આસારામ આશ્રમમાંથી હૈદરાબાદનો યુવક ગુમ થવાના કેસમાં નવો વળાંક આવ્યો, આશ્રમને મળ્યો એક ઈ-મેઈલ
Asaram Ashram : હૈદરાબાદનો યુવક ગુમ થતા અમદાવાદના મોટેરામાં આવેલો આસારામનો આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આશ્રમમાંથી વિજય નામનો યુવક ગાયબ થઈ ગયો હતો.
AHMEDABAD : હૈદરાબાદથી વિજય યાદવ નામનો એક યુવક આસારામ આશ્રમમાં શિબિર પૂર્ણ કર્યા બાદ રહસ્ય રીતે ગુમ થઈ જવા કેસમાં નવો વળાંક આવ્યો છે.ગુમ થયેલ યુવકે ઇ-મેઇલ કરી સ્પષ્ટતા કરી કે મારી મરજીથી હું એકાંતમાં જઈ રહ્યો છું.જે મામલે ચાંદખેડા પોલીસે ઇમેઇલ આઈડી આઈપી એડ્રેસ આધારે શોધખોળ શરૂ કરી છે. બીજી બાજુ આશ્રમ દ્વારા પોલીસ કોઈ યોગ્ય માહિતી ન આપતા હોવાનું સામે આવ્યું છે.
વિજય યાદવ નામના યુવકનું આશ્રમમાંથી એકા એક ગુમ થવાના મામલે ગત રાત્રીએ આશ્રમના ઇ-મેઇલ આઈ.ડી ઉપર વિજય યાદવનો ઇમેઇલ આવ્યો છે.જે ઇ મેઇલમાં પોતે સલામત હોવાનો એકરાર કર્યો છે.પોતે સહીસલામત હોવાનો દાવો કરી કહ્યું છે કે હું મારી મરજીથી એકાંતમાં જઈ રહ્યો છું. જેનાથી આશ્રમ પર કોઈ આક્ષેપ ન લગાવે તેવો ઉલ્લેખ કર્યો છે.હાલ ચાંદખેડા પોલીસે સમગ્ર બનાવની તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. બીજી બાજુ પરિવારજનના સી.ડી.આર અને આશ્રમના મેઈલ આઈ.ડી પર આવેલા ઇમેઇલને લઈને આઈપી એડ્રેસની તપાસ શરૂ કરવામાં આવી.જેમાં ટેકનિકલ સર્વેલન્સ મદદ લેવામાં આવી છે.
ગુમ વિજય યાદવના પરિવારજનોનો આક્ષેપ કર્યો છે કે આશ્રમમાં જે મેઈલ મળ્યો છે તે મારા ભાઈ એ નથી મોકલ્યો.કારણકે ઇમેઇલમાં શુદ્ધ હિન્દી શબ્દો વાપરવામાં આવ્યા છે મારા ભાઈને આટલું શુદ્ધ હિન્દી નથી આવડતું, આશ્રમના વ્યક્તિઓ મારા ભાઈના સંપર્કમાં જ છે સાથે જ ગુમ થયેલ વિજય નાના ભાઈ સંજય યાદવ કહ્યું કે મારો ભાઈ ઇમેઇલ નો જાણકાર નથી. જેથી આશ્રમ દ્વારા તેના ભાઈ વિજય તમામ મદદ કરી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.પોલીસ દ્વારા અલગ અલગ ટિમ બનાવી તપાસ ચક્રોગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે હૈદરાબાદનો યુવક ગુમ થતા અમદાવાદના મોટેરામાં આવેલો આસારામનો આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આશ્રમમાંથી વિજય નામનો યુવક ગાયબ થઈ ગયો હતો.હૈદરાબાદનો યુવક મિત્રો સાથે આસારામના આશ્રમમાં આવ્યો હતો.જે છેલ્લા એક અઠવાડિયાથી ગુમ છે. તેને શોધવા માતા-પિતા આસારામના આશ્રમમાં પહોંચ્યા હતા, તો ચાંદખેડા પોલીસે આશ્રમ પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મૂજબ નવિન તીર્થાણી નામનો એક યુવક આસારામ આશ્રમમાં શિબિર છે એવું કહી હૈદરાબાદથી 10 જેટલા યુવકોને આશ્રમમાં લઇ આવ્યો હતો. આ શિબિર પૂરી થયા બાદ તમામ મિત્રો પોતપોતાના ઘરે પહોચી ગયા હતા પણ વિજય યાદવ નામનો યુવક પોતાના ઘરે પહોચ્યો ન હતો. આ અંગે વિજય યાદવના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે વિજયને સંમોહનનો શિકાર બનાવાયો છે. વિજય ઘરે પરત ન ફરતા તેના પરિવારજનો ચિંતિત થયા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં વૃદ્ધો અસુરક્ષિત, ઘાટલોડિયા બાદ સાબરમતીમાં વૃદ્ધની હત્યાથી ચકચાર