકનો જીવ બચ્યો છે તો બીજી તરફ પોલીસની ટીમમાં રહેલા ડૉગ સ્કવૉડના ચપળ ચેસર નામના ડોગની મદદથી પોલીસ બાળકને ત્યજી દેનારી તેની જનેતા સુધી પહોંચી છે. જાણો બાળકને હોસ્પિટલ પહોંચાડવાથી લઈને આરોપી જનેતા સુધી પહોંચવાનો સમગ્રઘટનાક્રમ.

સામાન્ય રીતે ગુનાઓ શોધવાનું કામ પોલીસ કરતી હોય છે સાથે જ અમુક ગુનાઓ જેવાકે ચોરી, લૂટ, કે પછી ડ્રગ્સ જેવા કેસો ઉકેલવામાં ડોગ સ્કવૉડમાં રહેલા ડોગ ની મદદ લેવામાં આવતી હોય છે. પરંતુ ગઇકાલે અમદાવાદનાં શીલજમાં એક નવજાત બાળક મળી આવ્યું હતું જેની જનેતા સુધી પહોંચવામાં ચિસર નામનો ડોગની ખૂબ સરાહનીય કામગીરી રહી. જેના આધારે ગણત્રીની મિનિટોમાં જ સમગ્ર કેસનો ભેદ ઉકેલાય ગયો.

બાળકનો રડવાનો અવાજ સાંભળી મહિલા ઝાડીઓ સુધી પહોંચી તો આંખો ફાટી રહી ગઈ

અમદાવાદના શીલજ ગામના રોહિતવાસમાં ઝાડી ઝાંખરાવાળી જગ્યા પરથી ત્યજી દીધેલું નવજાત બાળક મળ્યું હતું. જોકે ત્યાંથી પસાર થતા શ્વેતાબેન પરમાર નામની મહિલાને આ બાળક ધ્યાને આવતા મહિલાએ તેના પતિને જાણ કરી અને બંને લોકો બાળકને હોસ્પિટલ સારવાર માટે પહોંચાડ્યું હતું, સાથે જ શ્વેતાબહેને પોલીસને પણ જાણ કરતા બોપલ પોલીસની ટીમ અને ડોગ સ્કવૉડ તાત્કાલિક જગ્યા પર પહોંચી તપાસ શરૂ કરી હતી. જે જગ્યા પર નવજાત બાળક પડ્યું હતું, ત્યાં બાજુમાં એક દુપટ્ટો મળી આવ્યો હતો અને આ દુપટ્ટાને આધારે બાળકને જન્મ આપનારી જનેતા સુધી ડૉગે પોલીસને પહોચાડી હતી.

રોહિત શર્માની માતાની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર બધાના દિલ જીતી લીધા
શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક
Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 02-07-2024
માઈગ્રેનનો ઈલાજ મળી ગયો! નાળિયેર પાણીનો કરો આ રીતે ઉપયોગ

દુપટ્ટાની સ્મેલથી ચેસર ડોગ પોલીસને આરોપી જનેતા સુધી દોરી ગયો

બાળકની બાજુમાં પડેલા દુપટ્ટાની સુગંધથી ચેસર નામના ડોગે ત્યાં નજીકના આવેલા ઘર સુધી પહોચ્યું હતું અને પગથિયા ચડી પહેલા માળ સુધી સુગંધ ટ્રેસ કરતું પહોંચ્યું હતું. જેના આધારે પોલીસે પહેલા માળે મકાનમાં એક મહિલા કે જે એકલી હતી તેની ઓળખ કરી નવજાત બાળક આ મહિલાનું હોવાની ખાત્રી કરી હતી. મહિલાની પણ તબિયત નાદુસ્ત હોવાથી પોલીસ વધુ પૂછપરછ કરી શકી નહિ. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં સામે આવ્યું કે મહિલા અપરણિત છે અને મકાનમાં એકલી રહે છે. બાળકના જન્મથી તરત જ તેને ઝાડી ઝાખરામાં મૂકી દીધું હતું. મહિલા મૂળ રાજસ્થાનની છે અને થોડા સમય પહેલા જ અહી તેના સબંધી પાસે રહેવા આવી છે.

અપરિણીત રાજસ્થાની મહિલાએ પાપ છુપાવવા નવજાતને રઝળતુ મુકી દીધુ

મહત્વનું છે કે પોલીસ હવે અનેક મુદ્દાઓ પર તપાસ શરૂ કરી છે. બાળક અને જનેતાના ડી.એન.એ ટેસ્ટ માટે પણ મોકલવામાં આવ્યા છે તો બીજી તરફ જનેતા સગીર છે કે પુખ્ત ઉમરની છે તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. મહિલા અપરણિત હતી તો તેના પાપ ને છૂપાવવા તેને આ કૃત્ય કર્યું છે તો મહિલાને કોના થકી બાળક થયું તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલતો સમગ્ર કેસમાં એક મહિલાની હિંમત અને સતર્કતાથી એક બાળકનો જીવ બચી ગયો. તેમજ ડોગસ્કવોડના ચિસર નામના ડોગની કામગીરીથી પોલીસે ગણતરીની મિનિટોમાં જનેતા સુધી પહોંચી સમગ્ર કેસ ઉકેલી લીધો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 4:21 pm, Fri, 28 June 24

Next Article